થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના: ચાલુ ટ્રેન પર અચાનક ક્રેન પડી, 22 લોકોના મોત અને 30 ઘાયલ; જાણો કેવી રીતે બની આ ઘટના | Moneycontrol Gujarati
Get App

થાઈલેન્ડમાં મોટી દુર્ઘટના: ચાલુ ટ્રેન પર અચાનક ક્રેન પડી, 22 લોકોના મોત અને 30 ઘાયલ; જાણો કેવી રીતે બની આ ઘટના

Thailand Train Accident: થાઈલેન્ડમાં બુધવારે સવારે એક ગોઝારી ઘટના બની છે. ચાલુ ટ્રેન પર ક્રેન પડતા 22 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. વાંચો અકસ્માતની સંપૂર્ણ વિગત.

અપડેટેડ 11:58:37 AM Jan 14, 2026 પર
Story continues below Advertisement
Thailand Train Accident: થાઈલેન્ડમાં બુધવારે સવારે એક ગોઝારી ઘટના બની છે.

Thailand Train Accident: થાઈલેન્ડમાં બુધવારની સવાર એક ખરાબ સમાચાર લઈને આવી છે. રાજધાની બેંગકોકની નજીક એક ખુબ જ ભયાનક ટ્રેન અકસ્માત સર્જાયો છે. અહીં ટ્રેક પર દોડતી ટ્રેન પર અચાનક એક ભારેખમ ક્રેન આવીને પડી હતી. આ ગંભીર અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 લોકોના કરૂણ મોત થયા હોવાના સમાચાર છે, જ્યારે 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે.

કેવી રીતે બની આ દુર્ઘટના?

આ ઘટના બુધવારે સવારે બની હતી. મળતી માહિતી મુજબ, નાખોન રત્ચાસિમા પ્રાંતના સિખિયો જિલ્લામાં જે બેંગકોકથી આશરે 230 કિલોમીટર દૂર છે જ્યાં આ અકસ્માત થયો છે. ત્યાં એક હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હતું.

જ્યારે ટ્રેન પાટા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બાજુમાં કામ કરી રહેલી એક ક્રેન તૂટીને ટ્રેનના ડબ્બા પર ખાબકી હતી. ટ્રેન ક્યાં જતી હતી આ પેસેન્જર ટ્રેન બેંગકોકથી નીકળીને ઉત્તર-પૂર્વી થાઈલેન્ડના ઉબોન રત્ચથાની તરફ જઈ રહી હતી. ક્રેનનો જેવો ટ્રેન સાથે ટકરાવ થયો કે તરત જ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રેનમાં થોડીવાર માટે આગ પણ લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસે શું કહ્યું?


ઘટનાની જાણ થતા જ પોલીસ અને બચાવ ટુકડીઓ દોડતી થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ વડા થચાપોન ચિન્નાવોંગે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, "આ દર્દનાક દુર્ઘટનામાં 22 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

હાલમાં રાહત અને બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ટ્રેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જે લોકો ઘાયલ થયા છે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તંત્ર દ્વારા ઘટનાસ્થળે કાટમાળ હટાવવાની કામગીરી પણ શરુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો- GSTમાં ઘટાડાનો જાદુ: ડિસેમ્બરમાં વીમા કંપનીઓની બલ્લે-બલ્લે! પ્રીમિયમ આવક અને પોલિસી વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Jan 14, 2026 11:58 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.