Market Outlook: રેન્જ-બાઉન્ડ રહ્યા બાદ માર્કેટ ફ્લેટ બંધ, જાણો સોમવારે 24 ઓગસ્ટે કેવી રહેશે બજારની ચાલ | Moneycontrol Gujarati
Get App

Market Outlook: રેન્જ-બાઉન્ડ રહ્યા બાદ માર્કેટ ફ્લેટ બંધ, જાણો સોમવારે 24 ઓગસ્ટે કેવી રહેશે બજારની ચાલ

શેરબજારમાં ટ્રેડિંગ રેન્જ-બાઉન્ડ રહેતા સેન્સેક્સ અને નિફ્ટી ફ્લેટ બંધ રહ્યા છે. જાણો આગામી સેશન માટે દિગ્ગજ નિષ્ણાતોએ નિફ્ટી અને બેન્ક નિફ્ટી પર શું ટાર્ગેટ આપ્યા છે.

અપડેટેડ 05:59:26 PM Aug 21, 2026 પર
Story continues below Advertisement
માર્કેટમાં ભલે મોટી તેજી ન હતી, પરંતુ અમુક શેરોમાં સારી એક્શન જોવા મળી હતી. નિફ્ટીમાં પાવર ગ્રીડ કોર્પ, HDFC લાઈફ, નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક અને ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરોમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી.

Market Outlook: બજારમાં 21 ઓગસ્ટનું સેશન એકદમ સીમિત દાયરામાંરહ્યું હતું. આખો દિવસ માર્કેટ કોઈ ચોક્કસ દિશા નક્કી કરી શક્યું ન હતું અને અંતે મુખ્ય ઈન્ડેક્સ ફ્લેટ સ્તરે બંધ થયા હતા. ટ્રેડિંગ સેશનના અંતે સેન્સેક્સ માત્ર 3.11 પોઈન્ટના મામૂલી વધારા સાથે 77540.83 ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 20.15 પોઈન્ટ (0.08 ટકા) વધીને 24252.00 ના લેવલ પર સેટલ થયો હતો.

શેરબજારમાં આજે ક્યાં થઈ કમાણી?

માર્કેટમાં ભલે મોટી તેજી ન હતી, પરંતુ અમુક શેરોમાં સારી એક્શન જોવા મળી હતી. નિફ્ટીમાં પાવર ગ્રીડ કોર્પ, HDFC લાઈફ, નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક અને ભારત ઈલેક્ટ્રોનિક્સના શેરોમાં સૌથી વધુ તેજી નોંધાઈ હતી. જ્યારે મારુતિ સુઝુકી, ટ્રેન્ટ, ઈન્ટરગ્લોબ એવિએશન, ઈન્ફોસિસ અને HCL ટેક્નોલોજીસના શેરોમાં વેચવાલીને કારણે ઘટાડો નોંધાયો હતો. આજે મેટલ અને રિયલ્ટી સેક્ટરમાં સારી ખરીદી થઈ હતી. બીજી બાજુ ઓટો, FMCG, IT, મીડિયા અને ફાર્મા સેક્ટરમાં પ્રેશર જોવા મળ્યું હતું. બ્રોડર માર્કેટની વાત કરીએ તો મિડ-કેપ ઈન્ડેક્સ ફ્લેટ રહ્યો હતો, પરંતુ સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 0.7 ટકાનો શાનદાર ઉછાળો જોવા મળ્યો હતો.

આગામી ટ્રેડિંગ સેશનમાં કેવી રહેશે બજારની ચાલ?

બજાર હવે કઈ દિશામાં જશે, તેના પર માર્કેટ નિષ્ણાતોએ પોતાના મંતવ્યો અને ટાર્ગેટ આપ્યા છે. LKP સિક્યોરિટીઝના રૂપક ડેના મતે આજે નિફ્ટી આખો દિવસ 20EMA અને 50EMA ની વચ્ચે જ ફરતો રહ્યો હતો. માર્કેટનો મૂડ સાઈડવેઝથી લઈને થોડો પોઝિટિવ છે. નિફ્ટી માટે નીચેની તરફ 24200 પર મજબૂત સપોર્ટ છે. જો આ લેવલ તૂટશે તો નિફ્ટી 24000 સુધી નીચે સરકી શકે છે. ઉપરની તરફ 24350 પર રજિસ્ટન્સ છે, જે પાર થતાં બજારમાં 24500 સુધીની તેજી જોવા મળી શકે છે.


SBI સિક્યોરિટીઝના સુદીપ શાહ જણાવે છે કે, નિફ્ટી માટે હવે સૌથી નજીકનો રજિસ્ટન્સ 24370 થી 24400 ઝોનની વચ્ચે છે. જો નિફ્ટી આ ઝોનની ઉપર ટકવામાં સફળ રહેશે, તો ટૂંકા ગાળામાં તે 24550 અને ત્યારબાદ 24700 નો આંકડો પણ પાર કરી શકે છે. ઘટાડાની સ્થિતિમાં 24130 થી 24100 નો મજબૂત સપોર્ટ છે.

રેલિગેર બ્રોકિંગના અજીત મિશ્રા મુજબ, ટેકનિકલ ચાર્ટ મુજબ નિફ્ટીની તેજી હવે થોડી ધીમી પડી રહી હોય તેવું લાગે છે. બજાર થોડો સમય કન્સોલિડેશનના તબક્કામાં રહી શકે છે. રોકાણકારોએ અત્યારે મજબૂત ફંડામેન્ટલવાળા શેરો પસંદ કરવા જોઈએ અને રિસ્ક મેનેજમેન્ટ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

બેન્ક નિફ્ટી માટે શું છે રણનીતિ?

બેન્ક નિફ્ટીની વાત કરીએ તો, આજે તે 290 પોઈન્ટની નાની રેન્જમાં જ ટ્રેડ કરતો રહ્યો હતો. એક્સપર્ટ સુદીપ શાહના જણાવ્યા મુજબ, છેલ્લા 15 માંથી 8 સેશનમાં ઈન્ડેક્સમાં નાની બોડીવાળી કેન્ડલ બની છે, જે દર્શાવે છે કે ટ્રેડર્સમાં હાલ માર્કેટની દિશાને લઈને મૂંઝવણ છે. બેન્ક નિફ્ટી માટે 58200 થી 58300 નો ઝોન તાત્કાલિક રજિસ્ટન્સ તરીકે કામ કરશે. જો આ લેવલ પાર થશે તો 58700 અને 59000 સુધીનો ઝડપી ઉછાળો આવી શકે છે. નીચેની તરફ બેન્ક નિફ્ટીને 57300 થી 57200 ની રેન્જમાં સારો સપોર્ટ મળશે.

આ પણ વાંચો-Gold Price Today: સોનાના ભાવમાં એક જ સપ્તાહમાં 5%નો તોતિંગ ઉછાળો, જાણો રોકાણકારો માટે શું છે એક્સપર્ટની સલાહ?

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 21, 2026 5:59 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.