Adani ConneXએ દેશની સૌથી મોટા ડેટા સેન્ટર ફેસિલિટી માટે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું | Moneycontrol Gujarati
Get App

Adani ConneXએ દેશની સૌથી મોટા ડેટા સેન્ટર ફેસિલિટી માટે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું

AdaniconneX Deal: 2030 સુધીમાં 1 ગીગાવોટના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવા માટે નિર્ણાયક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે આ ધિરાણથી અદાણીકોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો આરંભ થાય છે.

અપડેટેડ 01:56:23 PM Jun 24, 2023 પર
Story continues below Advertisement

ચેન્નઈ અને નોઈડામાં આકરા લઈ રહેલાં67 મેગાવોટ પોર્ટફોલિઓના નિર્માણ હેઠળના દેશના સૌથી મોટા ડેટા સેન્ટર માટે અદાણી કોનેક્ષે 21.3 કરોડ ડોલરનું ફંડ મેળવ્યું છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL)અને એજકોનેક્ષ (ECX) વચ્ચેના 50:50ના જોઈન્ટ વેન્ચરે ધિરાણ કરવા માટે આંતરરાષ્ટ્રીય બેન્કોના સહયોગ સાથે 21.3 કરોડ ડોલરની સિનિયર ડેટ ફેસિલિટી શરૂ કરી છે.

2030 સુધીમાં 1 ગીગાવોટના ડેટા સેન્ટરની ક્ષમતા સાથે ડિજિટલ ઈન્ડિયાને સશક્ત બનાવવા માટે નિર્ણાયક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચાડવા માટે આ ધિરાણથી અદાણીકોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો આરંભથાય છે.

અદાણીની પૂર્ણપણે ઉર્જા વ્યવસ્થાપન,રિન્યુએબલ પાવર અને પ્રોજેક્ટ વિકાસમાં સંગીનકુશળતા સાથે એજકોનેક્ષના વ્યાપક ડેટા સેન્ટરની કુશળતા અને ઉદ્યોગ ટેક્નોલોજી સોલ્યુશન્સમાં મજબૂત નેતૃત્વ સાથેનો સમન્વય આ ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિનો પથ કંડારવામાટે સજ્જ છે.


અદાણીકોનેક્ષ એ તેના નિર્માણાધીન ડેટા સેન્ટર એસેટના પોર્ટફોલિયો માટે 21.3 કરોડ ડોલરનું માતબર ધિરાણ મેળવવા સાથે ફાઇનાન્સિંગ ફ્રેમવર્કમાં પ્રવેશ કરીને પોતાની સૌ પ્રથમ બાંધકામ સુવિધા મારફત ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ ટાઈ-અપ સુવિધા 67 મેગાવોટની કુલ ક્ષમતાવાળા બે ડેટા સેન્ટરોને ધિરાણ કરશે જેમાં ચેન્નઇ-1 કેમ્પસના પ્રથમ તબક્કાના 17 મેગાવોટ અને 50 મેગાવોટના નોઈડા કેમ્પસનો સમાવેશ થાય છે.

વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલાડેટા સેન્ટર બજારો પૈકીનું ભારત એક છે અને CRISILના અંદાજ મુજબ ભારતમાં ડેટા સેન્ટરની ક્ષમતા નાણાકીય વર્ષ-22માં 840 મેગાવોટથી નાણાકીય વર્ષ-2025 સુધીમાં બમણી થઈને 1700-1800 મેગાવોટ થવાની ધારણા છે.

ભરોસાપાત્ર આઇ.ટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા માટે અદાણીકોનેક્ષ 1 ગીગાવોટનું ગ્રીન ડેટા સેન્ટર પ્લેટફોર્મ બનાવવાના મિશન સાથે મૂડી રોકાણ કરી રહ્યું છે, જે સમગ્ર દેશમાં હાઈપરસ્કેલથી હાઈપરલોકલ ડેટા સેન્ટરમાં રોકાણ દ્વારા સક્ષમ છે.

અદાણીકોનેક્ષ માટે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓ સાથેના ફ્રેમવર્ક કરાર મારફત આખરી ઓપ આપવામાં આવેલ પ્લેટફોર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગ વિકાસ એજન્ડાને સંસ્થાકીય બનાવશે. આઇએનજી બેન્ક એન.વી., મિઝૂહો બેક લિ., એમયુએફજી બેન્ક લિ, નેટીક્ષીસ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સુમિટોમો મિટસૂઇ બેન્કીંગ કોર્પોરેશન આ સુવિધા માટે પ્રતિબદ્ધ છે.

અદાણી કોનેક્ષના ચીફ એક્ઝીકયુટિવ ઓફિસર જયકુમાર જનકરાજે જણાવ્યું હતું કે, નિર્માણ સુવિધા એ અદાણી કોનેક્ષની મૂડી વ્યવસ્થાપન યોજનાનો ચાવીરુપ ઘટક છે, જે કંપનીને 2030 સુધીમાં 1 ગીગાવોટના વિશ્વસનીય અને ટકાઉ ડેટા સેન્ટરની ક્ષમતાએ સમયસર પહોંચાડવાનો માર્ગ પૂરો પાડે છે. આ સિદ્ધિ કંપનીની પરિવર્તનશીલ પહેલને વિકસાવવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્રાંતિ લાવવા માટે સજ્જ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Jun 24, 2023 1:56 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.