વિદેશ ફરવાના શોખીનો માટે ખુશખબર! ભારતીય પાસપોર્ટ બન્યો વધુ પાવરફુલ, હવે આ 56 દેશોમાં વિઝા વગર એન્ટ્રી
Henley Passport Index 2026: ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઉછાળો! ભારત 10 સ્થાનના કૂદકા સાથે 75મા ક્રમે પહોંચ્યું છે. હવે ભારતીયો 56 દેશોમાં વિઝા વિના પ્રવાસ કરી શકશે. વાંચો વિગતવાર અહેવાલ.
Henley Passport Index 2026: ભારતીય પાસપોર્ટ રેન્કિંગમાં મોટો ઉછાળો! ભારત 10 સ્થાનના કૂદકા સાથે 75મા ક્રમે પહોંચ્યું છે.
Henley Passport Index 2026: જો તમે પણ વિદેશ ફરવાના શોખીન છો અથવા બિઝનેસ માટે અવારનવાર વિદેશ જવું પડે છે, તો આ સમાચાર તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે. વર્ષ 2026 માં ભારતીય પાસપોર્ટની તાકાતમાં જબરદસ્ત વધારો થયો છે. ‘હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ' (Henley Passport Index) ના તાજેતરના રિપોર્ટ મુજબ, ભારતે ગ્લોબલ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. આ સુધારાનો સીધો ફાયદો એ થશે કે હવે ભારતીય નાગરિકો માટે દુનિયા ફરવી પહેલા કરતા વધુ સરળ બની જશે.
ભારતની લાંબી છલાંગ: 10 સ્થાનનો સુધારો
હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 ના આંકડાઓ ભારત માટે ગર્વ લેવા જેવા છે. ગયા વર્ષે ભારત આ યાદીમાં 85મા ક્રમે હતું, પરંતુ આ વખતે જોરદાર કમબેક કરીને ભારતે સીધો 10 સ્થાનનો કૂદકો લગાવ્યો છે અને 75મા સ્થાને પહોંચી ગયું છે.
આ રેન્કિંગ સુધરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે ભારતીય પાસપોર્ટ ધારકો દુનિયાના 56 દેશોમાં અગાઉથી વિઝા લીધા વગર જઈ શકશે. એટલે કે, તમારે આ દેશોમાં જવા માટે વિઝાની લાંબી પ્રોસેસમાંથી પસાર થવું નહીં પડે; તમે ‘વિઝા-ફ્રી' અથવા ત્યાં પહોંચીને ‘વિઝા-ઓન-અરાઇવલ'ની સુવિધાનો લાભ લઈ શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006 માં ભારતનો રેન્ક 71મો હતો, જે અત્યાર સુધીનો શ્રેષ્ઠ રેન્ક ગણાય છે.
દુનિયાના સૌથી શક્તિશાળી પાસપોર્ટ (Top 10 List)
વિશ્વ સ્તરે જોઈએ તો એશિયા અને યુરોપના દેશોનો દબદબો જોવા મળી રહ્યો છે. 2026 ના રેન્કિંગ મુજબ દુનિયાના સૌથી પાવરફુલ પાસપોર્ટની યાદી નીચે મુજબ છે:
ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને કેનેડા જેવા દેશોએ પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને ટોપ-10 માં સ્થાન મેળવ્યું છે.
ભારતીય પ્રવાસીઓ માટે શું બદલાશે?
આ રેન્કિંગ માત્ર એક નંબર નથી, પણ ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત છે. હેનલી ઇન્ડેક્સ કોઈ પણ દેશના પાસપોર્ટને એ આધારે રેન્ક આપે છે કે તે પાસપોર્ટ પર કેટલા દેશોમાં વિઝા વિના પ્રવેશ મળે છે. અગાઉ 2024 માં ભારત 80મા સ્થાને હતું અને પછી થોડું પાછળ ખસીને 85મા સ્થાને ગયું હતું. પરંતુ 2026 ના નવા આંકડા દર્શાવે છે કે ભારતની શાખ વૈશ્વિક સ્તરે વધી રહી છે.
હવે 56 દેશોમાં સરળ એન્ટ્રી મળવાને કારણે બિઝનેસ ટ્રિપ્સ ઝડપી બનશે અને પર્યટનને પણ વેગ મળશે. ભારતીય પાસપોર્ટની આ મજબૂતી સાબિત કરે છે કે વધુને વધુ દેશો હવે ભારતીય પ્રવાસીઓ માટે પોતાના દરવાજા ખોલી રહ્યા છે.