Mutual Fundમાં રોકાણ કરો છો? Direct અને Regular પ્લાન વચ્ચેનો આ તફાવત સમજી લો, નહીંતર થશે 13 લાખનું નુકસાન! | Moneycontrol Gujarati
Get App

Mutual Fundમાં રોકાણ કરો છો? Direct અને Regular પ્લાન વચ્ચેનો આ તફાવત સમજી લો, નહીંતર થશે 13 લાખનું નુકસાન!

Direct vs Regular Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડમાં Direct અને Regular પ્લાન વચ્ચે શું તફાવત છે? માત્ર એક સાચા નિર્ણયથી તમે 13 લાખ રૂપિયા બચાવી શકો છો. જાણો તમારા માટે કયો પ્લાન બેસ્ટ છે.

અપડેટેડ 12:52:37 PM Aug 26, 2026 પર
Story continues below Advertisement
પહેલી નજરે બંને પ્લાન એકદમ સરખા જ લાગે છે. બંનેનો ફંડ મેનેજર એક જ હોય છે અને જે શેરોમાં પૈસા રોકવામાં આવે છે તે પણ સમાન હોય છે.

Direct vs Regular Mutual Fund: જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં SIP દ્વારા રોકાણ કરો છો અથવા તો એકસાથે મોટી રકમ લગાવવાનું વિચારી રહ્યા છો, તો તમે બે શબ્દો વારંવાર સાંભળ્યા હશે - 'Direct Plan' અને 'Regular Plan'. મોટાભાગના લોકો માત્ર સ્કીમનું નામ જોઈને પૈસા લગાવી દે છે, પરંતુ શું તમે જાણો છો કે માત્ર ‘Regular'ને બદલે ‘Direct' વિકલ્પ પસંદ કરવાથી તમને ભવિષ્યમાં 13 લાખ રૂપિયા સુધીનો મોટો ફાયદો થઈ શકે છે?

પહેલી નજરે બંને પ્લાન એકદમ સરખા જ લાગે છે. બંનેનો ફંડ મેનેજર એક જ હોય છે અને જે શેરોમાં પૈસા રોકવામાં આવે છે તે પણ સમાન હોય છે. આમ છતાં, લાંબા ગાળે મળતા વળતર માં જમીન-આસમાનનો ફરક જોવા મળે છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ કે આ બે પ્લાન વચ્ચે શું અંતર છે અને તમારી મહેનતની કમાણી ક્યાં રોકવી જોઈએ.

Regular Mutual Fund શું છે?

રેગ્યુલર મ્યુચ્યુઅલ ફંડ એવો પ્લાન છે જે તમે કોઈ એજન્ટ, બેંક, મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર અથવા ફાઇનાન્શિયલ એડવાઇઝર મારફતે ખરીદો છો. જ્યારે તમે આ રીતે રોકાણ કરો છો, ત્યારે એસેટ મેનેજમેન્ટ કંપની તમારા રોકાણમાંથી અમુક ટકા હિસ્સો એજન્ટને કમિશન તરીકે આપે છે. આ કમિશન તમારી પાસે અલગથી માંગવામાં આવતું નથી, પરંતુ તે ફંડના ‘એક્સપેન્સ રેશિયો'માં જોડાઈ જાય છે. આ જ કારણસર રેગ્યુલર પ્લાનનો એક્સપેન્સ રેશિયો હંમેશા વધારે હોય છે, જે સીધી અસર તમારા નફા પર કરે છે.

Direct Mutual Fund શું છે?


બીજી તરફ, ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ એટલે એવો પ્લાન જેમાં તમે કોઈ પણ વચેટિયા વિના સીધા જ AMCની વેબસાઈટ અથવા રજિસ્ટર્ડ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી રોકાણ કરો છો. આમાં કોઈ એજન્ટ ન હોવાથી કંપનીએ કોઈને કમિશન ચૂકવવું પડતું નથી. કમિશન ન હોવાના કારણે ડાયરેક્ટ પ્લાનનો એક્સપેન્સ રેશિયો ખૂબ જ ઓછો હોય છે. જે પૈસા કમિશનમાં બચે છે, તે સીધા જ તમારી NAV વધારે છે. લાંબા ગાળે આ જ બચત કમ્પાઉન્ડિંગનો જાદુ બતાવે છે.

