ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ, આગાહીની વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી (દ્વારકા) થી 41 ડિગ્રી (રાજકોટ) સુધી નોંધાયું.
Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું, જે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. અમદાવાદમાં પણ તાપમાન 40.6 ડિગ્રીએ પહોંચ્યું છે. આવો, જાણીએ આજે ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ક્યાં વરસાદની શક્યતા છે.
ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો
ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ, આગાહીની વચ્ચે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રાજ્યમાં મહત્તમ તાપમાન 33.4 ડિગ્રી (દ્વારકા) થી 41 ડિગ્રી (રાજકોટ) સુધી નોંધાયું.
રાજકોટ: 41 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર.
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડવાની શક્યતા છે. જોકે, રાજ્યના અન્ય ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.
ચોમાસાનું આગમન ક્યારે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં વિધિવત ચોમાસું 15 જૂન 2025 પછી સક્રિય થવાની શક્યતા છે. હાલમાં રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે, જેના કારણે અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સપ્તાહમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.