10 એવી આદતો જે તમને ક્યારેય અમીર બનવા દેતી નથી! જાણો ક્યાં થઈ રહી છે ભૂલ જે ખાલી કરી રહી છે તમારું ખિસ્સું
10 Money Mistakes That Stop Wealth Building: શું તમે પણ અમીર બનવાનું સપનું જુઓ છો? તો જાણો એવી 10 આર્થિક ભૂલો વિશે જે તમારી કમાણીને ચૂપચાપ ખાઈ રહી છે. આ આદતો સુધારીને કરો વેલ્થ ક્રિએશન.
તમે કેટલું કમાઓ છો તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમે તે કમાયેલા પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો. 2026 ના આજના મોંઘવારીના સમયમાં, ક્રેડિટ કાર્ડના મોંઘા દેવાથી લઈને રિટાયરમેન્ટના પ્લાનિંગમાં થતી ભૂલો તમારા વેલ્થ ક્રિએશનના સપનામાં સૌથી મોટી અડચણ બની શકે છે.
10 Money Mistakes That Stop Wealth Building: અમીર બનવું અને આર્થિક સ્વતંત્રતા મેળવવી એ દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ અમીર બનવાનો અર્થ માત્ર વધુ પૈસા કમાવવા કે કોઈ રાતોરાત અમીર બનાવતી સ્કીમ શોધી કાઢવી એવો નથી હોતો. ઘણી વાર આપણી રોજિંદી નાની-નાની આદતો અને આર્થિક ભૂલો આપણા ખિસ્સાને ચૂપચાપ ખાલી કરતી રહે છે.
તમે કેટલું કમાઓ છો તેના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે તમે તે કમાયેલા પૈસાનું મેનેજમેન્ટ કેવી રીતે કરો છો. 2026 ના આજના મોંઘવારીના સમયમાં, ક્રેડિટ કાર્ડના મોંઘા દેવાથી લઈને રિટાયરમેન્ટના પ્લાનિંગમાં થતી ભૂલો તમારા વેલ્થ ક્રિએશનના સપનામાં સૌથી મોટી અડચણ બની શકે છે. ચાલો જાણીએ એવી 10 ભૂલો વિશે જે તમને અમીર બનતા અટકાવે છે અને તેમાંથી કેવી રીતે બચવું.
આ 10 ભૂલો જે તમને અમીર નથી બનવા દેતી:
1. જે કમાવું, તે બધું જ વાપરી નાખવું
સારો પગાર હોવો ત્યારે જ ફાયદાકારક છે જ્યારે તમે તેમાંથી થોડા પૈસા બચાવી શકો છો. જો તમારો પગાર વધવાની સાથે તમારા ખર્ચા પણ તેટલા જ વધી જાય, તો તમારી પાસે રોકાણ માટે ક્યારેય પૈસા નહીં બચે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ ખર્ચ પર નિયંત્રણ રાખવા અને વધુ બચત કરવા માટે દર મહિને એક ફિક્સ બજેટ બનાવવાની સલાહ આપે છે.
2. રોકાણ માટે સાચા સમયની રાહ જોવી
રોકાણ શરૂ કરવા માટે કોઈ મોટી રકમ અથવા પરફેક્ટ ટાઈમની જરૂર હોતી નથી. તમે જે નાની રકમથી કમ્ફર્ટેબલ હોવ, ત્યાંથી જ શરૂઆત કરો. જેટલી જલ્દી શરૂઆત કરશો, તેટલો વધુ સમય તમારા પૈસાને કમ્પાઉન્ડિંગનો લાભ મળશે. મોટા પગારની રાહ જોવામાં વર્ષો વીતી જાય છે અને નુકસાન તમારું જ થાય છે.
3. મોંઘી લોન અને ક્રેડિટ કાર્ડનું દેવું માથે રાખવું
ક્રેડિટ કાર્ડનું બાકી બિલ અને પર્સનલ લોનનું ઊંચું વ્યાજ તમારી કમાણીને ખાઈ જાય છે. જો તમારી પાસે મોંઘી લોન જમા થઈ ગઈ છે, તો તેને માત્ર દર મહિનાની EMI તરીકે જોવાને બદલે, તેને વહેલી તકે પૂરી કરવાનો પ્લાન બનાવો, જેથી તે પૈસાનું બીજે રોકાણ કરી શકાય.
4. ઇમરજન્સી ફંડના હોવું
જો તમારી પાસે મુશ્કેલ સમય માટે કોઈ બચત નથી, તો કોઈ પણ અચાનક આવેલો ખર્ચ (જેમ કે કાર ખરાબ થવી, મેડિકલ ઈમરજન્સી કે નોકરી જવી) તમને નવી લોન લેવા માટે મજબૂર કરી શકે છે. એક સારું ઈમરજન્સી ફંડ ખરાબ સમયમાં તમારા માટે સુરક્ષા કવચનું કામ કરે છે.
5. બધા જ પૈસા માત્ર સેવિંગ્સ એકાઉન્ટમાં રાખવા
રોજિંદા ખર્ચા અને ઈમરજન્સી માટે બેંક ખાતામાં પૈસા રાખવા જરૂરી છે. પરંતુ જો તમે લાંબા ગાળા માટે બધી જ બચત માત્ર સેવિંગ્સ એકાઉન્ટમાં જ રાખશો, તો મોંઘવારી તમારા પૈસાની વેલ્યુ ઘટાડી દેશે. લાંબા ગાળાના લક્ષ્યો માટે એવા વિકલ્પોમાં રોકાણ કરો જે મોંઘવારીને માત આપી શકે.
