કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ, જાણો ટિકિટ ભાડું, ટાઇમ ટેબલ અને સ્ટોપેજની સંપૂર્ણ વિગતો
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતીય રેલવેની એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. આ ટ્રેન માત્ર ઝડપી અને આરામદાયક મુસાફરી જ નહીં, પરંતુ કાશ્મીરના પ્રવાસન અને આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન આપશે. જો તમે વૈષ્ણો દેવીના દર્શન કે શ્રીનગરની સફરનું આયોજન કરી રહ્યા છો, તો આ ટ્રેન તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે.
જમ્મુ-કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને નવો રંગ આપતી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે.
જમ્મુ-કાશ્મીરમાં રેલવે કનેક્ટિવિટીને નવો રંગ આપતી કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ ચૂકી છે. આ ટ્રેન શ્રી માતા વૈષ્ણો દેવી કટરા અને શ્રીનગર વચ્ચે દોડશે, જેનાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે કાશ્મીરની સફર વધુ સરળ અને આરામદાયક બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 જૂન, 2025ના રોજ આ ટ્રેનને લીલી ઝંડી બતાવી, અને હવે 7 જૂન, 2025થી આ ટ્રેન નિયમિત રીતે દોડવાનું શરૂ કરશે. આ આર્ટિકલમાં અમે તમને કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટિકિટ ભાડા, ટાઇમ ટેબલ, સ્ટોપેજ અને રૂટની સંપૂર્ણ માહિતી આપીશું.
#WATCH | Katra, J&K: Prime Minister Narendra Modi flags off Vande Bharat Express, connecting Katra and Srinagar, from Katra Railway Station. #KashmirOnTrack
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (ટ્રેન નંબર 26401/26402 અને 26403/26404) બે પ્રકારની બેઠક વ્યવસ્થા સાથે શરૂ કરવામાં આવી છે: AC ચેર કાર અને એક્ઝિક્યુટિવ ક્લાસ. ટિકિટ ભાડું નીચે મુજબ છે:
AC ચેર કાર: 750 રૂપિયા
એક્ઝિક્યુટિવ ક્લાસ: 1,320 રૂપિયા
આ ભાડું એક તરફની મુસાફરી માટે છે અને IRCTC દ્વારા બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આ ટ્રેનની ઝડપી સેવા અને આધુનિક સુવિધાઓને ધ્યાનમાં રાખતા આ ભાડું પોસાય તેવું અને મુસાફરો માટે આકર્ષક છે.
ટાઇમ ટેબલ અને સ્ટોપેજ
કટરા-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 203 કિલોમીટરનું અંતર માત્ર 3 કલાકમાં કાપશે. આ ટ્રેન સપ્તાહમાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડશે. ટાઇમ ટેબલ નીચે મુજબ છે:
ટ્રેન નંબર 26401 (કટરા → શ્રીનગર):
ઉપડવાનો સમય: સવારે 8:05 AM (કટરા)
આગમનનો સમય: સવારે 11:10 AM (શ્રીનગર)
ટ્રેન નંબર 26402 (શ્રીનગર → કટરા):
ઉપડવાનો સમય: બપોરે 2:00 PM (શ્રીનગર)
આગમનનો સમય: સાંજે 4:58 PM (કટરા)
ટ્રેન નંબર 26403 (કટરા → શ્રીનગર):
ઉપડવાનો સમય: બપોરે 2:55 PM (કટરા)
આગમનનો સમય: સાંજે 5:53 PM (શ્રીનગર)
ટ્રેન નંબર 26404 (શ્રીનગર → કટરા):
ઉપડવાનો સમય: સવારે 8:00 AM (શ્રીનગર)
આગમનનો સમય: સવારે 10:58 AM (કટરા)
આ ટ્રેનની મુસાફરી દરમિયાન હાલ એકમાત્ર બનિહાલ રેલવે સ્ટેશન પર 2 મિનિટનું સ્ટોપેજ હશે. આ ટ્રેન 38 ટનલ અને અનેક બ્રિજ પરથી પસાર થશે, જેમાં વિશ્વનો સૌથી ઊંચો રેલવે બ્રિજ ચિનાબ બ્રિજ પણ સામેલ છે.
#WATCH | Katra, J&K: Before flagging off Vande Bharat Express connecting Katra and Srinagar from Katra Railway Station, Prime Minister Narendra Modi interacted with school children onboard. He also interacted with members of the Railway staff who are on the train.… pic.twitter.com/9Hs1s6akMU — ANI (@ANI) June 6, 2025
કટરા-શ્રીનગર વંદે ભવન ટ્રેનની વિશેષતાઓ
ઝડપી મુસાફરી: 203 કિલોમીટરનું અંતર માત્ર 3 કલાકમાં, જે કાશ્મીરની સફરને ઝડપી બનાવશે.
આધુનિક સુવિધાઓ: ફરતી ખુરશીઓ, Wi-Fi, CCTV અને દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા.
ક્ષમતા: 1128 બેઠકો, જેમાં 2 પ્રથમ શ્રેણીના કોચ (56 બેઠકો/કોચ) અને 14 સામાન્ય કોચ (78 બેઠકો/કોચ) છે.
કાશ્મીર પ્રવાસનને વેગ
#WATCH | J&K: Vande Bharat Express train connecting Katra and Srinagar, crosses Chenab Bridge shortly after being flagged off by PM Narendra Modi from Katra Railway Station. pic.twitter.com/PLQPExDgF9
આ ટ્રેનની શરૂઆતથી શ્રી માતા વૈષ્ણો દેવીના દર્શન માટે કટરા આવતા યાત્રાળુઓને શ્રીનગરની મુલાકાત લેવામાં સરળતા રહેશે. આ ટ્રેન કાશ્મીરના પ્રવાસનને વેગ આપશે અને સ્થાનિક રહેવાસીઓ, યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે મુસાફરીનો અનુભવ સુધારશે. ભારતીય રેલવેની આ પહેલ કાશ્મીર ખીણને દેશના અન્ય ભાગો સાથે જોડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ટિકિટ બુકિંગ IRCTCની ઓફિશિયલ વેબસાઇટ અને એપ દ્વારા શરૂ થઈ ચૂક્યું છે. મુસાફરો ઓનલાઇન બુકિંગ કરી શકે છે અને પોતાની સીટ પસંદ કરી શકે છે.