Britannia Dividend 2023: બ્રિટાનિયા તેમના શેરહોલ્ડર્સને ડિવિડન્ડ આપશે, જાણો કઈ રેકૉર્ડ ડેટ થઈ છે ફિક્સ
Britannia Dividend 2023: એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની બ્રિટાનિયા (Britannia) એ 72 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ એક્સચેન્જ ફાઈલિંગમાં તેની જાણકારી આપી છે. તેને બોર્ડની મંજૂરી પણ મળી ગઈ છે. જાણો કંપની ક્યા નફાની ડિવિડન્ડના રૂપમાં વહેંચી રહી છે અને તેના માટે રેકૉર્ડ ડેટ કઈ ફિક્સ કરવામાં આવી છે અને તેના શેરો પર શું અસર છે
એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની બ્રિટાનિયાએ શાનદાર ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની પોતાના શેરહોલ્ડર્સને દરેક શેર પર 72 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.
Britannia Dividend 2023: એફએમસીજી સેક્ટરની દિગ્ગજ કંપની બ્રિટાનિયા (Britannia) ના શેરોમાં આજે મામૂલી તેજી દેખાય રહી છે. જો કે કંપનીએ શાનદાર ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપની પોતાના શેરહોલ્ડર્સને દરેક શેર પર 72 રૂપિયાનું ડિવિડન્ડ આપશે. કંપનીએ એક્સચેન્જોને સૂચના આપી છે કે બોર્ડ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી જાણકારીના મુજબ 1 રૂપિયાની ફેસ વૈલ્યૂ વાળા એક શેરના બદલે રોકાણકારોના નાણાકીય વર્ષ 2022-23 માટે 72 રૂપિયાનું ડિવિડન્ડ મળશે અને આ નિર્ણય મંગળવારની બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો. તેના શેર હજુ 0.44 ટકાના વધારાની સાથે 4339.25 રૂપિયા (Britannia Share Price) પર ટ્રેડ થઈ રહ્યા છે.
શું છે રેકૉર્ડ ડેટ
બ્રિટાનિયાએ ડિવિડન્ડ માટે રેકૉર્ડ ડેટ ફિક્સ કરી દીધુ છે. એક્સચેન્જ ફાઈલિંગમાં આપવામાં આવેલી જાણકારીના મુજબ આ અંતરિમ ડિવિડન્ડ માટે 13 એપ્રિલ 2023 ના રેકૉર્ડ ડેટ ફિક્સ કરવામાં આવ્યા છે.
માનવામાં આવી રહ્યુ છે કે Britannia ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં ફ્રેંચ ડેરી સબ્સિડિયરી Bel SA માં ભાગીદારીના વેચાણથી નફાને ડિવિડન્ડના રૂપમાં શેરહોલ્ડર્સને વહેંચી રહી છે. તેના વેચાણથી કંપનીને 376 કરોડ રૂપિયાનો નફો થયો હતો. કંપનીએ જૉઈન્ટ વેંચર ફર્મમાં પોતાના 49 ટકા ભાગીદારી વહેંચી હતી જેના પર તે નફો થયો હતો. તેના ચાલતા બ્રિટાનિયાનો નફો ડિસેમ્બર 2022 ક્વાર્ટરમાં વર્ષના આધાર પર 151 ટકા ઉછળીને 932 કરોડ રૂપિયા પર પહોંચી ગયા.
શાનદાર રહી Britannia ની Dividend History
નાણાકીય વર્ષ 2022-23 માટે બ્રિટાનિયાએ પ્રતિ શેર 72 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેની પહેલા મે 2022 માં કંપનીએ 56.50 રૂપિયાના ડિવિડન્ડ શેરહોલ્ડર્સને આપ્યા હતા. તેની પહેલા મે 2021 માં 62 રૂપિયાનું ડવિડન્ડ મળ્યુ હતુ. ઓગસ્ટ 2022 માં કંપનીએ શેરહોલ્ડર્સને દરેક શેરના બદલે 83 રૂપિયાનુ રેકૉર્ડ ડિવિડન્ડ આપ્યુ હતુ.