Crude Oil Price: ક્રૂડ $110ની નજીક, SpiceJet-HPCL-IndiGo સહિત આ શેરોમાં 5% સુધીનો કડાકો | Moneycontrol Gujarati
Get App

Crude Oil Price: ક્રૂડ $110ની નજીક, SpiceJet-HPCL-IndiGo સહિત આ શેરોમાં 5% સુધીનો કડાકો

11 સપ્ટેમ્બરે ક્રૂડ ઓઈલના ભાવ $110 પ્રતિ બેરલની નજીક પહોંચતા Airline, OMC, Paint અને Tyre શેરોમાં ભારે વેચવાલી જોવા મળી. SpiceJet, HPCL અને IndiGo સહિતના શેરોમાં 2-5% સુધીનો ઘટાડો થયો. બીજી તરફ, ક્રૂડના વધતા ભાવથી ફાયદો થવાની શક્યતાને કારણે ONGC અને Oil Indiaના શેરોમાં તેજી જોવા મળી.

અપડેટેડ 11:35:35 AM Sep 11, 2026 પર
Story continues below Advertisement
ક્રૂડ ઓઈલના ભાવ $110ની નજીક પહોંચતા SpiceJet, IndiGo, HPCL સહિતના શેરોમાં કડાકો, જ્યારે ONGC અને Oil Indiaમાં તેજી

બ્રેન્ટ $110ની નજીક: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. Brent crudeનો ભાવ $110 પ્રતિ બેરલની નજીક પહોંચતા તેની સીધી અસર ભારતીય શેરબજારના કેટલાક મહત્વના સેક્ટરના શેરો પર જોવા મળી છે. શુક્રવારે શરૂઆતના કારોબારમાં એરલાઇન્સ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMC), પેઇન્ટ અને ટાયર કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી જોવા મળી.

સવારના ટ્રેડિંગમાં સ્પાઇસજેટ, એચપીસીએલ અને ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઈન્ડિગો સહિતના શેરોમાં લગભગ 2-5% સુધીનો ઘટાડો થયો.

સ્પાઈસજેટ, એચપીસીએલ અને ઈન્ડિગોમાં મોટો ઘટાડો


સ્પાઈસજેટના શેરમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું અને શેર 4.6% ઘટીને ₹8.48 પર આવી ગયો. જ્યારે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)નો શેર 3.1% ઘટીને ₹341.85 પર ટ્રેડ થયો.

દેશની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો. ઇન્ટરગ્લોબ એવિએશનનો શેર 1.7% ઘટીને ₹4,861.50 પર આવી ગયો.

આ ઉપરાંત અન્ય ઑઈલ-સેનસેટીવ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)નો શેર 1.9% ઘટીને ₹297.30, જ્યારે ઈન્ડિય ઑઈલ કોર્પોરેશન (IOC)નો શેર 0.5% ઘટીને ₹134.23 થયો

પેઇન્ટ અને ટાયરના શેરો પણ દબાણમાં

ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી પેઇન્ટ અને ટાયર કંપનીઓના શેરો પર પણ દબાણ આવ્યું છે. આ કંપનીઓના ઉત્પાદન માટે વપરાતા કેટલાક કાચા માલના ભાવ ક્રૂડ ઓઈલ સાથે સીધા જોડાયેલા હોય છે.

કંસાઈ નેરોલેક પેઇન્ટ્સનો શેર 1.8%, એશિયન પેઈન્ટસ 1.3% અને બર્જર પેઈન્ટ્સ 0.3% ઘટ્યા. ટાયર કંપનીઓમાં અપોલો ટાયર, જેકે ટાયર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ અને સિએટના શેરોમાં પણ લગભગ 1-1.6%નો ઘટાડો જોવા મળ્યો.