6. કોઈપણ લક્ષ્ય વગર રોકાણ કરવું
માત્ર એટલા માટે કોઈ ફંડ કે સ્કીમમાં પૈસા ના લગાવો કારણ કે તે બહુ પ્રખ્યાત છે. ઘર ખરીદવા માટે ડાઉન પેમેન્ટ, બાળકોનો અભ્યાસ અને રિટાયરમેન્ટ - આ બધા માટે અલગ-અલગ સમયમર્યાદા હોય છે. SEBI ની માર્ગદર્શિકા મુજબ, તમારા દરેક રોકાણને એક ચોક્કસ લક્ષ્ય અને તમારી રિસ્ક લેવાની ક્ષમતા સાથે જોડો.
7. માર્કેટના ટ્રેન્ડ પાછળ ભાગવું
જ્યારે કોઈ શેર કે મ્યુચ્યુઅલ ફંડ ગયા વર્ષે સારું રિટર્ન આપે છે, ત્યારે લોકો માની લે છે કે તે આગળ પણ આવું જ પર્ફોર્મ કરશે. આવું કરવાથી તમે ઘણીવાર મોંઘા ભાવે ખરીદી કરી બેસો છો. એક જ જગ્યાએ બધા પૈસા લગાવવાને બદલે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવો.
8. પગાર વધતા જ લાઈફસ્ટાઈલનો ખર્ચ વધારી દેવો
આવક વધવાની સાથે શોખ પૂરા કરવામાં કોઈ બુરાઈ નથી. પરંતુ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે દરેક ઈન્ક્રીમેન્ટ સાથે તરત જ મોંઘી કાર, મોટું ઘર કે શોપિંગનું બિલ જોડાઈ જાય છે. નિયમ એવો બનાવો કે જેમ તમારી આવક વધે, તે જ પ્રમાણમાં તમારું રોકાણ પણ વધારવું.
9. રિટાયરમેન્ટને બહુ દૂરની વાત સમજીને ટાળવું
મોટાભાગના લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગને સૌથી વધુ ટાળે છે, કારણ કે સામે બીજા ખર્ચા ઊભા હોય છે. પરંતુ મોડી શરૂઆત કરવાનો અર્થ એ છે કે તમારી પાસે મોટું ફંડ બનાવવા માટે બહુ ઓછાં વર્ષો બચશે. બને તેટલી વહેલી તકે રિટાયરમેન્ટ ફંડ માટે રોકાણ શરૂ કરો.
10. પોતાના ફાઇનાન્સિયલ પ્લાનનું ક્યારેય રિવ્યુ ના કરવું
સમયની સાથે તમારી જિંદગી અને આર્થિક જરૂરિયાતો બદલાય છે. આવક વધે છે, જૂની લોન પૂરી થાય છે અને નવા લક્ષ્યો સામે આવે છે. વર્ષો પહેલા બનાવેલો પ્લાન આજે કદાચ કામ ના પણ લાગે. તેથી સમયાંતરે તમારા ખર્ચ, દેવા, વીમા અને રોકાણના પોર્ટફોલિયોની તપાસ કરતા રહો.
જવાબ: ના. મોટો પગાર બચત કરવામાં મદદ ચોક્કસ કરે છે, પરંતુ અસલી વાત એ છે કે તમે તેમાંથી કેટલા પૈસા બચાવીને સાચી જગ્યાએ રોકો છો. ઓછા પગારમાં પણ નાની ઉંમરે શરૂઆત કરીને તમે મોટું ફંડ બનાવી શકો છો.
પ્રશ્ન 2: શું રોકાણ શરૂ કરતા પહેલા બધી લોન પૂરી કરવી જોઈએ?
જવાબ: આ તમારી લોનના પ્રકાર પર આધાર રાખે છે. જો તમારા પર ક્રેડિટ કાર્ડનું બિલ કે વધુ વ્યાજવાળી પર્સનલ લોન છે, તો પહેલા તેને ચૂકવવી જોઈએ. હોમ લોન જેવી ઓછા વ્યાજવાળી લોન સાથે તમે રોકાણ ચાલુ રાખી શકો છો.
પ્રશ્ન 3: ઈમરજન્સી ફંડમાં કેટલા પૈસા રાખવા જોઈએ?
જવાબ: સામાન્ય રીતે તમારા મહિનાના ફરજિયાત ખર્ચના 3 થી 6 મહિના બરાબરની રકમ (ઉદાહરણ તરીકે: જો તમારો મહિનાનો ખર્ચ 30,000 છે, તો 90,000 થી 1.8 લાખ રૂપિયા) ઈમરજન્સી ફંડમાં રાખવા જોઈએ.
પ્રશ્ન 4: લાઈફસ્ટાઈલ ઈન્ફ્લેશન શું છે?
જવાબ: જ્યારે તમારી કમાણી વધવાની સાથે જ તમારા ખર્ચા પણ તે જ ઝડપે વધવા લાગે, તો તેને લાઈફસ્ટાઈલ ઈન્ફ્લેશન કહેવાય છે. તેનાથી બચવાનો રસ્તો એ છે કે પગાર વધતા જ પહેલા તમારા રોકાણની રકમ વધારી દો.
પ્રશ્ન 5: પોતાના રોકાણનું રિવ્યુ કેટલા સમયે કરવું જોઈએ?
જવાબ: રોજિંદા માર્કેટ જોવાની જરૂર નથી. વર્ષમાં 1 કે 2 વાર તમારા રોકાણનું રિવ્યુ કરવું પૂરતું છે. આ ઉપરાંત લગ્ન, બાળકનો જન્મ કે નોકરી બદલવા જેવી મોટી ઘટનાઓ સમયે પણ પ્લાન રિવ્યુ કરવો જોઈએ.