GUJARAT ATS : અમદાવાદ એરપોર્ટથી ઝડપાયેલા આતંકીઓ સ્યૂસાઇડ બોમ્બર બનવા હતા તૈયાર, ચારેય આતંકી ઈસ્લામિક સ્ટેટ (IS)ના સક્રિય સભ્યો
GUJARAT ATS : ગુજરાત ATS દ્વારા ઇસ્લામિક આતંકવાદી સંગઠન ISISના ચાર આતંકવાદીઓને અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આતંકવાદીઓ અંગે કેટલાક ચોંકાવનરા ખુલાસા ગુજરાત એટીએસ દ્વારા કરાયા છે. આ ચારેય આતંકવાદીઓ ISISના સક્રિય સભ્ય હતા અને સ્યૂસાઇડ બોમ્બર બનવા માટે પણ તૈયાર હતા. તેઓ પાકિસ્તાની હેન્ડલરના ટચમાં હતા. પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી અમદાવાદ આવ્યા અને ભારતમાં હુમલો કરવા 4 લાખ શ્રીલંકન કરન્સી આપવામાં આવી હતી.
પાકિસ્તાની હેન્ડલરના કહેવાથી અમદાવાદ આવ્યા અને ભારતમાં હુમલો કરવા 4 લાખ શ્રીલંકન કરન્સી આપવામાં આવી હતી.
GUJARAT ATS : ગુજરાત એટીએસે ઝડપાયેલા આતંકવાદીઓ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છેકે, ગુજરાત એટીએસને ખાનગી બાતમીદાર પાસેથી એવી માહિતી મળી હતી કે, ચાર શખ્સો મહોમ્મદ નુશરત, મહોમ્મદ ગુફરાન, મહોમ્મદ ફારિશ અને મહોમ્મદ રશ્દી. આ ચાર શખ્સો મૂળ શ્રીલંકાના વતની છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ(ISIS)ના સક્રિય સભ્યો છે. આ ચાર શખ્સો સંપૂર્ણપણે ISISની વિચારધારા સાથે જોડાયેલા છે.
18-19 મેએ આતંકવાદીઓ આવવાના હોવાની માહિતી મળી હતી
ભારતમાં કોઇપણ જગ્યાએ આતંકવાદી કૃત્ય કરવા માટે તે લોકો આવવાના છે. માહિતી મુજબ તેઓ 18 અને 19મી મેના રોજ અમદાવાદ આવવાના છે. હવાઇ માર્ગે આવશે અથવા તો રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળ્યા બાદ આતંકીઓને પકડવાની યોજના બનાવવામાં આવી હતી. પ્રાથમિક માહિતીમાં એ લોકો કયા રસ્તે આવવાના છે. કેટલા વાગ્યે આવવાના છે તેવી ચોક્કસ માહિતી ન હોવાના કારણે એટીએસની અલગ-અલગ ટીમ બનાવવામાં આવી. દક્ષિણ ભારત તરફથી આવતા પ્લેન અને રેલવેની વિગત મેળવવામાં આવી હતી.
19 મેના રોજ રાત્રે ચારેય આતંકવાદીઓ પકડવામાં આવ્યા
એ.ટી.એસ. ગુજરાતની ટીમ દ્વારા ફ્લાઈટ્સ તથા ટ્રેઈન્સના બુકીંગ મેનીફેસ્ટો અંગેની માહિતી એકત્રિત કરી તપાસ કરવામાં આવી હતી. જે દરમિયાન જાણવા મળ્યું હતું કે, ચાર શ્રીલંકાના નાગરિકોની ટિકિટ એક જ PNR પર બુક કરવામાં આવી છે અને તેઓએ કોલંબોથી અમદાવાદ વાયા ચેન્નઈની ફ્લાઈટ ટિકિટ બુક કરાવી છે.
આ ચારેય આતંકવાદીઓ હિન્દી અને અંગ્રેજી બરોબર જાણતા નથી. તેમને તમિલ ભાષા આવડે છે. આ શખ્સોની ઝીણવટભરી તપાસ કરતા મોહમ્મદ નુસરથ પાસેથી મળી આવેલ એક મોબાઈલ ફોનમાંથી તેઓએ પ્રતિબંધિત આતંકી સંગઠન ઈસ્લમિક સ્ટેટ (IS) સાથે જોડાવવા હીજરા કરવા, અબુ બકર બગદાદી દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવા તથા યહૂદીઓ અને ખ્રિસ્તીઓ તથા BJP અને RSSના સભ્યોને પાઠ ભણાવવા તેમજ મુસ્લિમ સમુદાય પર થતા અત્યાચાર સામે હુમલાખોરોને પાઠ ભણાવવા માટે તત્પર હોવાના પુરાવા મળી આવ્યા છે.