ક્રૂડ ઑયલ પ્રાઈઝ: બ્રેન્ટ $108.68 પર

શુક્રવારે શરૂઆતના એશિયન ટ્રેડમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યૂચર લગભગ 1% વધીને $108.68 પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા. આ પહેલાં ગુરુવારે બ્રેન્ટમાં 6%થી વધુનો ઉછાળો આવ્યો. યુએસ વેસ્ટ ટેક્સ ઈન્ટરમિડિએટ (WTI) ક્રૂડ પણ લગભગ 1% વધીને $103.45 પ્રતિ બેરલ પર પહોંચ્યું.

પશ્ચિમ એશિયામાં મહત્વના શિપિંગ રૂટ્સ પર વધતા હુમલાઓને કારણે વૈશ્વિક ક્રૂડ સપ્લાયમાં વિક્ષેપની ચિંતા વધી છે. યેમેનના મોચા પોર્ટ પર ઈરાન-અલાઈન્ડ હૂથીના કબજા બાદ રેડ સી મારફતે ઓઈલ અને અન્ય માલસામાનની અવરજવર અંગે ચિંતા વધુ વધી છે. સ્ટ્રેટ ઓફ હોર્મૂઝમાં પ્રતિબંધો અને ટેંકર પરના હુમલાઓએ પણ સ્પલાય કનર્સન વધાર્યા છે.

આ પણ વાંચો: Market Crash: સેન્સેક્સમાં 700 પોઈન્ટનો કડાકો, નિફ્ટી 23,250ની નીચે, શેરબજારમાં આ 4 કારણોથી હાહાકાર

કેમ Airlines અને Paint-Tyre Stocks પર પડે છે અસર?

Airline કંપનીઓ: ક્રૂડ ઓઈલ મોંઘું થવાથી Aviation Turbine Fuel (ATF)નો ખર્ચ વધી શકે છે. ATF એરલાઇન્સના કુલ operating costનો મહત્વનો હિસ્સો હોવાથી ક્રૂડના ભાવમાં વધારો કંપનીઓના margins પર દબાણ લાવી શકે છે.

OMCs: આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં વધારો થાય ત્યારે જો તેની અસર ગ્રાહકો સુધી સંપૂર્ણ રીતે પાસ ન કરવામાં આવે તો refiners અને fuel retailersના margins પર દબાણ આવી શકે છે.

Paint અને Tyre કંપનીઓ: Paint અને Tyre બનાવવામાં વપરાતા કેટલાક petroleum-based raw materialsના ભાવ ક્રૂડ સાથે જોડાયેલા હોવાથી ક્રૂડ મોંઘું થવાથી input cost વધી શકે છે.

જોકે ONGC અને Oil Indiaના શેરોમાં તેજી

ક્રૂડના વધતા ભાવથી અપસ્ટ્રીમ ઑયલ પ્રોડ્યુસરને ફાયદો થવાની શક્યતા હોવાથી આ સેક્ટરના શેરોમાં વિપરીત ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ઓએનજીસીનો શેર 2.2% વધીને ₹242.57 પર પહોંચ્યો હતો, જ્યારે ઑયલ ઈન્ડિયાનો શેર 0.9% વધીને ₹505 પર ટ્રેડ થયો.

સેન્સેક્સ-નિફ્ટીમાં પણ ભારે વેચવાલી

ક્રૂડના ઉછાળા અને વૈશ્વિક બજારોમાં નબળાઈ વચ્ચે ભારતીય શેરબજારમાં પણ ભારે વેચવાલી જોવા મળી હતી.

સવારે 11:32 વાગ્યે સેન્સેક્સ 388.55 પોઈન્ટ એટલે કે 0.52% ઘટીને 74,514.04 પર હતો. જ્યારે Nifty 50 139.25 પોઈન્ટ એટલે કે 0.59% ઘટીને 23,338.55 પર આવી ગયો હતો. માર્કેટ બ્રેથ પણ નબળું રહ્યું હતું. 2479 શેર ઘટ્યા હતા, જ્યારે માત્ર 1242 શેરમાં તેજી જોવા મળી હતી.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 11:35 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.