માત્ર 1%ના ફરકથી કેવી રીતે બને છે 13 લાખનો તફાવત?

ઘણા રોકાણકારો એવું વિચારે છે કે 0.5% કે 1% એક્સપેન્સ રેશિયોથી શું જ ફરક પડી જશે? ચાલો આને એક ગણતરીથી સમજીએ:

ધારો કે તમે દર મહિને 10,000 રૂપિયાની SIP શરૂ કરો છો અને આ રોકાણ 20 વર્ષ સુધી ચાલુ રાખો છો. આપણે માની લઈએ કે માર્કેટ તમને સરેરાશ 12%નું વળતર આપે છે.

Regular Fund (ધારો કે 1.5% એક્સપેન્સ રેશિયો છે): તમારું વાસ્તવિક વળતર 10.5%ની આસપાસ રહેશે. 20 વર્ષ પછી તમારી કુલ રકમ અંદાજે 75 લાખ રૂપિયા થશે.

Direct Fund (ધારો કે 0.5% એક્સપેન્સ રેશિયો છે): તમારું વાસ્તવિક વળતર 11.5%ની આસપાસ રહેશે. 20 વર્ષ પછી તમારી પાસે અંદાજે 88 લાખ રૂપિયાનું ફંડ તૈયાર થશે.

જોયું કોઈ પણ વધારાનું જોખમ લીધા વિના, માત્ર રોકાણ કરવાની રીત બદલવાથી (ડાયરેક્ટ પ્લાન પસંદ કરવાથી) તમને 13 લાખ રૂપિયાથી વધુનો વધારાનો નફો મળી શકે છે.

તમારે કયા પ્લાનમાં રોકાણ કરવું જોઈએ?

* તમારે Direct Plan પસંદ કરવો જોઈએ જો:

તમને શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડની પાયાની જાણકારી હોય.

તમે જાતે રિસર્ચ કરીને તમારા માટે શ્રેષ્ઠ સ્કીમ શોધી શકતા હોવ.

તમે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા જાતે જ તમારો પોર્ટફોલિયો મેનેજ કરી શકતા હોવ.

* તમારે Regular Plan પસંદ કરવો જોઈએ જો:

તમે માર્કેટમાં એકદમ નવા છો અને કયા ફંડમાં પૈસા નાખવા તેની સમજ નથી.

તમારી પાસે રોકાણ પર નજર રાખવાનો અને પોર્ટફોલિયો રિવ્યૂ કરવાનો સમય નથી.

તમે કોઈ એક્સપર્ટની સાચી સલાહ માટે થોડું કમિશન ચૂકવવા તૈયાર છો.

જો તમે તમારા નાણાકીય નિર્ણયો જાતે લઈ શકતા હોવ, તો વેલ્થ ક્રિએશન માટે 'ડાયરેક્ટ મ્યુચ્યુઅલ ફંડ' હંમેશા શ્રેષ્ઠ વિકલ્પ છે. તે તમારા ખિસ્સામાંથી જતો વધારાનો ખર્ચ બચાવે છે. પરંતુ જો તમે બજારથી અજાણ છો, તો ખોટા ફંડમાં પૈસા નાખીને મોટું નુકસાન કરવા કરતાં કોઈ સારા સલાહકાર દ્વારા રેગ્યુલર ફંડમાં રોકાણ કરવું વધારે હિતાવહ છે.

આ પણ વાંચો- સ્કીન કેર માટે સમય નથી મળતો? ભાગદોડ ભરેલી લાઈફમાં અજમાવો ગુલાબ જળનું આ બેસ્ટ હોમમેડ ક્લિન્ઝર

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી અને એજ્યુકેશન હેતુ માટે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2026 12:52 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.