અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી: ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત | Moneycontrol Gujarati
Get App

અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક સમજૂતી: ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત, ઈરાનને મળશે અત્યાર સુધીની સૌથી મોટી રાહત

US Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક શાંતિ કરાર થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડી ખોલવા અને ઈરાનને મોટી આર્થિક રાહત આપવાની જાહેરાત કરી છે. જાણો સમગ્ર ડીલ.

અપડેટેડ 09:57:42 AM Jun 15, 2026 પર
Story continues below Advertisement
US Iran Deal: અમેરિકા અને ઈરાન વચ્ચે 14 શરતો પર ઐતિહાસિક શાંતિ કરાર થવા જઈ રહ્યો છે.

US Iran Deal: દુનિયા માટે એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો લાંબો તણાવ હવે ખતમ થવા જઈ રહ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર પર સહમતી બની ગઈ છે. આવતા રવિવારે આ કરાર પર સત્તાવાર રીતે સહી કરવામાં આવશે.

આ સમજૂતીથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) ને તાત્કાલિક ફરીથી ખોલવાનો રસ્તો ક્લિયર થઈ ગયો છે.

જૂના કરાર કરતા કઈ રીતે અલગ છે આ ડીલ?

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ડીલ અંગે માહિતી આપતા તેની સરખામણી પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સમયમાં થયેલા પરમાણુ કરાર સાથે કરી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે, ઓબામાના સમયના કરાર કરતા આ નવી ડીલ એકદમ અલગ અને મજબૂત છે. આ નવી સમજૂતીથી એ વાત પાક્કી થઈ જશે કે ઈરાન ભવિષ્યમાં ક્યારેય પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં.

ઈરાન અને અમેરિકા વચ્ચે નક્કી થયેલી 14 મોટી શરતો:


ઈરાનની ન્યૂઝ એજન્સીઓ પાસેથી મળતી લેટેસ્ટ માહિતી મુજબ, આ બંને દેશો વચ્ચેનો કરાર કુલ 14 શરતો પર આધારિત છે. જે નીચે મુજબ છે:

1) ઓઇલ નિકાસને છૂટ: ઈરાનના ક્રૂડ ઓઇલ અને પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ પર લાગેલા તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.

2) બેંકિંગ એક્સેસ: ઈરાન ફરીથી વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ અને પોતાના ફસાયેલા નાણાકીય સંસાધનોનો ઉપયોગ કરી શકશે.

3) 24 અબજ ડોલરનું ફંડ મળશે: અમેરિકાએ ફ્રીઝ કરેલા ઈરાનના 24 અબજ ડોલર મુક્ત કરાશે. શરત મુજબ, વાતચીત શરૂ થતા પહેલા જ તેમાંથી 12 અબજ ડોલર ઈરાનને આપી દેવા પડશે.

4) 300 અબજ ડોલરનું પેકેજ: અમેરિકા અને તેના મિત્ર દેશો ઈરાનના વિકાસ અને પુનર્નિર્માણ માટે 300 અબજ ડોલરના પ્રોજેક્ટ્સ લાવશે.

5) યુદ્ધવિરામ: લેબનાન સહિતના તમામ સૈન્ય મોરચે ચાલી રહેલું યુદ્ધ કાયમ માટે બંધ કરવામાં આવશે.

6) આંતરિક બાબતોમાં દખલ નહીં: અમેરિકા ઈરાનના સાર્વભૌમત્વનું સન્માન કરશે અને તેની આંતરિક બાબતોમાં કોઈ માથું મારશે નહીં.

7) નૌકાદળની નાકાબંધી ખતમ: ઈરાનની આસપાસ અમેરિકાએ લગાવેલી નૌકાદળની નાકાબંધી 30 દિવસમાં સંપૂર્ણપણે હટાવી લેવાશે.

8) અમેરિકન સેનાની વાપસી: ઈરાનની સરહદો અને આસપાસના વિસ્તારોમાંથી અમેરિકન સૈન્ય પાછું ફરશે.

9) હોર્મુઝની ખાડી ખુલશે: માત્ર 30 દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી વ્યાપારી જહાજો માટે ખોલી દેવાશે, જેની દેખરેખ ઈરાન કરશે.

10) 60 દિવસની ડેડલાઈન: પ્રતિબંધો કાયમી ધોરણે હટાવવા અને ફાઈનલ ડીલ માટે 60 દિવસનો સત્તાવાર સમયગાળો નક્કી કરાયો છે.

11) પરમાણુ હથિયાર ન બનાવવાનું વચન: ઈરાન દુનિયા સમક્ષ ફરીથી વચન આપશે કે તે NPT સંધિ મુજબ કોઈ પરમાણુ હથિયાર નહીં બનાવે.

12) કોઈ નવા પ્રતિબંધો નહીં: આ 60 દિવસની વાતચીત દરમિયાન અમેરિકા મિડલ ઈસ્ટમાં પોતાની સેના વધારશે નહીં અને ઈરાન પર કોઈ નવો આર્થિક પ્રતિબંધ પણ નહીં લગાવે.

13) UNની દેખરેખ: આ ડીલનું પાલન થાય તે માટે એક મોનિટરિંગ સિસ્ટમ બનશે અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની મંજૂરી મળશે.

14) મિસાઇલ પ્રોગ્રામ ડીલની બહાર: સૌથી નોંધપાત્ર વાત એ છે કે, ઈરાનનો પોતાનો મિસાઇલ પ્રોગ્રામ અને સ્થાનિક જૂથોને આપવામાં આવતો સપોર્ટ આ ડીલનો હિસ્સો નથી.

ઈરાનની કડક ચેતવણી

રિપોર્ટ્સ મુજબ, ઈરાન પોતાની શરતો પર અડગ છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમેરિકા શરૂઆતના 12 અબજ ડોલર રિલીઝ નહીં કરે, ઓઇલ પરના પ્રતિબંધો નહીં હટાવે અને નૌકાદળની નાકાબંધી ખતમ નહીં કરે, ત્યાં સુધી ફાઈનલ સ્ટેજની સત્તાવાર મીટિંગ શરૂ થશે નહીં.

આ ડીલ જો સફળ રહેશે તો મિડલ ઈસ્ટ સહિત સમગ્ર દુનિયાના અર્થતંત્ર અને શાંતિ માટે આ એક ઐતિહાસિક અને ગેમ-ચેન્જર પગલું સાબિત થશે.

આ પણ વાંચો- શેરબજારમાં તોફાની તેજી: માર્કેટ ખુલતા જ 5 સેકન્ડમાં રોકાણકારો કમાયા 8 લાખ કરોડ, સેન્સેક્સમાં 1293 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 24000ને પાર

MoneyControl News

MoneyControl News

First Published: Jun 15, 2026 9:57 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.