હાલમાં ભારતની કુલ બિજળી ઉત્પાદન ક્ષમતા 484.8 ગીગાવોટ છે, જેમાંથી 242.8 ગીગાવોટ એટલે કે 50% બિજળી નોન-ફોસિલ સોર્સ જેવા કે સોલર, વિન્ડ અને હાઈડ્રો પાવરથી ઉત્પન્ન થઈ રહી છે.
Green Energy: ભારતે ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. નેશનલ ક્લાઈમેટ એક્શન પ્લાન હેઠળ 2030 સુધીમાં કુલ બિજળી ઉત્પાદન ક્ષમતામાં 50% નોન-ફોસિલ ફ્યુઅલ સોર્સનો હિસ્સો હાંસલ કરવાનું લક્ષ્ય હતું, જે ભારતે 2025માં જ પૂરું કરી લીધું છે. ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટર પ્રલ્હાદ જોશીએ આ ઉપલબ્ધિની જાણકારી આપી છે.
ભારતની ઉપલબ્ધિ
હાલમાં ભારતની કુલ બિજળી ઉત્પાદન ક્ષમતા 484.8 ગીગાવોટ છે, જેમાંથી 242.8 ગીગાવોટ એટલે કે 50% બિજળી નોન-ફોસિલ સોર્સ જેવા કે સોલર, વિન્ડ અને હાઈડ્રો પાવરથી ઉત્પન્ન થઈ રહી છે. આ એક મોટી સફળતા છે, જે ભારતના ગ્રીન એનર્જી પ્રત્યેના સમર્પણને દર્શાવે છે.
મંત્રી પ્રલ્હાદ જોશીનું નિવેદન
સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રલ્હાદ જોશીએ જણાવ્યું, “જ્યારે વિશ્વ ક્લાઈમેટ સોલ્યુશન્સની શોધમાં છે, ત્યારે ભારત રાહ બતાવી રહ્યું છે. દરેક ભારતીય માટે આ ગર્વની ક્ષણ છે કે ભારતે 50% બિજળી નોન-ફોસિલ ફ્યુઅલથી ઉત્પન્ન કરવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે.” તેમણે વધુમાં કહ્યું કે, “પીએમ મોદીના નેતૃત્વમાં ભારતનું ગ્રીન ટ્રાન્સફોર્મેશન આગળ વધી રહ્યું છે, જે આત્મનિર્ભર અને સસ્ટેનેબલ ભવિષ્યનો માર્ગ બતાવે છે.”
In a world seeking climate solutions, India is showing the way. Achieving 50% non-fossil fuel capacity five years ahead of the 2030 target is a proud moment for every Indian. Hon'ble PM Shri @narendramodi ji’s leadership continues to drive Bharat’s green transformation — paving… pic.twitter.com/ydzWErWQNC
ગ્રીન એનર્જી એટલે એવા એનર્જી સોર્સ કે જે નવીનીકરણીય, સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ હોય. આમાં સોલર એનર્જી, વિન્ડ એનર્જી, હાઈડ્રો એનર્જી જેવા સોર્સનો સમાવેશ થાય છે, જે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડે છે. પરંપરાગત એનર્જી સોર્સ જેવા કે કોલસો, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને ક્લાઈમેટ ચેન્જનું કારણ બને છે. ગ્રીન એનર્જી આ સમસ્યાનો ઉકેલ લાવે છે.
આ સિદ્ધિ શા માટે મહત્વની?
ક્લાઈમેટ ચેન્જના ગંભીર પરિણામોને રોકવા માટે વિશ્વભરના દેશો ફોસિલ ફ્યુઅલનો ઉપયોગ ઘટાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. ભારતે સોલર, વિન્ડ અને અન્ય રિન્યુએબલ સોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરીને આ દિશામાં મોટું પગલું ભર્યું છે. આ સિદ્ધિ ન માત્ર ભારતની પર્યાવરણ પ્રત્યેની જવાબદારી દર્શાવે છે, પરંતુ વૈશ્વિક સ્તરે પણ એક ઉદાહરણ પૂરું પાડે છે.