India-US Trade Deal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં કોણ બન્યું વિલન? લીક થયેલા ઓડિયોમાં ખૂલ્યા મોટા નામ! ટ્રમ્પને મળી ચેતવણી | Moneycontrol Gujarati
Get App

India-US Trade Deal: ભારત-અમેરિકા ટ્રેડ ડીલમાં કોણ બન્યું વિલન? લીક થયેલા ઓડિયોમાં ખૂલ્યા મોટા નામ! ટ્રમ્પને મળી ચેતવણી

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ કોણે અટકાવી? લીક થયેલા એક ઓડિયોમાં સેનેટર ટેડ ક્રૂઝે ટ્રમ્પના જ બે ખાસ માણસોના નામ લીધા છે. જાણો આ રિપોર્ટમાં 2026ની ચૂંટણી અને મોંઘવારીનું કનેક્શન.

અપડેટેડ 10:33:06 AM Jan 26, 2026 પર
Story continues below Advertisement
India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ કોણે અટકાવી?

India-US Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ભલે મિત્રતાપૂર્ણ દેખાતા હોય, પરંતુ વેપારની બાબતમાં અંદરખાને મોટી ખેંચતાણ ચાલી રહી છે. છેલ્લા ઘણા મહિનાઓથી ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ (વ્યાપારિક સમજૂતી) અટવાયેલી પડી છે. હવે આ મામલે એક મોટો ધડાકો થયો છે. અમેરિકન સેનેટર ટેડ ક્રૂઝનો એક ઓડિયો લીક થયો છે, જેમાં તેમણે ખુલાસો કર્યો છે કે આ ડીલ અટકાવવા પાછળ બીજું કોઈ નહીં પણ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રના જ બે મોટા માથાઓ જવાબદાર છે.

કોણ છે એ બે 'ઘરના ભેદુ'?

એક્સિયોસના એક રિપોર્ટ અનુસાર, લીક થયેલા ઓડિયોમાં ટેડ ક્રૂઝે સ્પષ્ટ કર્યું છે કે વ્હાઇટ હાઉસના વ્યાપાર સલાહકાર પીટર નવારો અને ઉપપ્રમુખ જેડી વેન્સ ભારત સાથેની ડીલમાં ‘અસલી વિલન' સાબિત થઈ રહ્યા છે. સેનેટરે પોતાના જ ડોનર્સ સાથેની વાતચીતમાં સ્વીકાર્યું છે કે આ બંને નેતાઓ ભારત સાથે સમજૂતી થવા દેતા નથી.

આ બંને અધિકારીઓનું માનવું છે કે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું છે, તેથી ભારત પર દબાણ લાવવું જોઈએ. તેઓ ભારતથી આવતી વસ્તુઓ પર ભારે ટેરિફ લાદવાના પક્ષમાં છે અને ભૂતકાળમાં ભારત વિરોધી નિવેદનો પણ આપી ચૂક્યા છે.

1 India-US Trade Deal


2026ની ચૂંટણી અને મોંઘવારીનો ડર

ટેડ ક્રૂઝ માત્ર નામો જાહેર કરીને અટક્યા નથી, તેમણે આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પને ગંભીર ચેતવણી પણ આપી છે. ક્રૂઝનું માનવું છે કે જો ભારત જેવા દેશો પર ટેરિફ વધારવામાં આવશે, તો તેની સીધી અસર અમેરિકાની સામાન્ય જનતા પર પડશે. ટેરિફ વધવાથી અમેરિકામાં વસ્તુઓના ભાવ વધશે અને મોંઘવારી આસમાને પહોંચશે.

ક્રૂઝે ચિંતા વ્યક્ત કરી છે કે જો મોંઘવારી કાબૂમાં ન રહી, તો 2026માં આવનારી મિડ-ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને મોટો ફટકો પડી શકે છે અને હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, એવું કહેવાય છે કે ટ્રમ્પે આ ચેતવણીને ગંભીરતાથી લીધી નથી.

હાલની સ્થિતિ: ભારત પર 50% ટેરિફનો બોજ

આ રાજકીય ખેંચતાણ વચ્ચે વેપારને મોટું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લા 5 મહિનાથી અમેરિકા ભારતની અમુક પ્રોડક્ટ્સ પર 50 ટકા જેટલો તોતિંગ ટેરિફ વસૂલી રહ્યું છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચે વાતચીત શરૂ થઈ હતી, પરંતુ આજ દિન સુધી તેનો કોઈ સુખદ અંત આવ્યો નથી.

એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગાઢ મિત્રતાની વાતો થાય છે, પણ બીજી તરફ વહીવટીતંત્રમાં બેઠેલા કેટલાક અધિકારીઓના વલણને કારણે ભારત માટે મુશ્કેલીઓ વધી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આ લીક થયેલા ઓડિયો બાદ ટ્રમ્પ પ્રશાસન કોઈ નવો નિર્ણય લે છે કે કેમ.

આ પણ વાંચો- Budget 2026: દુનિયામાં સૌથી વધુ બજેટ રજૂ કરનાર મહિલા; નિર્મલા સીતારમણ 9મી વખત બજેટ રજૂ કરીને તોડશે આ મોટા રેકોર્ડ્સ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 26, 2026 10:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.