ગોલ્ડ લોન બિઝનેસમાં Aditya Birla Capitalની મોટી એન્ટ્રી, જાહેરાત થતા જ શેરમાં 3%નો ઉછાળો, જાણો કંપનીનો માસ્ટર પ્લાન
Aditya Birla Capitalએ ગોલ્ડ લોન બિઝનેસમાં એન્ટ્રી કરી છે. આગામી 3 વર્ષમાં કંપની 1000 નવી બ્રાન્ચ ખોલશે. આ મોટી જાહેરાતથી કંપનીના શેરમાં 3% નો જંગી ઉછાળો આવ્યો છે. જાણો સંપૂર્ણ પ્લાન.
જૂન ક્વાર્ટરના આંકડા જોઈએ તો, વાર્ષિક ધોરણે મુથૂટ ફાઇનાન્સની ગોલ્ડ લોન AUM 44 ટકા વધી છે. જ્યારે મણપ્પુરમની AUM લગભગ બમણી થઈને 97 ટકા વધી છે. IIFL ફાઇનાન્સમાં પણ 114 ટકાનો અધધ વધારો જોવા મળ્યો છે.
Aditya Birla Capital Share Price: શેરબજારમાં આજે એક મોટા અને પોઝિટિવ સમાચાર સામે આવ્યા છે. જાણીતી ફાઇનાન્શિયલ કંપની આદિત્ય બિરલા કેપિટલએ હવે ગોલ્ડ લોન સેગમેન્ટમાં વિધિવત એન્ટ્રી કરવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત માર્કેટમાં આવતા જ રોકાણકારોએ આ શેરમાં ભારે ખરીદી શરૂ કરી દીધી, જેના કારણે શેર રોકેટની સ્પીડે 3 ટકાથી વધુ ઉછળી ગયો હતો.
શેરની આજની લેટેસ્ટ સ્થિતિ
20 ઓગસ્ટના ટ્રેડિંગ સેશનમાં આદિત્ય બિરલા કેપિટલનો શેર BSE પર ઇન્ટ્રા-ડેમાં 3.34 ટકાના ઉછાળા સાથે 410.00 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. જોકે, ઊંચા મથાળે થોડું પ્રોફિટ બુકિંગ આવતા હાલમાં આ શેર 2.77 ટકાના વધારા સાથે 407.75 રૂપિયા પર મજબૂતીથી ટ્રેડ થઈ રહ્યો છે.
શું છે Aditya Birla Capital નો માસ્ટર પ્લાન?
કંપનીએ આજે એક્સચેન્જ ફાઇલિંગમાં સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, તેમની NBFC બ્રાન્ચે ગોલ્ડ લોન બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. કંપની આગામી 3 વર્ષની અંદર દેશભરમાં ગોલ્ડ લોનની 1,000 નવી બ્રાન્ચ ખોલવાની યોજના ધરાવે છે. આ પ્લાન અંતર્ગત જ્યાં સૌથી વધુ માંગ છે તેવા હાઈ-પોટેન્શિયલ માર્કેટમાં માર્ચ 2027 સુધીમાં 200 થી 300 બ્રાન્ચ શરૂ કરી દેવામાં આવશે. કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને CEO (NBFC) રાકેશ સિંહનું કહેવું છે કે, ભારતમાં ગોલ્ડ લોન માર્કેટમાં જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. આ સેગમેન્ટમાં કંપનીની એન્ટ્રી એ તેમની સિક્યોર્ડ લેન્ડિંગ સ્ટ્રેટેજીનો જ એક ભાગ છે.
ગોલ્ડ લોન માર્કેટમાં વધશે જોરદાર સ્પર્ધા
માત્ર 4 મહિના પહેલા જ પૂનાવાલા ફિનકોર્પએ ગોલ્ડ લોન બિઝનેસમાં એન્ટ્રી કરી હતી. હવે આદિત્ય બિરલા કેપિટલના આવવાથી માર્કેટમાં સીધી ટક્કર જોવા મળશે. હાલમાં આ માર્કેટમાં મુથૂટ ફાઇનાન્સ, મણપ્પુરમ ફાઇનાન્સ અને IIFL ફાઇનાન્સનું મોટું વર્ચસ્વ છે. આ ઉપરાંત ફેડરલ બેંક, CSB બેંક અને સાઉથ ઇન્ડિયન બેંક પણ આ સેગમેન્ટમાં સક્રિય હોવાથી સ્પર્ધા ખૂબ કડક બની છે.
હરિફ કંપનીઓનો ગ્રોથ કેવો રહ્યો?
જૂન ક્વાર્ટરના આંકડા જોઈએ તો, વાર્ષિક ધોરણે મુથૂટ ફાઇનાન્સની ગોલ્ડ લોન AUM 44 ટકા વધી છે. જ્યારે મણપ્પુરમની AUM લગભગ બમણી થઈને 97 ટકા વધી છે. IIFL ફાઇનાન્સમાં પણ 114 ટકાનો અધધ વધારો જોવા મળ્યો છે. બેંકોની વાત કરીએ તો ફેડરલ બેંકનો ગ્રોથ 33 ટકા અને CSB બેંકનો ગ્રોથ 47 ટકા રહ્યો છે.
આદિત્ય બિરલા કેપિટલના શાનદાર નાણાકીય પરિણામો
જૂન ક્વાર્ટરમાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. કંપનીની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ વાર્ષિક ધોરણે 27.9 ટકા વધીને 2,377 કરોડ રૂપિયા થઈ છે. નેટ પ્રોફિટ 40 ટકાના ઉછાળા સાથે 1,175 કરોડ રૂપિયા નોંધાયો છે. કંપનીની કુલ બિઝનેસ લોન 31 ટકા વધીને 95,099 કરોડ રૂપિયા થઈ છે. કુલ એસેટ્સ અંડર મેનેજમેન્ટ 28 ટકા વધીને 1.67 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.
1 વર્ષમાં શેરે કેવું રિટર્ન આપ્યું?
આદિત્ય બિરલા કેપિટલના શેરની ચાલ પર નજર કરીએ તો, 3 સપ્ટેમ્બર 2025 ના રોજ આ શેર BSE પર 273.00 રૂપિયાના ભાવે હતો, જે તેનું 52 વીક લો લેવલ છે. આ નીચલા સ્તરથી માત્ર 11 મહિનામાં શેરે 57.71 ટકાનો જંગી ઉછાળો નોંધાવ્યો છે અને 3 ઓગસ્ટ 2026 ના રોજ 430.55 રૂપિયાની વિક્રમી સપાટી (52 વીક હાઈ) બનાવી ચૂક્યો છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.