US Israel weapons deal: બાયડને જે ડીલ રોકી હતી, હવે ટ્રમ્પ તે 40 હજાર ઘાતક બોમ્બ ઇઝરાયેલને આપવા તૈયાર! જાણો અમેરિકાનો નવો પ્લાન | Moneycontrol Gujarati
Get App

US Israel weapons deal: બાયડને જે ડીલ રોકી હતી, હવે ટ્રમ્પ તે 40 હજાર ઘાતક બોમ્બ ઇઝરાયેલને આપવા તૈયાર! જાણો અમેરિકાનો નવો પ્લાન

US Israel weapons deal: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઇઝરાયેલને 40 હજાર શક્તિશાળી બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યા છે. જાણો 2.8 અબજ ડોલરની આ ડીલની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 10:34:36 AM Sep 16, 2026 પર
Story continues below Advertisement
આ ડીલ એવા સમયે થઈ રહી છે જ્યારે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા પછી ગાઝામાં શરૂ થયેલા યુદ્ધને કારણે ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે. અમેરિકાની મધ્યસ્થીથી ભૂતકાળમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયર થયું હતું, આમ છતાં હિંસા અટકી ન હતી.

US Israel weapons deal: મધ્ય પૂર્વમાં અત્યારે ભારે તણાવનો માહોલ છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકા, ઇઝરાયેલને 40 હજાર અત્યંત શક્તિશાળી બોમ્બ આપવાની તૈયારી કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે, પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના કાર્યકાળ દરમિયાન આ ડીલ પર રોક લગાવી દીધી હતી, પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે આ ડીલને ફરીથી લીલી ઝંડી આપવાનો પ્લાન બનાવ્યો છે.

2.8 અબજ ડોલરની મોટી ડીલ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રશાસન એક લશ્કરી કરાર હેઠળ ઇઝરાયેલને 2000 પાઉન્ડ વજનના અત્યંત ઘાતક અને શક્તિશાળી બોમ્બ આપવા જઈ રહ્યું છે. અમેરિકાના બે ઉચ્ચ અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે આ આખું પેકેજ 2.8 અબજ ડોલરનું છે.

આ ડીલ હેઠળ ઇઝરાયેલને 40,000 બોમ્બ આપવામાં આવશે. હાલમાં આ પ્લાનને આખરી ઓપ આપવાનું બાકી છે, પરંતુ અમેરિકન કોંગ્રેસને આ અંગે અનૌપચારિક રીતે જાણ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ગાઝામાં મોટા પાયે તબાહી અને નાગરિકોના જીવ જવાના ડરથી અગાઉ બાયડનન સરકારે આ બોમ્બની સપ્લાય અટકાવી દીધી હતી.

અમેરિકામાં વિરોધ કેમ થઈ રહ્યો છે?


આ ડીલનો મોટાભાગનો ખર્ચ ‘Foreign Military Financing' (FMF) દ્વારા ચૂકવવામાં આવનાર છે. અમેરિકામાં વિપક્ષને આ અંગે વાંધો છે. વિપક્ષનો દાવો છે કે આ સિસ્ટમ હેઠળ અમેરિકાના ટેક્સપેયર્સના પૈસા ઇઝરાયેલને આપવામાં આવે છે. ત્યારબાદ ઇઝરાયેલ એ જ પૈસાનો ઉપયોગ કરીને અમેરિકા પાસેથી હથિયારો ખરીદે છે.

ઇઝરાયેલની તાકાત વધારવા ટ્રમ્પનો પ્રયાસ

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઇઝરાયેલની સૈન્ય તાકાત વધારવા માટે સતત કડક પગલાં લઈ રહ્યું છે. આ 40 હજાર બોમ્બની ડીલ પણ તે જ શ્રેણીનો એક ભાગ છે. હથિયારોના આ વેચાણના પ્લાનની માહિતી સૌથી પહેલા 'ધ વોશિંગ્ટન પોસ્ટ' નામના લોકપ્રિય અખબારે પોતાના રિપોર્ટમાં આપી હતી.

મધ્ય પૂર્વમાં હિંસા અને તણાવ યથાવત

આ ડીલ એવા સમયે થઈ રહી છે જ્યારે 7 ઓક્ટોબર 2023ના રોજ હમાસના હુમલા પછી ગાઝામાં શરૂ થયેલા યુદ્ધને કારણે ઇઝરાયેલ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પડી ગયું છે. અમેરિકાની મધ્યસ્થીથી ભૂતકાળમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયર થયું હતું, આમ છતાં હિંસા અટકી ન હતી.

આ સંઘર્ષમાં સેંકડો ઇઝરાયેલીઓ અને હજારો પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે. ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ અગાઉ રાષ્ટ્રપતિ ટ્રમ્પને જણાવ્યું હતું કે હમાસ હજુ હથિયાર હેઠા મૂકવા તૈયાર નથી અને ગાઝામાં ફરીથી પગપેસારો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ જ કારણસર ઇઝરાયેલ પોતાની સૈન્ય તાકાત વધારી રહ્યું છે.

આ પણ વાંચો- UPIના નવા નિયમો પર PhonePeના CEOનું મોટું નિવેદન: ‘96% પેમેન્ટ ફ્રી રહેશે, જાણો શા માટે જરૂરી હતો આ નવો MDR ચાર્જ'

MoneyControl News

MoneyControl News

First Published: Sep 16, 2026 10:34 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.