મોદી સરકારનો મોટો નિર્ણય! આ રાજ્યોમાં 4 નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપાશે, 2000થી વધુ લોકોને રોજગાર મળવાની આશા
સેમિકન્ડક્ટર પ્લાન્ટ: કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ ચાર નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ એક મજબૂત ચિપ મેકિંગ ઇકોસિસ્ટમ બનાવવાના ભારતના પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ચાર મંજૂર પ્રોજેક્ટ્સ કુલ 2,034 કુશળ લોકો માટે રોજગારીનું સર્જન કરશે તેવી અપેક્ષા છે.
ઓડિશામાં એક 3D ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે, જેના પર રુપિયા 1,943 કરોડનું રોકાણ કરવામાં આવશે.
Semiconductor plants: મંગળવારે (12 ઓગસ્ટ) વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં 4,594 કરોડ રૂપિયાના રોકાણ સાથે ચાર નવા સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) હેઠળ ચાર નવા સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ એક મજબૂત ચિપ મેકિંગ ઇકોસિસ્ટમ બનાવવાના ભારતના પ્રયાસોમાં વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ ચાર મંજૂર પ્રોજેક્ટ્સમાંથી કુલ 2,034 કુશળ લોકોને રોજગાર મળવાની અપેક્ષા છે.
સરકારના જણાવ્યા અનુસાર, આનાથી ઇલેક્ટ્રોનિક ઉત્પાદન ઇકોસિસ્ટમને વેગ મળશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે પત્રકારોને કેબિનેટ બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે 'ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન' હેઠળ આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમો સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાના હેતુથી આ મિશન માટે 76,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું, "કેબિનેટે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાને મંજૂરી આપી છે." વૈષ્ણવે જણાવ્યું હતું કે ભુવનેશ્વરમાં સિલિકોન કાર્બાઇડ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, જેના પર સિક્કેમ પ્રાઇવેટ લિમિટેડ રુપિયા 2,066 કરોડનું રોકાણ કરશે.
ઓડિશામાં એક 3D ગ્લાસ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે, જેના પર રુપિયા 1,943 કરોડનું રોકાણ કરવામાં આવશે. અમેરિકન ટેકનોલોજી કંપનીઓ ઇન્ટેલ અને લોકહીડ માર્ટિન સહિત અન્ય કંપનીઓ આ પ્લાન્ટમાં રોકાણ કરશે. કેબિનેટે આંધ્રપ્રદેશમાં ચિપ પેકેજિંગ પ્લાન્ટને મંજૂરી આપી છે. તે એડવાન્સ્ડ સિસ્ટમ ઇન પેકેજ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રુપિયા 468 કરોડના રોકાણ સાથે સ્થાપિત કરવામાં આવશે.
તેની વાર્ષિક ક્ષમતા 9.6 કરોડ ચિપ્સ બનાવવાની હશે. કેબિનેટે પંજાબમાં રુપિયા 117 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે, જે ઇલેક્ટ્રોનિક ઘટકો ઉત્પાદક કંપની CDIL દ્વારા સ્થાપિત કરવામાં આવશે. આ પ્લાન્ટમાં વાર્ષિક 15.8 કરોડ ચિપ્સનું ઉત્પાદન કરી શકાય છે.
વૈષ્ણવે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં લેવામાં આવેલા વિવિધ પગલાંને કારણે, છેલ્લા 11 વર્ષમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છ ગણું વધીને રુપિયા 12 લાખ કરોડ થયું છે. આ સમયગાળા દરમિયાન, ઇલેક્ટ્રોનિક્સ નિકાસ 8 ગણી વધીને રુપિયા 3.3 લાખ કરોડ થઈ છે અને મોબાઇલ ઉત્પાદન 28 ગણું વધીને રુપિયા 5.5 લાખ કરોડ થયું છે. તેમણે કહ્યું કે ભારત 2-4 સપ્ટેમ્બર દરમિયાન 'સેમિકોન ઇન્ડિયા 2025'નું આયોજન કરશે. આ સમિટમાં સિંગાપોર, મલેશિયા, જાપાન અને કોરિયા ભાગીદાર દેશો હશે.