Bajaj Consumer Care Q1 Results: નફામાં 85%નો બમ્પર ઉછાળો છતાં શેરમાં કડાકો, જાણો કંપનીના લેટેસ્ટ આંકડા | Moneycontrol Gujarati
Get App

Bajaj Consumer Care Q1 Results: નફામાં 85%નો બમ્પર ઉછાળો છતાં શેરમાં કડાકો, જાણો કંપનીના લેટેસ્ટ આંકડા

FMCG કંપની બજાજ કન્ઝ્યુમર કેરનો જૂન 2026 ક્વાર્ટરમાં નફો 85% વધીને 70.74 કરોડ રૂપિયા થયો છે. જોકે, આ શાનદાર પરિણામો છતાં શેરમાં ઘટાડો નોંધાયો છે. જાણો શેરબજારની લેટેસ્ટ અપડેટ અને કંપનીના આંકડા.

અપડેટેડ 03:58:26 PM Jul 13, 2026 પર
Story continues below Advertisement
બજાજ કન્ઝ્યુમર કેરના મેનેજમેન્ટનું કહેવું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે અમુક અડચણો જરૂર આવી હતી, પરંતુ તેમ છતાં કંપનીના ઈન્ટરનેશનલ બિઝનેસમાં શાનદાર રિકવરી જોવા મળી છે.

Bajaj Consumer Care Q1 Results: FMCG સેક્ટરની જાણીતી કંપની બજાજ કન્ઝ્યુમર કેરના એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર થઈ ગયા છે. કંપનીએ પોતાના નફા અને આવકમાં શાનદાર વૃદ્ધિ નોંધાવી છે. જોકે, આ બમ્પર કમાણીના આંકડાઓ આવ્યા હોવા છતાં, 13 જુલાઈએ શેરબજારમાં કંપનીના શેરમાં વેચવાલીનું દબાણ અને ઘટાડો જોવા મળ્યો હતો.

Q1 રિઝલ્ટ 2026: કંપનીના નાણાકીય આંકડા પર એક નજર

નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું છે. આ રહ્યા તેના મુખ્ય આંકડા,,,જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે લગભગ 85 ટકા ઉછળીને 70.74 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષે જૂન 2025 ક્વાર્ટરમાં આ નફો માત્ર 38.28 કરોડ રૂપિયા હતો. કંપનીની કામગીરીમાંથી થતી આવકમાં 25 ટકાનો ધરખમ વધારો નોંધાયો છે. તે જૂન 2025 ના 273.38 કરોડ રૂપિયાથી વધીને જૂન 2026 માં 341.56 કરોડ રૂપિયા થઈ ગઈ છે. જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 262.34 કરોડ રૂપિયા રહ્યો છે, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 235.17 કરોડ રૂપિયા હતો.

વિદેશી બજારોમાં શાનદાર કમબેક

બજાજ કન્ઝ્યુમર કેરના મેનેજમેન્ટનું કહેવું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને કારણે અમુક અડચણો જરૂર આવી હતી, પરંતુ તેમ છતાં કંપનીના ઈન્ટરનેશનલ બિઝનેસમાં શાનદાર રિકવરી જોવા મળી છે. કંપનીના ટોપ લેવલ નેતૃત્વ અને ડિસ્ટ્રીબ્યુશન પાર્ટનર્સમાં થયેલા ફેરફારોનો ફાયદો કંપનીને મળ્યો છે. ખાસ કરીને નેપાળ અને બાંગ્લાદેશ જેવા પડોશી દેશોના મુખ્ય બજારોમાં કંપનીની આવકમાં સતત ડબલ-ડિજિટ ગ્રોથ નોંધાયો છે.


તમારા ઘરમાં વપરાતી આ પ્રોડક્ટ્સ છે કંપનીની ઓળખ

ઓગસ્ટ 2010 માં શેરબજારમાં લિસ્ટ થયેલી આ કંપની હેર કેર, સ્કિન કેર અને હાઈજીન સેગમેન્ટમાં પોતાનો દબદબો ધરાવે છે. ઘરે-ઘરે જાણીતા નામ જેમ કે- બજાજ આલ્મન્ડ ડ્રોપ્સ, બજાજ બ્રાહ્મી આમળા, બજાજ સરસવનું તેલ, બજાજ 100% કોકોનટ ઓઈલ, બજાજ આમળા એલોવેરા અને બજાજ ગુલાબ જળ આ જ કંપનીની પ્રોડક્ટ્સ છે.

બમ્પર નફા છતાં શેરમાં કેમ આવ્યો ઘટાડો?

નફામાં 85 ટકાનો ઉછાળો હોવા છતાં 13 જુલાઈએ રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ જોવા મળી હતી. દિવસ દરમિયાન શેર તેના અગાઉના બંધ ભાવથી 2.5 ટકા જેટલો તૂટીને 651.55 રૂપિયાના લો-લેવલ પર પહોંચી ગયો હતો. જોકે, ટ્રેડિંગ સેશન દરમિયાન એક સમયે આ શેર 3.4 ટકા ઉછળીને 691.15 રૂપિયા પર પણ પહોંચ્યો હતો, જે તેનો 52 સપ્તાહનો નવો હાઈ રેકોર્ડ છે. હાલ કંપનીનું માર્કેટ કેપ 8600 કરોડ રૂપિયાથી વધુ છે અને આ શેર BSE 1000 ઈન્ડેક્સનો ભાગ છે.

રોકાણકારોને 1 વર્ષમાં આપ્યું 183% રિટર્ન

આ શેરે રોકાણકારોને લાંબા અને ટૂંકા ગાળે જબરદસ્ત વળતર આપ્યું છે. છેલ્લા 1 વર્ષમાં શેરમાં 183 ટકાનો ઉછાળો આવ્યો છે. 6 મહિનામાં રોકાણકારોને 133 ટકા અને 3 મહિનામાં લગભગ 57 ટકા રિટર્ન મળ્યું છે. માત્ર 2 અઠવાડિયામાં જ આ શેરે 10 ટકાની તેજી બતાવી છે.

ડિસ્ક્લેમર: (આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)

આ પણ વાંચો-TCS Share Price: ટાટાની કંપનીના શેરમાં 6% નો જંગી ઉછાળો, સ્વિટ્ઝર્લેન્ડની ABB સાથે કરી કરોડો ડોલરની AI ડીલ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 13, 2026 3:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.