Trump tariff standoff : વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે બપોરે 1 વાગ્યે ઉચ્ચ સ્તરીય કેબિનેટ બેઠક બોલાવશે. જેમાં અમેરિકા દ્વારા તાજેતરમાં ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ભારે ટેરિફની અસરોની સમીક્ષા કરવામાં આવશે. જોકે બેઠકના એજન્ડામાં કોઈ સત્તાવાર નિવેદન નથી, ઘણા મીડિયા અહેવાલો અનુસાર, ટેરિફનો મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય રહેશે.