ગુજરાતમાં મેઘો મુશળધાર: દાહોદ સહિત 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી | Moneycontrol Gujarati
Get App

ગુજરાતમાં મેઘો મુશળધાર: દાહોદ સહિત 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી

Extremely Heavy Rain Forecast: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દાહોદ જિલ્લામાં આજે મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

અપડેટેડ 11:06:39 AM Jul 29, 2025 પર
Story continues below Advertisement
અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Extremely Heavy Rain Forecast: ગુજરાતમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે, 29 જુલાઈ 2025ના રોજ, દાહોદમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે, રાજ્યના 14 જિલ્લાઓમાં પણ અતિ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

દાહોદમાં મેઘો ભુક્કા બોલાવશે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દાહોદ જિલ્લામાં આજે મંગળવારે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ વરસાદથી જિલ્લામાં પાણી ભરાવવાની અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે. લોકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.

14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની ચેતવણી

હવામાન વિભાગે રાજ્યના 14 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થવાની, ટ્રાફિકમાં અડચણો આવવાની અને પૂરની સ્થિતિ સર્જાવાની શક્યતા છે.


અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ભારે વરસાદ

અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોના રહેવાસીઓને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા અને જરૂરી તૈયારી કરવા હવામાન વિભાગે સૂચન આપ્યું છે.

સલામતીના પગલાં અને સાવચેતી

ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે નીચાણવાળા વિસ્તારોમાંથી દૂર રહો અને પૂરની શક્યતાવાળી જગ્યાઓ ટાળો, ઘરની બહાર નીકળતા પહેલા હવામાન અપડેટ ચેક કરો, ઈમરજન્સી સેવાઓના નંબર હાથવગા રાખો.

આ પણ વાંચો- ગુજરાતમાં મેઘોનો મહેર: 24 કલાકમાં 145 તાલુકામાં વરસાદ, ઉમરપાડામાં સૌથી વધુ 4.92 ઈંચ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 29, 2025 11:06 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.