Northeast rain update: અસમમાં ભારે વરસાદને કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલો અનુસાર, ભૂસ્ખલન અને પૂરને કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 78,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રોડ્સ અને ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેનાથી લોકોનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું છે.
Northeast rain update: ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ચોમાસાના આગમન સાથે ભારે વરસાદ અને પૂરે તબાહી મચાવી છે. અસમ, મિઝોરમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં સતત વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ રાજ્યોમાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને અલર્ટ જાહેર કર્યું છે. આ કુદરતી આફતે સમગ્ર નોર્થ-ઈસ્ટનું જનજીવન ખોરવી નાખ્યું છે.
અસમમાં 8 લોકોના મોત, 78000થી વધુ પ્રભાવિત
અસમમાં ભારે વરસાદને કારણે 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહેવાલો અનુસાર, ભૂસ્ખલન અને પૂરને કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે 78,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રોડ્સ અને ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જેનાથી લોકોનું રોજિંદું જીવન ખોરવાઈ ગયું છે.
#WATCH | Assam: Water level remains high in the Brahmaputra river, in Dibrugarh, following incessant rainfall in parts of Assam and its neighbouring states; Low-lying areas submerged due to rise in water level pic.twitter.com/8OahgOyt9i
મિઝોરમમાં ભારે વરસાદે ભૂસ્ખલનનું જોખમ વધાર્યું છે. આ ભૂસ્ખલનમાં 4 લોકોના મોત થયા છે, જેમાંથી 3 મ્યાનમારના શરણાર્થીઓ હતા. એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. રાજ્યમાં વરસાદથી સંબંધિત મોતનો આંકડો હવે પાંચ સુધી પહોંચ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કામગીરીમાં લાગેલું છે.
મેઘાલયમાં ત્રણ દિવસમાં 6 લોકોના મોત
મેઘાલયમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. બે યુવતીઓના વીજળી પડવાથી મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ પૂરના પાણીમાં ડૂબી ગયો. છેલ્લા ત્રણ દિવસમાં કુલ છ લોકોના મોત થયા છે. ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને કારણે 49 ગામોના આશરે 1,100 લોકો પ્રભાવિત થયા છે. ઘણા વિસ્તારોમાં પાવર સપ્લાય પણ ખોરવાઈ ગયો છે.
અરુણાચલ પ્રદેશમાં નવ લોકોના મોત, CMએ કરી રાહતની જાહેરાત
અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલનને કારણે નવ લોકોના મોત થયા છે, જેમાંથી સાત પૂર્વી કામેંગમાં અને બે ઝીરો વેલીમાં થયા. મુખ્યમંત્રી પેમા ખાંડુએ દુખ વ્યક્ત કરીને પીડિત પરિવારો માટે રૂ. 4 લાખની સહાયની જાહેરાત કરી છે. હવામાન વિભાગે 1થી 5 જૂન સુધી ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની આગાહી કરી છે, જે 5 અને 6 જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા છે.
ઈમ્ફાલમાં પૂરની સ્થિતિ, ટ્રાફિક અને રોજિંદું જીવન ખોરવાયું
મણિપુરના ઈમ્ફાલમાં સતત વરસાદે પૂર જેવી સ્થિતિ સર્જી છે. શહેરના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે, જેનાથી ટ્રાફિક ખોરવાઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયું છે. ડ્રેનેજ સિસ્ટમની અપૂરતી વ્યવસ્થાને કારણે લોકોને પોતાનો સામાન બચાવવા માટે ઈમરજન્સી પગલાં લેવા પડ્યા છે.
સિક્કિમમાં 1,500 પર્યટકો ફસાયા
સિક્કિમમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે મુખ્ય રોડ બંધ થઈ ગયા છે, જેના કારણે ઉત્તર સિક્કિમમાં લગભગ 1,500 પર્યટકો ફસાઈ ગયા છે. તીસ્તા નદીમાં પાણીનું સ્તર વધવાથી આઠ પર્યટકોની શોધખોળ માટેનું રેસ્ક્યૂ ઓપરેશન સ્થગિત કરવામાં આવ્યું છે. મંગન જિલ્લામાં ગુરુવારે રાત્રે એક વાહન નદીમાં પડી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે બે લોકો ઘાયલ થયા હતા અને આઠ લોકો ગુમ થયા છે.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત એજન્સીઓ બચાવ કામગીરીમાં જોડાયેલી છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.