લદ્દાખ માટે ઐતિહાસિક દિવસ: PM મોદીએ આપી 3350 કરોડની ભેટ, હવે 12 કલાકની સફર માત્ર 3 કલાકમાં થશે પૂરી | Moneycontrol Gujarati
Get App

લદ્દાખ માટે ઐતિહાસિક દિવસ: PM મોદીએ આપી 3350 કરોડની ભેટ, હવે 12 કલાકની સફર માત્ર 3 કલાકમાં થશે પૂરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લદ્દાખને 3350 કરોડના 5 મોટા પ્રોજેક્ટ્સની ભેટ આપી છે. જેમાં 298 KM લાંબો નિમ્મુ-પદુમ-દારચા રોડ અને લેહ એરપોર્ટના નવા ટર્મિનલનો સમાવેશ થાય છે. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 02:30:58 PM Oct 15, 2026 પર
Story continues below Advertisement
આ મજબૂત રસ્તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ લેહના નિમ્મુને હિમાચલ પ્રદેશના દારચા સાથે ઝાંસ્કર વેલી થઈને સીધો જોડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લદ્દાખને એક બહુ મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ લદ્દાખમાં કનેક્ટિવિટી, વીજળી અને પાયાની સુવિધાઓ વધારવા માટે આશરે 3350 કરોડના 5 મોટા વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ યોજનાઓથી સ્થાનિક નાગરિકોની સાથે સાથે ભારતીય સેનાને પણ મોટો ફાયદો થવાનો છે.

નિમ્મુ-પદુમ-દારચા રોડ: 12 કલાકની સફર 3 કલાકમાં

આ પ્રોજેક્ટ્સમાં સૌથી મહત્ત્વનું કામ 298 કિલોમીટર લાંબા નિમ્મુ-પદુમ-દારચા રોડનું છે. આ રસ્તો દેશને અર્પણ કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, આ માર્ગ પાછળ આશરે 2500 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ રસ્તાનો સૌથી મોટો ફાયદો એ છે કે અગાઉ જે સફર પૂરી કરતા 12 કલાકનો લાંબો સમય લાગતો હતો, તે હવે માત્ર 3 કલાકમાં જ પૂરી થઈ જશે. તેનાથી સ્થાનિક વેપાર અને રોજગારમાં પણ મોટો ઉછાળો આવશે.

આ રસ્તાની ખાસિયત અને સેના માટે તેનું મહત્ત્વ

આ મજબૂત રસ્તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ માર્ગ લેહના નિમ્મુને હિમાચલ પ્રદેશના દારચા સાથે ઝાંસ્કર વેલી થઈને સીધો જોડે છે. શ્રીનગર-લેહ અને મનાલી-લેહ હાઇવે સિવાય હવે દેશને આ ત્રીજો વૈકલ્પિક રસ્તો મળી ગયો છે. શિંકુન લા પાસ જેવા અત્યંત મુશ્કેલ પહાડી વિસ્તારોમાંથી પસાર થતો આ રસ્તો એન્જિનિયરિંગનો અદભુત નમૂનો છે.આ રસ્તો ખુલવાથી સશસ્ત્ર દળોની અવરજવર અને સરહદ પર જરૂરી સામાન પહોંચાડવો એકદમ સરળ બની જશે...ઝાંસ્કર વેલીના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને આરોગ્ય, શિક્ષણ અને બજારની સુવિધાઓ ઝડપથી મળશે.


લેહ એરપોર્ટને મળ્યું નવું અને આધુનિક ટર્મિનલ

રોડ કનેક્ટિવિટીની સાથે હવાઈ મુસાફરી પણ સરળ બનાવવામાં આવી છે. પીએમ મોદીએ લેહના કુશોક બકુલા રિમ્પોચી એરપોર્ટ પર 640 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું.

આ નવું ટર્મિનલ 23,800 ચોરસ મીટરમાં ફેલાયેલું છે અને તેમાં દર વર્ષે 35 લાખ મુસાફરોને સાચવવાની ક્ષમતા છે. આ બિલ્ડિંગમાં આધુનિક સુવિધાઓની સાથે લદ્દાખની પ્રાચીન સંસ્કૃતિની ઝલક પણ રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે પર્યાવરણને બચાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે અહીં જીઓથર્મલ એનર્જીનો ઉપયોગ કરાયો છે.

વીજળીની સુવિધા પણ થશે મજબૂત

આ 5 પ્રોજેક્ટ્સમાં વીજળી અને ઉર્જા સંબંધિત કામો પણ સામેલ છે. લદ્દાખમાં વીજળી વ્યવસ્થા મજબૂત કરવા માટે પીએમ મોદીએ 9 મેગાવોટનો હનુ સ્મોલ હાઇડ્રો પ્રોજેક્ટ અને 66 કિલોવોલ્ટની ડબલ-સર્કિટ દાહ-હનુ-ખાલ્ત્સી ટ્રાન્સમિશન લાઇન દેશને સમર્પિત કરી. આનાથી લદ્દાખના ભૌગોલિક રીતે કઠિન વિસ્તારોમાં 24 કલાક અને ભરોસાપાત્ર વીજળી પૂરી પાડી શકાશે.

આ પણ વાંચો-નેહા બોરાના 'બાંગ્લાદેશ મોડલ' વાળા નિવેદન પર ભારે બબાલ, ભાજપનો પ્રહાર, કહ્યું- આ ભારતમાં લોકશાહી ખતમ કરવાનું કાવતરું છે

MoneyControl News

MoneyControl News

First Published: Oct 15, 2026 2:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.