#WATCH | Ahmedabad: Gujarat DGP Vikash Sahay says, "Information was received that 4 people, namely, Mohammad Nusrat, Mohammad Nufran, Mohammad Faris and Mohammad Razdin. These 4 people are Sri Lankan nationals and are active members of the banned terror outfit Islamic State. All… https://t.co/7Vb74B2Yj3pic.twitter.com/Xm4httObhr
આ આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રોટોન ડ્રાઈવમાં 05 ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે. જે ફોટોગ્રાફ્સ 1. પાણીની કેનાલ, 2. મોટા પત્થરોની નીચે બખોલમાં ગુલાબી કલરના પાર્સલમાં રાખેલ કોઇ વસ્તુ, 3. બ્રાઉન સેલોટેપ વીંટાળેલ ગુલાબી કલરનું પાર્સલ, 4. ઝંડાના ગોળ સર્કલમાં અરબી ભાષામાં લખાણ અને આજુ બાજુમાં ગોઠવેલ ત્રણ પિસ્ટલ આકારના પાર્સલ તેમજ 5. ત્રણ પિસ્ટલ તથા ત્રણ લોડેડ મેગઝીનના હોવાનું જણાઈ આવ્યું છે.
ત્રણ પિસ્તલ અને એક ફ્લેગ મળી આવ્યો
એ.ટી.એસ. ગુજરાતની એક ટીમ દ્વારા આ Geo Co-ordinates ખાતે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું, જે સર્ચ દરમ્યાન એક ગુલાબી કલરના પાર્સલમાંથી 3 પીસ્ટલ અને 1 કાળા કલરનો ફ્લેગ મળી આવી છે. ત્રણેય પીસ્ટલ ઉપર સ્ટારનું ચિહ્ન છે અને બેક ટ્રેકીંગ થઈ ન શકે એ હેતુથી રીકવર કરવામાં આવેલી ત્રણેય પીસ્ટલ ઉપરથી સીરીયલ નંબર ઈરાદાપૂર્વક ભૂંસી નાંખ્યો છે.
આ ત્રણ પૈકી 2 પીસ્ટલમાં એટેચ કરેલ મેગ્ઝીનમાં 7- 7 રાઉન્ડ્સ તથા 1 પીસ્ટલમાં એટેચ કરેલ મેગ્ઝીનમાં 6 રાઉન્ડ્સ એમ કુલ 20 રાઉન્ડ્સ રીકવર કરવામાં આવી છે, જે તમામ રાઉન્ડ્સ ઉપર FATA લખેલું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ 3 પીસ્ટલ Norinco Type54 મોડલની હોવાનું તથા એમ્યુનેશન પાકિસ્તાનના ભૂતપૂર્વ Federally Administered Tribal Areas (FATA)માં બનાવેલ હોવાનું જણાય છે. સર્ચ દરમ્યાન મળી આવેલ બ્લેક ફ્લેગ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS) નો હોવાનું જણાઈ આવ્યું છે.
ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો
આ આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા Protonmailમાં એક સેલ્ફ ઈ-મેઈલ મળી આવ્યો છે, જેમાં કોઈ જગ્યાના Geo Co-ordinates લખેલ હતા. જે સંદર્ભે ટ્રાન્સલેટર મારફતે આતંકવાદીઓની પૂછપરછ કરતા જાણવા મળેલ કે, તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘ઈસ્લામિક સ્ટેટ' (IS)ના સક્રિય સભ્યો છે અને અબુ બકર અલ બગદાદીના અનુયાયીઓ છે, તેમજ તેઓનો હેન્ડલર અબુ પાકિસ્તાની છે. ISના હેન્ડલર પાકિસ્તાની અબુએ તેઓને જણાવેલ હતુ કે તે હથિયારોના ફોટા તથા તે હથિયારો જે જગ્યાએ છુપાવેલ છે તે જગ્યાના ફોટા તથા તેનુ લોકેશન પ્રોટોન ડ્રાઇવ તથા પ્રોટોન મેઇલ ઉપર શેર કરશે અને તે જગ્યાએ જઇ હથિયારો મેળવી લેશો અને ત્યાર બાદ આ હથિયારોનો ઉપયોગ કઈ જગ્યાએ અને કયા ટાર્ગેટ ઉપર કરવાનો છે તેની જાણ કરવામા આવશે.