હૂતી બળવાખોરો સામે રણશિંગુ! સાઉદી અરેબિયાની રક્ષા માટે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના મેદાને, મક્કા પેક્ટ થયો એક્ટિવ
Makkah Joint Defense Agreement Active : હૂતી બળવાખોરોના હુમલાઓનો જડબાતોડ જવાબ આપવા સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તૂર્કીયેએ 'મક્કા રક્ષા કરાર' સક્રિય કર્યો છે. જાણો આ મોટા સૈન્ય ગઠબંધન વિશે તમામ માહિતી.
ગત ઓગસ્ટ મહિનામાં જ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કીયેએ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ પર ઐતિહાસિક હસ્તાક્ષર કર્યા હતા. આ કરારનો સીધો અર્થ એ છે કે જો આ 3 દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે.
Makkah Joint Defense Agreement Active : મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલી તંગદિલી વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. યમનના હૂતી બળવાખોરો દ્વારા થઈ રહેલા સતત હુમલાઓનો આકરો જવાબ આપવા માટે સાઉદી અરેબિયાએ મોટું પગલું ભર્યું છે. સાઉદી અરેબિયાની રક્ષા માટે હવે પાકિસ્તાન અને તૂર્કીયેની સેના સીધી રીતે મેદાને ઉતરી છે.
રિયાધમાં ઇમરજન્સી બેઠક અને ઐતિહાસિક નિર્ણય
રાજધાની રિયાધમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કીયેના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે એક ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હૂતીઓના આતંકને ડામવા માટે મક્કા રક્ષા કરાર (Makkah Joint Defense Agreement)ને તાત્કાલિક અસરથી લાગુ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય બાદ હવે સાઉદી અરેબિયામાં મોટા પાયે આધુનિક લશ્કરી દળોની તૈનાતી કરવામાં આવશે. 3 દેશોના આ આક્રમક વલણથી વૈશ્વિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
The Emergency Meeting of the Strategic Political and Defense Committee under the Makkah Alliance for Defense reaffirmed the solidarity and unity of our countries in confronting the heinous attacks against the Kingdom and the holy sites. The committee agreed to activate collective deterrence measures within the framework of the Alliance in response to the attacks and all those responsible for them.
— Khalid bin Salman خالد بن سلمان (@kbsalsaud) October 5, 2026
‘એક પર હુમલો, બધા પર હુમલો'ની નીતિ
ગત ઓગસ્ટ મહિનામાં જ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તૂર્કીયેએ મક્કા જોઈન્ટ ડિફેન્સ એગ્રીમેન્ટ પર ઐતિહાસિક હસ્તાક્ષર કર્યા હતા. આ કરારનો સીધો અર્થ એ છે કે જો આ 3 દેશોમાંથી કોઈપણ એક દેશ પર સશસ્ત્ર હુમલો થશે, તો તેને ત્રણેય દેશો પર થયેલો હુમલો માનવામાં આવશે. હવે હૂતી જૂથના હુમલાઓ વધતા આ કરારને એક્ટિવ કરી દેવાયો છે. આનાથી ત્રણેય દેશો વચ્ચે સૈન્ય સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારી અત્યંત મજબૂત બનશે.
સાઉદી રક્ષા મંત્રીની સત્તાવાર જાહેરાત
સાઉદી અરેબિયાના રક્ષા મંત્રી ખાલિદ બિન સલમાને સોશિયલ મીડિયા પર આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ઈરાન સમર્થિત હૂતી જૂથ અને તેની પાછળ રહેલા તત્વોને રોકવા માટે ગઠબંધન હેઠળ સામૂહિક નિવારક પગલાં (Collective Deterrence Measures) લેવાનું શરૂ કરી દેવાયું છે.
* આ પગલાથી 3 દેશોની સૈન્ય તાકાત અને પરસ્પર તાલમેલમાં મોટો વધારો થશે.
આ ત્રિપક્ષીય સૈન્ય ગઠબંધનને મિડલ ઈસ્ટના રાજકારણમાં એક ગેમ-ચેન્જર માનવામાં આવી રહ્યું છે. ભવિષ્યમાં કોઈપણ દુશ્મન દેશ કે આતંકી સંગઠન સામે આ 3 દેશો સામૂહિક રીતે આક્રમક જવાબ આપવા માટે હવે સંપૂર્ણપણે સક્ષમ બની ગયા છે.