ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે ભારત સરકારનું મોટું પગલું, કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબર જાહેર
ઈરાનમાં ચાલી રહેલા તણાવપૂર્ણ સંજોગોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી છે. સોમવારે રાત્રે પ્રથમ બેચમાં 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા હતા.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા માટે ભારત સરકારે તાત્કાલિક પગલાં લીધાં છે. ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં રહેતા અથવા ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે 24x7 કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. સાથે જ, સરકારે ઈમરજન્સી હેલ્પલાઈન નંબરો અને ઈ-મેઈલ આઈડી પણ જાહેર કર્યા છે, જેથી ભારતીયો અને તેમના પરિવારજનો સરળતાથી મદદ મેળવી શકે.
ઈરાનથી ભારતીયોને બહાર કાઢવાની કામગીરી શરૂ
ઈરાનમાં ચાલી રહેલા તણાવપૂર્ણ સંજોગોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી છે. સોમવારે રાત્રે પ્રથમ બેચમાં 100 ભારતીય નાગરિકોને ઈરાનથી રોડ માર્ગે આર્મેનિયા મોકલવામાં આવ્યા હતા. આ કામગીરી નવી દિલ્હી અને તેહરાન વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ શક્ય બની છે. આગામી દિવસોમાં વધુ ભારતીયોને સુરક્ષિત સ્થળે ખસેડવાની યોજના છે.
કંટ્રોલ રૂમ અને હેલ્પલાઈન નંબરની વિગતો
ભારતીય વિદેશ મંત્રાલયે ઈરાનમાં ફસાયેલા ભારતીયોને મદદ કરવા માટે દિલ્હીમાં 24 કલાક ચાલતો કંટ્રોલ રૂમ સ્થાપ્યો છે. આ કંટ્રોલ રૂમ દ્વારા ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનોને માહિતી અને સહાય પૂરી પાડવામાં આવશે. સરકારે નીચે મુજબના હેલ્પલાઈન નંબરો અને ઈ-મેઈલ આઈડી જાહેર કર્યા છે:
આ નંબરો પર સંપર્ક કરીને ભારતીય નાગરિકો અથવા તેમના પરિવારજનો ઈરાનમાં ફસાયેલા લોકોની સ્થિતિ અંગે માપે થઈ શકે છે.
ભારત સરકારની સતર્કતા અને રાજદ્વારી પ્રયાસો
ઈરાન-ઈઝરાયલ યનની અસરને ધ્યાને લઈને ભારત સરકારે ઈરાનમાં રહેતા લગભગ હજારો ભારતીયોની સુરક્ષા માટે રાજદ્વારી સ્તરે પણ સક્રિય પગલાં લીધાં છે. ભારતીય દૂતાવાસે તેહરાન, બંદર અબ્બાસ અને ઝાહેદાનમાં ઈમરજન્સી હેલ્પલાઈન શરૂ કરી છે, જે ભારતીયોને સતત સહાય પૂરી પાડી રહી છે. આ સિવાય આર્મેનિયા જેવા સરક્ષિરત સ્થળો પર ભારતીય નાગરિકોને ખસેડવાની પ્રક્રિયા ચાલી રહી છે.