સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
Citi એ IndusInd Bank પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લ્ક્ષ્યાંક ₹1,420 પ્રતિશેરના નક્કી કર્યા છે. આગળ તેમનું કહેવુ છે કે એડવાન્સ ગ્રોથ આશ્ચર્યજનક રીતે પોઝિટીવ રહ્યા છે. LDR 233 bpsથી વધ્યા. ડિપોઝિટ ગ્રોથ 3-4%ના રન રેટ સાથે સ્થિર રહ્યો છે. Q4માં NIM સ્થિર થવાની અપેક્ષા છે. ક્રેડિટ કોસ્ટ વધુ ક્વાર્ટર દર ક્વાર્ટરમાં મધ્યમ થવાની સંભાવના છે.
મોર્ગન સ્ટેનલીએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,525 પ્રતિશેર નક્કી કર્યા છે. આગળ તેમણે કહેવુ છે કે ગત ત્રિમાસિક કરતા લોન ગ્રોથ 6% પર મજબૂત છે. વર્ષ દર વર્ષના ધોરણે લોન ગ્રોથ સુધરીને 21% પર રહી.
સીએલએસએ એ હિંડાલ્કો પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹550 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મધ્યમ ગાળા માટેનું ગાઈડન્સ સુધાર્યું. Q4FY24 સુધી Novelis તરફથી સારા ગ્રોથની અપેક્ષા રાખી છે. FY24-28 સુધી કેપેક્સ 4.4 બિલિયન ડૉલર સુધી રહી શકે. નફામાં બાઉન્સ બેક જોવા મળી શકે.
મોર્ગન સ્ટેનલીએ એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કે ઓવરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹835 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ગત ત્રિમાસિક કરતા ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે AUM ગ્રોથ 9% પર સ્થિર છે. આગળ તેમણે કહ્યુ કે ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર CASA ડિપોઝીટ ગ્રોથ 14% વધ્યો. મેનેજમેન્ટનું કહેવુ છે કે વધુ કોસ્ટ ઑફ ફંડના કારણે સ્પ્રેડ પર અસર છે.
મોર્ગન સ્ટેનલીએ સાયન્ટ પર ઓવરવેટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹1,100 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે બે અલગ એકમોમાં પુનર્ગઠન અને મેનેજમેન્ટમાં ફેરફારથી ફાયદો થશે. એરોસ્પેસ ખરાબ ચક્રમાંથી બહાર આવી રહ્યું છે. છેલ્લા 2 વર્ષમાં કંપનીએ તેના ગ્રોસ માર્જિન સુધાર્યા.
મોર્ગન સ્ટેનલીએ આરબીએલ બેન્ક પર અંડરવેઈટના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹130 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમણે ક્વાર્ટર દર ક્વાર્ટરના ધોરણે ગ્રોસ લોન ગ્રોથ 5% પર મજબૂત છે.
ડિસ્ક્લેમર: (આ ઑફર જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.)