મિડલ ઈસ્ટના વધતા તણાવ વચ્ચે બુધવારે અમેરિકન શેરબજાર નબળાઈ સાથે બંધ થયું. ફાઇનાન્શિયલ અને ટેક સ્ટોક્સમાં મોટું વેચાણ જોવા મળ્યું.
Asian Markets Today: ગુરુવારે એશિયા-પેસિફિક બજારોમાં ભારે વેચવાલી જોવા મળી છે. એક રાત પહેલા વોલ સ્ટ્રીટમાં આવેલા મોટા કડાકાની સીધી અસર આજે એશિયન માર્કેટ પર પડી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવ 97 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે, જેનાથી મોંઘવારી અને એનર્જી કોસ્ટ વધવાની ચિંતા ઘેરી બની છે. રોકાણકારો હાલમાં મિડલ ઈસ્ટની પરિસ્થિતિ, ઊર્જાના વધતા ભાવ અને વૈશ્વિક વિકાસ પર તેની અસરનો અંદાજ લગાવી રહ્યા છે. ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાના કારણે રિસ્ક સેન્ટિમેન્ટ ખરડાયું છે.
આજે એશિયન બજારોની સ્થિતિ
જાપાનનો નિક્કેઈ 225માં 1.4% નો ઘટાડો (ગત સેશનમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ), ટોપિક્સ 0.91% નો ઘટાડો, દક્ષિણ કોરિયાનો કોસ્પી રજા બાદ ખુલતા જ 2% નો કડાકો જોવા મળ્યો, કોસ્ડેક સ્મોલ-કેપ ઇન્ડેક્સમાં 2% થી વધુનો ઉછાળો, ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200માં 0.84%નો ઘટાડો જોવા મળ્યો, હોંગકોંગ હેંગ સેંગમાં ફ્યુચર્સ નબળી શરૂઆતના સંકેત આપી રહ્યા છે.
ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે ખતરાની ઘંટી
ભારતીય બજાર માટેના સંકેત આપતો ગિફ્ટ નિફ્ટી 23,346 ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જે નિફ્ટી ફ્યુચર્સના આગલા બંધ ભાવ કરતા આશરે 200 પોઈન્ટના ડિસ્કાઉન્ટ પર છે. એટલે કે ભારતીય શેરબજારમાં પણ આજે મોટા ઘટાડા સાથે શરૂઆત થવાની પૂરી શક્યતા છે.
વોલ સ્ટ્રીટ પર ભારે કડાકો
મિડલ ઈસ્ટના વધતા તણાવ વચ્ચે બુધવારે અમેરિકન શેરબજાર નબળાઈ સાથે બંધ થયું. ફાઇનાન્શિયલ અને ટેક સ્ટોક્સમાં મોટું વેચાણ જોવા મળ્યું.
Nvidia 3.62%, Microsoft 3.17%, Apple 1.57%, Amazon 2.53% અને IBM ના શેરમાં 7.17% નો ઘટાડો જોવા મળ્યો. જોકે, AMD (4.02%), Meta Platforms (4.24%) અને Intel, Qualcomm જેવા શેરમાં તેજી રહી.
US-ઈરાન યુદ્ધ- શાંતિના પ્રયાસ નિષ્ફળ
ઈરાનના વિદેશ મંત્રીના જણાવ્યા મુજબ, મિડલ ઈસ્ટ યુદ્ધને રોકવા માટેની વાતચીતમાં કોઈ નક્કર પ્રગતિ થઈ નથી. US અને ઈરાન વચ્ચે નવા હુમલાઓએ નાજુક યુદ્ધવિરામ (Ceasefire) ને વધુ બગાડ્યો છે. જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આશાવાદી છે અને તેમણે કહ્યું છે કે "આ આ વીકએન્ડમાં થઈ શકે છે." બીજી તરફ, ઈઝરાયલ અને લેબનોન યુદ્ધવિરામ લાગુ કરવા પર સહમત થયા છે.
US ફેડ બેજ બુક અને PMI ડેટા
રોઈટર્સના રિપોર્ટ મુજબ, ફેડરલ રિઝર્વના નવા ચેરમેન કેવિન વાર્શને AI રોકાણથી મજબૂત થયેલી પરંતુ ઈરાન યુદ્ધના કારણે મોંઘવારીથી પ્રભાવિત અર્થવ્યવસ્થા વારસામાં મળી છે. મે મહિનામાં US સર્વિસ સેક્ટરની એક્ટિવિટી વધી છે. નોન-મેન્યુફેક્ચરિંગ PMI એપ્રિલના 53.6 થી વધીને 54.5 પર પહોંચ્યો છે.
આજે સોના અને ક્રૂડ ઓઈલના ભાવ
સોનું: ક્રૂડની નીચી કિંમતો અને નબળા ડોલરથી સોનામાં ચમક વધી છે. સ્પોટ ગોલ્ડ 0.4% વધીને $4,450.16 પ્રતિ ઔંસ થયું છે. US ગોલ્ડ ફ્યુચર્સ $4,477 પર પહોંચ્યું છે.
ક્રૂડ ઓઈલ : ઈઝરાયલ-લેબનોન યુદ્ધવિરામ બાદ ભાવમાં ઘટાડો થયો. બ્રેન્ટ ફ્યુચર્સ 0.69% ઘટીને $97.14 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ 0.65% ઘટીને $95.4 પર ટ્રેડ કરી રહ્યું છે.
ડોલર ઇન્ડેક્સની સ્થિતિ
અમેરિકન ડોલર પોતાના 2 મહિનાના ઉચ્ચ સ્તરની નજીક ટકેલો છે. ડોલર ઇન્ડેક્સ 99.47 પર છે. યુરો $1.1604, બ્રિટિશ પાઉન્ડ $1.3424 અને જાપાનીઝ યેન 159.91 પ્રતિ ડોલર પર ટ્રેડ થઈ રહ્યો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.