Gujarat weather forecast: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, વલસાડમાં 4 ઈંચ વરસાદ, 48 તાલુકામાં મેઘમહેર | Moneycontrol Gujarati
Get App

Gujarat weather forecast: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ, વલસાડમાં 4 ઈંચ વરસાદ, 48 તાલુકામાં મેઘમહેર

Gujarat weather forecast: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ, વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદ! 48 તાલુકામાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. વાંચો લેટેસ્ટ અપડેટ

અપડેટેડ 10:16:31 AM Aug 11, 2025 પર
Story continues below Advertisement
આ ઉપરાંત રાજ્યના 16 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, જ્યાં માત્ર 1-2 એમએમ વરસાદ પડ્યો.

Gujarat weather forecast: ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાએ વરસાદનો સૌથી વધુ હિસ્સો મેળવ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા પ્રમાણે, 10 ઓગસ્ટની સવારે 6 વાગ્યાથી 11 ઓગસ્ટની સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં રાજ્યના 48 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડમાં 4 ઈંચથી વધુ વરસાદે ધમાકેદાર હાજરી પુરાવી, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ ઝાપટાં લગાવ્યાં.

વલસાડમાં વરસાદનો રેકોર્ડ

છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ નીચે મુજબ છે:

* વલસાડ: 4.02 ઈંચ

* પારડી: 3.94 ઈંચ


* ઉમરગામ: 2.64 ઈંચ

* ધરમપુર: 0.75 ઈંચ

આ ઉપરાંત રાજ્યના 16 તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, જ્યાં માત્ર 1-2 એમએમ વરસાદ પડ્યો, જેને હવામાન ખાતાએ હાજરી તરીકે ગણાવ્યું.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, 11 ઓગસ્ટ 2025ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની શક્યતા છે. આ સાથે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદનો અંદાજ છે.

શું છે ગુજરાતનો મેઘમિજાજ?

થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાએ ફરીથી જોર પકડ્યું છે. રવિવારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘોએ ધબધબાટી બોલાવી, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી. જોકે, ભારે વરસાદની આગાહીને લઈને સ્થાનિક વહીવટીતંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 11, 2025 10:16 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.