India USA Trade Deal: ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ જોઈએ છે? તો અમેરિકાની આ ખાસ શરત માનવી પડશે! | Moneycontrol Gujarati
Get App

India USA Trade Deal: ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ જોઈએ છે? તો અમેરિકાની આ ખાસ શરત માનવી પડશે!

India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં ટેક્સટાઈલ સેક્ટર માટે મોટા સમાચાર. શું ભારતને બાંગ્લાદેશ જેવો '0' ટેરિફનો લાભ મળશે? જાણો અમેરિકાએ કઈ શરત મૂકી છે અને પીયૂષ ગોયલે શું મોટો ખુલાસો કર્યો છે. વાંચો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 01:20:54 PM Feb 13, 2026 પર
Story continues below Advertisement
India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં ટેક્સટાઈલ સેક્ટર માટે મોટા સમાચાર.

India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો અને વેપાર હાલમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર કરારની જાહેરાત કરી તેને 10 દિવસ વીતી ગયા છે, છતાં તેને લઈને અલગ-અલગ તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. જોકે, આ દરમિયાન ભારતીય નિકાસકારો (Exporters) માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાએ કરારની 'ફેક્ટ શીટ'માં કેટલાક સુધારા કરીને ભારતને અમુક શરતોમાં મોટી છૂટ આપી છે.

ટેક્સટાઈલ સેક્ટર માટે '0' ટેરિફની આશા

ભારતના વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે નિકાસકારોને સારા સમાચાર આપતા કહ્યું કે, ભારતીય કાપડ ઉદ્યોગ (Textile Sector) ને અમેરિકામાં મોટો ફાયદો મળી શકે છે. તેમણે સંકેત આપ્યો છે કે ટૂંક સમયમાં ભારતીય કાપડ પર પણ અમેરિકામાં ‘શૂન્ય ટેરિફ' (Zero Tariff) લાગુ થઈ શકે છે.

અત્યાર સુધી બાંગ્લાદેશને અમેરિકા સાથેના વેપાર કરારનો મોટો ફાયદો મળતો હતો, જેના કારણે ભારતીય નિકાસકારોને સ્પર્ધામાં ટકી રહેવું મુશ્કેલ બનતું હતું. પરંતુ હવે પીયૂષ ગોયલના નિવેદન બાદ ભારતીય વેપારીઓમાં નવી આશા જાગી છે.

અમેરિકાએ કઈ શરત મૂકી છે?


પીયૂષ ગોયલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જો ભારતને પણ બાંગ્લાદેશ જેવો ‘0' ટેરિફનો લાભ જોઈતો હોય, તો એક પ્રક્રિયા અનુસરવી પડશે. શરત મુજબ, ભારતે અમેરિકામાંથી કાચો માલ (Raw Material) ખરીદવો પડશે, તેનું ભારતમાં પ્રોસેસિંગ કરીને કાપડ તૈયાર કરવું પડશે અને પછી તે તૈયાર થયેલું કાપડ પાછું અમેરિકા નિકાસ કરવાનું રહેશે. જો આમ કરવામાં આવે તો તેના પર કોઈ ટેરિફ કે ટેક્સ લાગશે નહીં.

હાલમાં જે વચગાળાનો કરાર (Interim Deal) થયો છે તેમાં આ બાબતનો સમાવેશ નથી થયો, પરંતુ જ્યારે બંને દેશો વચ્ચે ‘ફાઈનલ ડીલ' એટલે કે અંતિમ કરાર થશે ત્યારે આ નિયમ લાગુ કરવામાં આવશે. મંત્રીશ્રીએ ખાતરી આપી છે કે જ્યારે આખી ડીલ તૈયાર થઈ જશે ત્યારે દરેક ઝીણવટભરી વિગત સામે આવશે.

500 અબજ ડોલરની શરતમાં રાહત

અમેરિકાએ કરારની ફેક્ટશીટમાં ભારત માટે એક મોટી રાહત આપી છે. અગાઉ એવી વાત હતી કે ભારતે અમેરિકા પાસેથી ફરજિયાતપણે 500 અબજ ડોલરથી વધુની પ્રોડક્ટ્સ ખરીદવી પડશે. આ શરત ‘બંધનકર્તા' હતી. પરંતુ નવી સુધારેલી ફેક્ટશીટમાં આ શરતને હળવી કરવામાં આવી છે. હવે તેને માત્ર ‘ખરીદવાનો ઈરાદો' કે યોજના તરીકે દર્શાવવામાં આવી છે. મતલબ કે ભારત પર હવે આ ખરીદીનું કોઈ કડક દબાણ રહેશે નહીં. આ ઉપરાંત, દસ્તાવેજમાંથી દાળો અને કૃષિ જેવા શબ્દો પણ હટાવી લેવામાં આવ્યા છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે 7 ફેબ્રુઆરી 2026 ના રોજ બંને દેશોએ બહાર પાડેલું સંયુક્ત નિવેદન જ આ વેપાર કરારનો મુખ્ય આધાર ગણાશે.

ટ્રમ્પ માટે કોલસાની નિકાસ મહત્વની

બીજી બાજુ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ કરારને ઐતિહાસિક ગણાવી રહ્યા છે. ‘ચેમ્પિયન ઓફ કોલ' કાર્યક્રમમાં તેમણે કહ્યું કે આ ડીલથી અમેરિકાના કોલસા ઉદ્યોગને નવું જીવન મળશે. ટ્રમ્પના મતે, અમેરિકા દુનિયાનો નંબર-1 એનર્જી ઉત્પાદક દેશ બની ગયો છે. ભારત, જાપાન અને દક્ષિણ કોરિયા સાથેના કરારોને લીધે અમેરિકન કોલસાની નિકાસ વધશે અને વૈશ્વિક બજારમાં અમેરિકાનો દબદબો વધશે.

આ પણ વાંચો- વિદેશ ફરવાના શોખીનો માટે ખુશખબર! ભારતીય પાસપોર્ટ બન્યો વધુ પાવરફુલ, હવે આ 56 દેશોમાં વિઝા વગર એન્ટ્રી

MoneyControl News

MoneyControl News

First Published: Feb 13, 2026 1:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.