BHEL Share Price: 207 કરોડની GST નોટિસ રદ થતાં જ BHELના શેરમાં 3.60%નો ઉછાળો! Q2માં નફો બમણો થતાં રોકાણકારો ગેલમાં | Moneycontrol Gujarati
Get App

BHEL Share Price: 207 કરોડની GST નોટિસ રદ થતાં જ BHELના શેરમાં 3.60%નો ઉછાળો! Q2માં નફો બમણો થતાં રોકાણકારો ગેલમાં

BHEL Share Price Jump: સરકારી કંપની BHEL ને 207.26 કરોડની GST ડિમાન્ડ નોટિસમાંથી મોટી રાહત મળી છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં 3.60% નો ઉછાળો આવ્યો છે. જાણો શેરની ચાલ અને કંપનીના પરિણામો.

અપડેટેડ 12:32:32 PM Nov 11, 2026 પર
Story continues below Advertisement
આ પોઝિટિવ સમાચાર બાદ આજે બજાર ખુલતાની સાથે જ BHEL ના શેર ચમકી ઉઠ્યા હતા અને BSE પર 3.60% ઉછળીને 437.20 પર પહોંચી ગયા હતા. જોકે, ઊંચા મથાળે હળવી નફાવસૂલી (Profit Booking) જોવા મળતા હાલમાં આ શેર 3.01% ના વધારા સાથે 434.70 પર ટ્રેડ કરી રહ્યો છે.

BHEL Share Price: સરકારી કંપની ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ (BHEL)ને GST મામલે મોટી રાહત મળતા આજે શેરબજારમાં કંપનીના શેરોએ તેનો જશ્ન મનાવ્યો હતો. તેલંગાણાના કોમર્શિયલ ટેક્સ વિભાગે નાણાકીય વર્ષ 2022-23 માટે કંપની સામેની 207.26 કરોડની GST ડિમાન્ડને સંપૂર્ણપણે રદ કરી દીધી છે. કંપનીએ 9 નવેમ્બરના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં આ રાહતની જાણકારી આપી હતી.

આ પોઝિટિવ સમાચાર બાદ આજે બજાર ખુલતાની સાથે જ BHEL ના શેર ચમકી ઉઠ્યા હતા અને BSE પર 3.60% ઉછળીને 437.20 પર પહોંચી ગયા હતા. જોકે, ઊંચા મથાળે હળવી નફાવસૂલી (Profit Booking) જોવા મળતા હાલમાં આ શેર 3.01% ના વધારા સાથે 434.70 પર ટ્રેડ કરી રહ્યો છે.

3 વર્ષની GST નોટિસમાંથી 2 રદ, હવે માત્ર 1 કેસની સુનાવણી બાકી


ટેક્સ સત્તાવાળાઓએ સપ્ટેમ્બર 2025 માં BHEL ને 3 નાણાકીય વર્ષો માટે GST સંબંધિત કારણદર્શક નોટિસ (Show Cause Notice) ફટકારી હતી. આ નોટિસ દ્વારા સરકારી કંપની પાસેથી કુલ 586.43 કરોડની ટેક્સ ડિમાન્ડ કરવામાં આવી હતી, જેની વિગત નીચે મુજબ છે:

નાણાકીય વર્ષ 2021-22 (FY22): 184.55 કરોડની ડિમાન્ડ હતી. કંપનીએ જાન્યુઆરી 2026 માં માહિતી આપી હતી કે આમાંથી 183.77 કરોડની GST ડિમાન્ડ રદ થઈ ગઈ છે.

નાણાકીય વર્ષ 2022-23 (FY23): 207.26 કરોડની ડિમાન્ડ હતી, જે હવે સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે.

નાણાકીય વર્ષ 2023-24 (FY24): 194.62 કરોડની ટેક્સ ડિમાન્ડનો આ એકમાત્ર મામલો હવે બાકી છે, જેની હાલમાં સુનાવણી ચાલી રહી છે. કંપનીને પૂરી આશા છે કે અગાઉના બંને કેસોની જેમ આ મામલાનો પણ કંપનીની તરફેણમાં જ નિકાલ આવશે.

કેવી છે કંપનીની નાણાકીય સ્થિતિ? Q2 માં નફો બમણાથી વધુ વધ્યો

BHEL માટે સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2) ખૂબ જ ધમાકેદાર રહ્યું છે:

આવક અને નફો: સપ્ટેમ્બર 2026 ક્વાર્ટરમાં કંપનીનું રેવન્યુ વાર્ષિક ધોરણે 23.8% વધીને 9,300 કરોડ પર પહોંચી ગયું છે. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો (Net Profit) બમણા કરતા પણ વધુ ઉછળીને 368 કરોડથી સીધો 810 કરોડ પર પહોંચી ગયો છે.

EBITDA અને માર્જિન: ઓપરેટિંગ લેવલ પર કંપનીનો EBITDA પણ 77% વધીને 1,026 કરોડ થયો છે અને EBITDA માર્જિન 7.7% થી સુધરીને 11% થઈ ગયું છે.

સેગમેન્ટ મુજબ પ્રદર્શન: પાવર ડિવિઝનનું રેવન્યુ 16.95% વધીને 6,637.9 કરોડ અને ઈન્ડસ્ટ્રી સેગમેન્ટનું રેવન્યુ 45% ના મોટા ઉછાળા સાથે 2,662.5 કરોડ રહ્યું છે.

6 મહિનામાં 93.77% નું તગડું રિટર્ન, કેવી રહી શેરની ચાલ?

BHEL ના શેરોએ ખૂબ જ ઓછા સમયમાં રોકાણકારોને તાબડતોડ રિટર્ન આપ્યું છે. 6 એપ્રિલ 2026 ના રોજ BSE પર આ શેર 239.25 ના ભાવ પર હતો, જે તેનું 1 વર્ષનું સૌથી નીચલું સ્તર (52-Week Low) છે. આ નીચલા સ્તરેથી BHEL ના શેરોએ રોકેટ ગતિએ રિકવરી કરી અને માત્ર 6 જ મહિનામાં 93.77% ઉછળીને 14 ઓક્ટોબર 2026 ના રોજ 453.60 ના ભાવ પર પહોંચી ગયો હતો, જે આ શેરનું 1 વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ (52-Week High) છે.

આ પણ વાંચો - IIFL Finance Share Price: Blackstoneનું નામ જોડાતા જ રોકેટ બન્યા આ NBFC કંપનીના શેર! બજાર ખુલતા જ 11%નો ઉછાળો, ભાવ 880 સુધી જવાની આગાહી

(ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી રહી છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા હંમેશા સર્ટિફાઈડ ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)

MoneyControl News

MoneyControl News

First Published: Nov 11, 2026 12:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.