યુપીની સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ! અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું ‘હિજાબ ઈસ્લામનો જરૂરી હિસ્સો નથી', જાણો સમગ્ર મામલો | Moneycontrol Gujarati
Get App

યુપીની સ્કૂલોમાં હિજાબ પર પ્રતિબંધ! અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું ‘હિજાબ ઈસ્લામનો જરૂરી હિસ્સો નથી', જાણો સમગ્ર મામલો

Allahabad High Court on Hijab: ઉત્તર પ્રદેશની સ્કૂલોમાં હિજાબ પહેરવાને લઈને અલાહાબાદ હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે હિજાબ ઈસ્લામનો જરૂરી હિસ્સો નથી. સ્કૂલના ડ્રેસ કોડ અને શિસ્તનું પાલન કરવું દરેક વિદ્યાર્થી માટે ફરજિયાત છે.

અપડેટેડ 12:41:56 PM Aug 25, 2026 પર
Story continues below Advertisement
અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે સ્કૂલ પ્રશાસન તેને યુનિફોર્મની સાથે માથા પર સ્કાર્ફ પહેરવાની મંજૂરી આપે. વિદ્યાર્થિનીનો દાવો હતો કે તે ધોરણ 6થી જ સ્કાર્ફ પહેરતી આવી છે અને આ ઈસ્લામિક પરંપરાનો એક મહત્વનો ભાગ છે.

Allahabad High Court on Hijab: ઉત્તર પ્રદેશમાં સ્કૂલ યુનિફોર્મ અને હિજાબને લઈને એક મોટો અને મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. અલાહાબાદ હાઈકોર્ટે એક મુસ્લિમ વિદ્યાર્થિનીની તે અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે સ્કૂલ યુનિફોર્મ સાથે હિજાબ પહેરીને ક્લાસમાં બેસવાની મંજૂરી માંગી હતી. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હિજાબ પહેરવો એ ઈસ્લામિક આસ્થાનો કોઈ અનિવાર્ય હિસ્સો નથી.

શું હતો સમગ્ર મામલો?

આ મામલો પ્રયાગરાજના અતરસુઇયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ટાગોર પબ્લિક સ્કૂલનો છે. અહીં ભણતી સુકૈના રિઝવી નામની વિદ્યાર્થિનીએ પોતાની માતા મારફતે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુકૈનાએ આ જ સ્કૂલમાંથી ધોરણ 10ની પરીક્ષા પાસ કરી છે અને હવે તે ધોરણ 11માં એડમિશન લઈ રહી છે. અરજીમાં એવી માંગ કરવામાં આવી હતી કે સ્કૂલ પ્રશાસન તેને યુનિફોર્મની સાથે માથા પર સ્કાર્ફ પહેરવાની મંજૂરી આપે. વિદ્યાર્થિનીનો દાવો હતો કે તે ધોરણ 6થી જ સ્કાર્ફ પહેરતી આવી છે અને આ ઈસ્લામિક પરંપરાનો એક મહત્વનો ભાગ છે.

હાઈકોર્ટે શું કહ્યું?

જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઈન્દ્રજીત શુક્લની બેન્ચે આ મામલે સુનાવણી કરતા અરજી ફગાવી દીધી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં કેટલીક અત્યંત મહત્વની બાબતો નોંધી છે:


ફોટોગ્રાફ્સનું અવલોકન: કોર્ટે કહ્યું કે, "અમે અલગ-અલગ ક્લાસના ફોટા જોયા છે. આખી સ્કૂલમાં માત્ર આ એક છોકરી સિવાય કોઈએ હિજાબ નથી પહેર્યો. એટલું જ નહીં, તેના જ ધર્મમાંથી આવતી અન્ય કોઈ વિદ્યાર્થિનીઓએ પણ હિજાબ પહેર્યો નથી."

આસ્થા ખતરામાં નહીં પડે: કોર્ટે અન્ય હાઈકોર્ટના ચુકાદાઓનો હવાલો આપતા કહ્યું કે, અગાઉ પણ જ્યારે આવા મુદ્દા ઉઠ્યા છે ત્યારે તમામ કોર્ટનો મત એક જ રહ્યો છે કે હિજાબ ઈસ્લામનો જરૂરી ભાગ નથી. જો કોઈ મહિલા હિજાબ ન પહેરે તો તેનાથી તેનો ધર્મ કે આસ્થા ખતરામાં નથી પડી જતી.

માત્ર એક દાવો: 21 ઓગસ્ટના રોજ અપાયેલા ચુકાદામાં કોર્ટે નોંધ્યું કે, અરજીમાં હિજાબને ધાર્મિક પ્રથા ગણાવવી એ માત્ર એક દાવો જ છે.

સ્કૂલના નિયમો અને શિસ્ત સર્વોપરી

ખાનગી સ્કૂલોના નિયમો વિશે કોર્ટે મોટી સ્પષ્ટતા કરી છે. કોર્ટે કહ્યું કે જો કોઈ સ્કૂલનો ડ્રેસ કોડ ભેદભાવ વગર તમામ માટે સરખો હોય અને તે શિસ્ત જાળવવા માટે બનાવવામાં આવ્યો હોય, તો તેને લાગુ કરવાનો સંસ્થાને પૂરો અધિકાર છે. સરકારી મદદ વગર ચાલતી પ્રાઈવેટ સ્કૂલો પોતાના પરિસરમાં સમાન ડ્રેસ કોડ ફરજિયાત કરી શકે છે.

કોર્ટે આદેશમાં સાફ કર્યું છે કે જો વિદ્યાર્થીઓને તેમની અંગત પસંદગી કે ધર્મના આધારે યુનિફોર્મમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવે, તો સ્કૂલ યુનિફોર્મનો મૂળ હેતુ જ ખતમ થઈ જશે. આવું કરવાથી સ્કૂલના નિયમો અને શિસ્ત જાળવવાનો અધિકાર સ્કૂલ મેનેજમેન્ટના હાથમાંથી નીકળીને વ્યક્તિગત વિદ્યાર્થીઓના હાથમાં જતો રહેશે. આથી, નક્કી કરેલા સ્કૂલ યુનિફોર્મનું પાલન કરવું દરેક માટે જરૂરી છે.

આ પણ વાંચો - NHB new rules: મંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યોને હવે નહીં મળે બાગાયતી સબસિડી, કેન્દ્ર સરકારે બદલ્યા NHBના નિયમો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 25, 2026 12:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.