‘મેં વચ્ચે પડીને ભારત-પાક પરમાણુ યુદ્ધ રોક્યું, નહીંતર 3.5 કરોડ લોકો મર્યા હોત’, ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો દાવો
Donald Trump on India Pakistan War: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારતનું ‘ઓપરેશન સિંદૂર' રોકાવીને 3.5 કરોડ લોકોના જીવ બચાવ્યા છે. વાંચો ટ્રમ્પના દાવાની પૂરી વિગત.
Donald Trump on India Pakistan War: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે મે 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું.
Donald Trump on India Pakistan War: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને લઈને મોટો ધડાકો કર્યો છે. બુધવારે પોતાના ‘સ્ટેટ ઓફ ધ યુનિયન' સંબોધન દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે ભયાનક પરમાણુ યુદ્ધ (Nuclear War) થતું અટકાવ્યું હતું. ટ્રમ્પના કહેવા મુજબ, જો તેમણે યોગ્ય સમયે દખલ ન કરી હોત તો કરોડો લોકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત.
‘મેં 3.5 કરોડ લોકોના જીવ બચાવ્યા'
ટ્રમ્પે સાંસદોને સંબોધતા કહ્યું કે વર્ષ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય તણાવ ચરમસીમા પર હતો. એ સમયે મારી કૂટનીતિના કારણે જ એક મોટું યુદ્ધ ટળી ગયું. ટ્રમ્પે ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, "પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે મને પોતે કહ્યું હતું કે જો અમેરિકા વચ્ચે ન આવ્યું હોત તો પાકિસ્તાનમાં લગભગ 3.5 કરોડ (35 મિલિયન) લોકો માર્યા ગયા હોત."
ભારતનું ‘ઓપરેશન સિંદૂર' અને પાકિસ્તાનનું ટેન્શન
આ ભાષણમાં ટ્રમ્પે ભારતની એક લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો જેને તેમણે ‘ઓપરેશન સિંદૂર' ગણાવ્યું. ટ્રમ્પના દાવા મુજબ મે 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ સુધી લશ્કરી સંઘર્ષ ચાલ્યો હતો. આ દરમિયાન પાકિસ્તાન સંપૂર્ણપણે ‘બેકફૂટ' પર હતું અને ભારત આક્રમક મૂડમાં હતું.
ટ્રમ્પે કહ્યું કે તેમણે ભારતનું ‘ઓપરેશન સિંદૂર' અટકાવ્યું અને બંને દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) કરાવ્યો. તેમણે કહ્યું કે આ પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે જો યુદ્ધ ન અટક્યું હોત તો પરમાણુ હુમલો થવાની પૂરેપૂરી શક્યતા હતી.
#WATCH | Addressing the 2026 State of the Union, United States President Donald Trump says, "... In my first 10 months, I ended eight wars... Pakistan and India would have had a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for… pic.twitter.com/GnrgJKtjID
ડોનાલ્ડ ટ્રમ્પ મે 2025થી સતત એવો દાવો કરતા આવ્યા છે કે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે ફોન પર વાત કરીને મામલો શાંત પાડ્યો હતો. ટ્રમ્પે કહ્યું કે તેમના હસ્તક્ષેપને કારણે જ બંને દેશો શાંતિ જાળવવા માટે રાજી થયા હતા. સીઝફાયર સમજૂતી હેઠળ તેમણે એ પણ સુનિશ્ચિત કર્યું હતું કે તમામ બંધકોને (જીવિત કે મૃત) તેમના ઘરે પરત લાવવામાં આવે.
‘મેં 10 મહિનામાં 8 યુદ્ધ રોક્યા'
પોતાની પીઠ થાબડતા ટ્રમ્પે કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકેના તેમના આ કાર્યકાળના પહેલા 10 મહિનામાં તેમણે દુનિયાભરમાં ચાલી રહેલા 8 જેટલા યુદ્ધોનો અંત લાવ્યો છે. આ ઉપરાંત, તેમણે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ વિશે પણ વાત કરી. ટ્રમ્પે દાવો કર્યો કે જો જો બાઈડનની જગ્યાએ તેઓ રાષ્ટ્રપતિ હોત, તો રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ જ ન થયું હોત. અમેરિકા અત્યારે પણ આ સંઘર્ષને પૂરો કરવા માટે પ્રયત્નો કરી રહ્યું છે.