T20 World Cup 2024 champions: T20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ક્રિકેટ ટીમ આખરે ત્રણ દિવસ સુધી બાર્બાડોસમાં ફસાયા બાદ ગ્રાન્ટલી એડમ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે બુધવારે (3 જુલાઈ) દિલ્હી જવા રવાના થઈ. આ ફ્લાઈટમાં ભારતીય ટીમ, તેનો સપોર્ટ સ્ટાફ, ખેલાડીઓના પરિવારો, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના કેટલાક અધિકારીઓ અને ભારતીય મીડિયાના કેટલાક સભ્યો છે. BCCI દ્વારા આ વિશેષ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે 29 જૂને ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે સાત રનથી રોમાંચક જીત મેળવીને ટાઇટલ જીત્યું હતું.
એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 4.50 વાગ્યે ઉપડશે અને ગુરુવારે IST સવારે 6.20 વાગ્યે દિલ્હી પહોંચશે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ચાર્ટર્ડ ફ્લાઈટ ઉપડતા પહેલા ઈન્સ્ટાગ્રામ પર ટ્રોફી સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે, "ઘરે આવી રહ્યા છે."
પીએમ મોદીને મળશે ખેલાડીઓ
નવી દિલ્હી પહોંચવાના થોડા કલાકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. 11 વર્ષના ICC ટ્રોફીના દુષ્કાળને સમાપ્ત કરનાર વિજેતા ટીમના સન્માનમાં મુંબઈમાં રોડ શોનું આયોજન પણ છે. વડા પ્રધાન મોદી ગુરુવારે (4 જુલાઈ) સવારે 11 વાગ્યે દિલ્હીમાં રોહિત શર્માની આગેવાની હેઠળ T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ટીમને મળશે. ત્યારબાદ ખુલ્લી બસ પરેડ માટે મુંબઈ જશે.
બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, "બીસીસીઆઈ દ્વારા ભાડે લેવામાં આવેલી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટમાં ટીમ બાર્બાડોસથી રવાના થઈ છે. ત્યાં (બાર્બાડોસ) ફસાયેલા ભારતીય પત્રકારો પણ આ જ ફ્લાઈટ દ્વારા આવી રહ્યા છે. વિમાન સવારે 6 વાગ્યે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. કાલે ટીમ સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદીને મળશે. ત્યારબાદ ટીમ નરીમાન પોઈન્ટ જશે અને પછી અમે ખેલાડીઓનું સન્માન કરીશું.
VIDEO | Here's what Rajya Sabha MP and BCCI vice-president Rajeev Shukla (@ShuklaRajiv) said on T20 World Cup winning Team India's return to the country. "The team has left from Barbados on a special Air India flight hired by the BCCI. The Indian journalists who were stuck there… pic.twitter.com/J5SngmVsqL