Gujarat Sports: ગુજરાત સરકારે વૈશ્વિક સ્તરે રમતગમતના મહાકુંભનું આયોજન કરવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. રાજ્ય સરકાર 2030 અથવા 2034ની કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ગંભીરતાથી પ્રયાસો શરૂ કર્યા છે. આ માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં દિલ્હીમાં બ્રિટિશ અધિકારીઓ સાથે મહત્વની બેઠકો યોજી હતી. આગામી દિવસોમાં તેઓ ગુજરાતના ત્રણ IAS અધિકારીઓ - અશ્વિની કુમાર, બંછાનિધિ પાની અને એમ. થેન્નારસન સાથે લંડનની મુલાકાત લેવાના છે, જ્યાં કોમનવેલ્થ ગેમ્સના આયોજનની શક્યતાઓ પર ચર્ચા થશે.
અમદાવાદની તૈયારી અને ગ્લોબલ ફોકસ
કોમનવેલ્થ ગેમ્સનું શેડ્યૂલ અને નવી પ્રોસેસ
2026ની કોમનવેલ્થ ગેમ્સ ગ્લાસગો, સ્કોટલેન્ડમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે. આ ગેમ્સમાં 10 રમતો અને ચાર વેન્યુનો સમાવેશ થશે. 2030 અને 2034ની ગેમ્સ માટે સાત દેશોએ રસ દાખવ્યો છે, જેમાં ભારત, કેનેડા અને નાઇજીરિયા 2030 માટે, જ્યારે ન્યૂઝીલેન્ડ સહિત બે દેશો 2034 માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. CGFએ નવી પ્રક્રિયા અપનાવી છે, જેમાં ઓછા ખર્ચે, હાલના વેન્યુનો ઉપયોગ અને સસ્ટેનેબલ આયોજન પર ફોકસ છે. આ પ્રક્રિયા હેઠળ, CGF 74 દેશોના એસોસિએશન્સ સાથે મળીને હોસ્ટ સિટી પસંદ કરશે, અને નવેમ્બર 2025માં ગ્લાસગોમાં યોજાનાર બેઠકમાં અંતિમ નિર્ણય લેવાશે.
સિંગાપોર અને મલેશિયા જેવા દેશોએ નાણાકીય કારણોસર ઉમેદવારી પાછી ખેંચી લીધી છે, જેનાથી અમદાવાદની દાવેદારી વધુ મજબૂત બની છે. ગુજરાત સરકારનું 2036ની ઓલિમ્પિક્સ માટે પણ તૈયારીનું પ્લાનિંગ ચાલુ છે, જે રાજ્યની રમતગમતની ઇવેન્ટ્સમાં વૈશ્વિક સ્તરે આગળ વધવાની ઇચ્છા દર્શાવે છે.
રમતગમતના નિષ્ણાતોનું માનવું છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આયોજનને સરળ બનાવશે. “ગુજરાતની ઓર્ગેનાઇઝેશનલ કેપેસિટી અને રાજ્ય સરકારનું સપોર્ટ અમદાવાદને મજબૂત દાવેદાર બનાવે છે,” એમ એક સ્પોર્ટ્સ એનાલિસ્ટે જણાવ્યું.