Islamic NATO: કતારની રાજધાની ડોહા પર ઇઝરાયલના હવાઈ હુમલાના કારણે મુસ્લિમ દેશોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. આ હુમલામાં હમાસના કેટલાક લીડર્સ અને કતારી સિક્યુરિટી ઓફિસરનું મોત થયું હતું. ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ અન્ય દેશોને પણ ટાર્ગેટ કરવાની ધમકી આપી છે, જેનાથી પ્રદેશમાં તણાવ વધ્યો છે.
આ વચ્ચે, પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાજા આસિફે મોટી માંગ કરી છે. તેઓએ કહ્યું, "અમારું માનવું છે કે અમારે પણ NATOની તર્જ પર એક મિલિટરી એલાયન્સ બનાવવું જોઈએ." આ નિવેદન પાકિસ્તાની ટીવી ન્યૂઝ ચેનલ પર આપવામાં આવ્યું હતું. આસિફે સ્પષ્ટ કર્યું કે આ ગઠબંધન કોઈ વિરોધી વિરુદ્ધ નહીં, પરંતુ સ્વરક્ષા માટે હશે અને તે ડિફેન્સિવ ડિઝાઇન પર આધારિત હશે.
આ માંગ સોમવારે ડોહામાં યોજાયેલી અરબ અને ઇસ્લામિક લીડર્સની ઇમર્જન્સી મીટિંગ પછી આવી છે. આ મીટિંગમાં 40થી વધુ દેશોના રિપ્રેઝેન્ટેટિવ્સે ભાગ લીધો હતો. મીટિંગમાં NATO જેવા સૈન્ય ગઠબંધનનો વિચાર ચર્ચામાં આવ્યો અને તેને જોરદાર સ્વાગત મળ્યું. પાકિસ્તાન, જે એકમાત્ર ન્યુક્લિયર-આર્મ્ડ મુસ્લિમ કંટ્રી છે, અને તેનો મિત્ર તુર્કીએ પણ આમાં ભાગ લીધો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી શેહબાઝ શરીફ અને ફોરન મિનિસ્ટર ઇસ્હાક ડાર પણ હાજર હતા. ડારે કહ્યું કે ઇઝરાયલને ઇસ્લામિક કંટ્રીઝ પર હુમલા અને લોકોની હત્યા કરવાની પરમિશન ન આપવી જોઈએ.
આ ગઠબંધનની વાતથી ભારતને ચિંતા વધી શકે છે. કારણ કે પાકિસ્તાન લાંબા સમયથી મલ્ટીલેટરલ એલાયન્સ અને ફોરમ્સનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરતું રહ્યું છે. તેણે આર્બ ફંડિંગ અને ટેક્નોલોજીનો લાભ લીધો છે, જ્યારે OIC જેવા પ્લેટફોર્મ દ્વારા કાશ્મીર જેવા ઇશ્યુને ઇન્ટરનેશનલાઇઝ કર્યા છે. જો આવું ઇસ્લામિક NATO બને તો ભારત માટે સિક્યુરિટી ચેલેન્જ વધશે.