ટ્રમ્પનો એક નિર્ણય અને પાકિસ્તાનમાં ફફડાટ! ભારતે મારી બાજી, હવે પાડોશી દેશના ટેક્સટાઈલ ઉદ્યોગ પર લટકતી તલવાર | Moneycontrol Gujarati
Get App

ટ્રમ્પનો એક નિર્ણય અને પાકિસ્તાનમાં ફફડાટ! ભારતે મારી બાજી, હવે પાડોશી દેશના ટેક્સટાઈલ ઉદ્યોગ પર લટકતી તલવાર

Donald Trump India US Trade Deal: અમેરિકા અને યુરોપ સાથેની ભારતની ઐતિહાસિક ટ્રેડ ડીલથી પાકિસ્તાનના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે. ટ્રમ્પની જાહેરાતથી ભારતને ફાયદો થશે જ્યારે પાકિસ્તાન પર શું અસર થશે? વાંચો આ વિશેષ અહેવાલ.

અપડેટેડ 12:08:02 PM Feb 04, 2026 પર
Story continues below Advertisement
Donald Trump India US Trade Deal: અમેરિકા અને યુરોપ સાથેની ભારતની ઐતિહાસિક ટ્રેડ ડીલથી પાકિસ્તાનના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ફફડાટ ફેલાયો છે.

Donald Trump India US Trade Deal: વૈશ્વિક બજારમાં ભારતે રમેલા એક દાવે પાડોશી દેશ પાકિસ્તાનની મુશ્કેલીઓમાં અનેકગણો વધારો કરી દીધો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય સામાન પરના ટેક્સ (ટેરિફ) માં ઘટાડો અને યુરોપિયન યુનિયન (EU) સાથે ભારતના કરારે પાકિસ્તાનના વેપારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. ખાસ કરીને પાકિસ્તાન જેના પર સૌથી વધુ નિર્ભર છે તેવા ટેક્સટાઈલ (કાપડ) ઉદ્યોગ પર હવે સંકટના વાદળો ઘેરાયા છે.

ભારતની મજબૂત સ્થિતિથી પાકિસ્તાનમાં ચિંતા

પાકિસ્તાનના 'કોટન જીનર્સ ફોરમ' ના ચેરમેન એહસાનુલ હકે પોતાની સરકારને ચેતવણી આપી છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો પાકિસ્તાનનું એક્સપોર્ટ માર્કેટ તૂટી પડશે. આ ડર પાછળનું મુખ્ય કારણ ભારતની બે મોટી સફળતા છે:

યુરોપ સાથે ડીલ: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) થયો છે. જેના કારણે ત્યાં જતી ભારતીય પ્રોડક્ટ્સ પર ઈમ્પોર્ટ ડ્યુટી શૂન્ય થઈ ગઈ છે.

અમેરિકા સાથે રાહત: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ઉત્પાદનો પરના ટેરિફ ઘટાડીને 18-25% ની રેન્જમાં લાવી દીધા છે. બીજી તરફ, પાકિસ્તાની સામાન પર હજુ પણ અમેરિકામાં 19% જેટલો ટેરિફ લાગે છે.


આ સ્થિતિમાં સીધી વાત છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં ભારતીય સામાન સસ્તો અને સ્પર્ધાત્મક બનશે, જ્યારે પાકિસ્તાન કિંમતની હરીફાઈમાં પાછળ રહી જશે.

‘મધર ઓફ ઓલ ડીલ્સ' અને ભારતનો દબદબો

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા કરારને નિષ્ણાતો ‘મધર ઓફ ઓલ ડીલ્સ' ગણાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કરાર અમલમાં આવતાની સાથે જ પહેલા દિવસથી ભારતની 99% નિકાસ યુરોપિયન યુનિયનના દેશોમાં ડ્યુટી ફ્રી (ટેક્સ વગર) એન્ટ્રી મેળવશે.

સરકારનો અંદાજ છે કે આ કરારને કારણે આવનારા 5 વર્ષમાં ભારતની નિકાસ બમણી થઈ જશે. ભારત યુરોપ સાથેના વેપારમાં પહેલેથી જ ફાયદામાં (સરપ્લસ) છે, અને આ નવી નીતિઓ ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવશે.

પાકિસ્તાની ઉદ્યોગપતિઓની સરકાર પાસે માંગ

ભારતની આ પ્રગતિ જોઈને પાકિસ્તાની ઉદ્યોગપતિઓએ પોતાની સરકાર પાસે મદદ માંગી છે. તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે:

દેશમાં ઉત્પાદન ખર્ચ (Production Cost) ઘટાડવામાં આવે જેથી ભારત જેવા પાડોશી દેશો સામે ટકી શકાય.

* લાંબા સમયથી અટકેલા રિફંડ તાત્કાલિક છૂટા કરવામાં આવે.

* સુપર ટેક્સની જવાબદારી સામે રિફંડને એડજસ્ટ કરવામાં આવે.

પાકિસ્તાની નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર નીતિઓમાં ફેરફાર કરવામાં મોડું કરશે, તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના ખર્ચનો તફાવત વધતો જશે અને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનું બજાર ગુમાવી બેસશે.

આ પણ વાંચો- Silver Price Today: ઘટાડા બાદ ચાંદીના ભાવમાં તેજી, જાણો 4 ફેબ્રુઆરીનો સિલ્વર રેટ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 04, 2026 12:08 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.