ભારત-બ્રિટન અને માલદીવ સાથે મોટી ડીલની તૈયારી, PM મોદીનો ઐતિહાસિક પ્રવાસ
પીએમ નરેન્દ્ર મોદીનો બ્રિટન અને માલદીવનો પ્રવાસ, થશે મોટી વેપાર ડીલ, વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરના આમંત્રણ પર આ ચોથી વખત બ્રિટનની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન બંને નેતાઓ ભારત-બ્રિટનના બાઈલેટરલ રિલેશન્સ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
ભારત અને બ્રિટન વચ્ચેના આ મુક્ત વેપાર સમજૂતીને મે 2025માં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું.
PM Modi, India-UK FTA: પીએમ નરેન્દ્ર મોદીનો બ્રિટન અને માલદીવનો પ્રવાસ, થશે મોટી વેપાર ડીલ, વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરના આમંત્રણ પર આ ચોથી વખત બ્રિટનની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન બંને નેતાઓ ભારત-બ્રિટનના બાઈલેટરલ રિલેશન્સ ઉપરાંત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે બ્રિટન અને માલદીવના પ્રવાસે જશે. આ પ્રવાસનો મુખ્ય હેતુ બંને દેશો સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. ખાસ કરીને, ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)ને અંતિમ રૂપ આપવાની તૈયારી છે, જેનાથી 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો 60 અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર બમણો થઈ શકે છે. આ ઉપરાંત, માલદીવના સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને PM મોદી ભારત-માલદીવ સંબંધોમાં નવી ગરમાહટ લાવશે.
ભારત-બ્રિટન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ
ભારત અને બ્રિટન વચ્ચેના આ મુક્ત વેપાર સમજૂતીને મે 2025માં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. PM મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન 23-24 જુલાઈએ આ ડીલને સત્તાવાર રીતે સીલ કરવામાં આવશે. આ સમજૂતીથી ભારતના ટેક્સટાઈલ, ચામડું, અને એન્જિનિયરિંગ ગૂડ્સના નિકાસને મોટો બૂસ્ટ મળશે. બીજી તરફ, બ્રિટનથી આવતી વ્હિસ્કી, કાર અને મેડિકલ ઈક્વિપમેન્ટ્સ પરના ટેક્સમાં ઘટાડો થશે.
આ સમજૂતીની એક મહત્વની વાત એ છે કે ભારતીય કામદારોને બ્રિટનમાં કામ કરતી વખતે ત્રણ વર્ષ સુધી સોશિયલ સિક્યોરિટી કોન્ટ્રિબ્યુશન ચૂકવવું નહીં પડે, જેનાથી એમ્પ્લોયર્સને મોટી રાહત મળશે. આ ઉપરાંત ભારતને તેની 99% ટેરિફ લાઈન્સ પર ટેક્સ હટાવવાની સુવિધા મળશે, જેનાથી લગભગ આખો વેપાર કવર થશે. બ્રિટનને પણ 90% ટેરિફ લાઈન્સ પર ટેક્સમાં રાહત મળશે.
શું હશે ફાયદા?
આ ડીલથી ભારતના ટેક્સટાઈલ, ચામડું, ફૂટવેર, જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, એગ્રિકલ્ચર અને પ્રોસેસ્ડ ફૂડ જેવા સેક્ટર્સને બાંગ્લાદેશ અને વિયતનામ જેવા દેશોની સરખામણીમાં મોટો ફાયદો થશે. આ સમજૂતીથી 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 120 અબજ ડોલર સુધી પહોંચી શકે છે, જે હાલના 60 અબજ ડોલરથી બમણો છે.
માલદીવનો પ્રવાસ: સંબંધોમાં નવો ઉમેરો
PM મોદી 25-26 જુલાઈએ માલદીવની મુલાકાત લેશે, જ્યાં તેઓ માલદીવના 60મા સ્વતંત્રતા દિવસના સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ દરમિયાન તેઓ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુ સાથે મુલાકાત કરશે અને બંને દેશોના હિતોને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આ પ્રવાસ ખાસ કરીને એટલે મહત્વનો છે કારણ કે તાજેતરમાં માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુની નીતિઓથી ભારત-માલદીવ સંબંધોમાં થોડી ઠંડક આવી હતી. આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં નવી ગરમાહટ આવે તેવી આશા છે. બંને નેતાઓ ઓક્ટોબર 2024માં મુઈઝ્ઝુની ભારત મુલાકાત દરમિયાન નક્કી થયેલી 'વ્યાપક આર્થિક અને સમુદ્રી સુરક્ષા સાઝેદારી'ને આગળ વધારવા અંગે પણ ચર્ચા કરશે.
શું હશે અસર?
આ બંને પ્રવાસ ભારતની વૈશ્વિક રાજનીતિ અને આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. બ્રિટન સાથેની FTA ડીલથી ભારતના લેબર-ઈન્ટેન્સિવ સેક્ટર્સને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવશે, જ્યારે માલદીવ સાથેના સંબંધોની ગરમાહટથી ભારતની દક્ષિણ એશિયાઈ નેતૃત્વની ભૂમિકા વધુ મજબૂત થશે.