આ ડિવાઇસ ડાયાબિટીસના દર્દીઓ માટે એક ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. તે ખાસ કરીને એવા લોકો માટે ઉપયોગી છે, જેમને લો બ્લડ શુગરના લક્ષણોનો અહેસાસ નથી થતો. MITનું આ ઇનોવેશન દર્દીઓને સુરક્ષિત અને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરશે.
હાઇપોગ્લાયસેમિયા એ ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતી ગંભીર સ્થિતિ છે, જેમાં બ્લડ શુગર લેવલ ઝડપથી ઘટી જાય છે.
MIT implant device: MITના ઇન્જિનિયર્સે એક એવું રિવોલ્યુશનરી ઇમ્પ્લાન્ટ ડિવાઇસ વિકસાવ્યું છે, જે બ્લડ શુગર લેવલ ઘટે ત્યારે તેને ઓટોમેટિક રીતે નિયંત્રિત કરી શકે છે. આ ડિવાઇસ ખાસ કરીને ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવ્યું છે, જેમને હાઇપોગ્લાયસેમિયા (લો બ્લડ શુગર)ની સ્થિતિનો અહેસાસ નથી થતો. આ નાનકડું ડિવાઇસ શરીરમાં ગ્લૂકોઝ લેવલનું નિરીક્ષણ કરે છે અને જરૂર પડે ત્યારે ગ્લૂકાગોનનું ડોઝ રિલીઝ કરે છે, જે બ્લડ શુગર લેવલને તરત વધારી દે છે.
હાઇપોગ્લાયસેમિયાનો ઓટોમેટિક ઇલાજ
હાઇપોગ્લાયસેમિયા એ ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીઓમાં જોવા મળતી ગંભીર સ્થિતિ છે, જેમાં બ્લડ શુગર લેવલ ઝડપથી ઘટી જાય છે. આવી સ્થિતિમાં ગ્લૂકાગોન ઇન્જેક્શન આપવામાં આવે છે, જે લીવરને સંગ્રહિત શુગરને બ્લડમાં રિલીઝ કરવાનો સંકેત આપે છે. પરંતુ ઘણી વખત, ખાસ કરીને રાત્રે સૂતી વખતે કે બાળકોમાં, આ સ્થિતિનો અહેસાસ નથી થતો. MITનું આ ડિવાઇસ આવા સમયે ઓટોમેટિક રીતે ગ્લૂકાગોન રિલીઝ કરીને શુગર લેવલને સ્થિર કરે છે.
કેવી રીતે કામ કરે છે આ ડિવાઇસ?
MITના કેમિકલ ઇન્જિનિયરિંગના પ્રોફેસર ડેનિયલ એન્ડરસનના જણાવ્યા મુજબ, આ ડિવાઇસ એક નાનું ઇમરજન્સી ડિવાઇસ છે, જેને સ્કિનની અંદર ઇમ્પ્લાન્ટ કરી શકાય છે. તે 3D પ્રિન્ટેડ પોલિમરથી બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્લૂકાગોનનો નાનો ડોઝ સંગ્રહિત હોય છે. આ ડોઝ નિકલ-ટાઇટેનિયમના શેપ મેમરી એલોયથી સીલ કરેલો છે, જે 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પીગળી જાય છે. આ પ્રક્રિયાથી દવા શરીરમાં રિલીઝ થાય છે અને બ્લડ શુગર લેવલ વધે છે.
આ ડિવાઇસને મેન્યુઅલી અને વાયરલેસ બંને રીતે ઓપરેટ કરી શકાય છે. તેમાં એક નાનું એન્ટેના હોય છે, જે ચોક્કસ રેડિયો ફ્રિકવન્સી પર કામ કરે છે. એક નાનકડું ઇલેક્ટ્રિક કરંટ આ એલોયને પીગળીને દવા રિલીઝ કરે છે. ગ્લૂકાગોન પાઉડરના રૂપમાં સંગ્રહાય છે, જે લાંબા સમય સુધી અસરકારક રહે છે.
ટેસ્ટમાં સફળતા, ટ્રાયલ ચાલુ
આ ડિવાઇસનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાં બ્લડ શુગર લેવલ ઘટ્યાના માત્ર 10 મિનિટમાં તે સ્થિર થઈ જાય છે. એક્ટિવેશનની 10 મિનિટમાં દવા શરીરમાં પહોંચીને હાર્ટ રેટને પણ સામાન્ય કરે છે. હાલમાં આ ડિવાઇસને ચાર અઠવાડિયા સુધી ટ્રાયલમાં ઉપયોગ કરવામાં આવ્યું છે, અને MITના રિસર્ચર્સ તેને લાંબા સમય માટે ટેસ્ટ કરી રહ્યા છે.