BSE શેરમાં અચાનક ઘટાડો! NSE IPOની જાહેરાતથી 3% તૂટ્યો શેર, રોકાણકારો શું કરે? | Moneycontrol Gujarati
Get App

BSE શેરમાં અચાનક ઘટાડો! NSE IPOની જાહેરાતથી 3% તૂટ્યો શેર, રોકાણકારો શું કરે?

NSEના IPOના એલાન બાદ 11 સપ્ટેમ્બરે BSEના શેરમાં 3% સુધીનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાંથી ત્રણમાં શેર ઘટ્યો છે અને હવે તે ₹3,130-₹3,100ના મહત્વના સપોર્ટ ઝોનની નજીક છે. આ સપોર્ટ તૂટે તો શેરમાં વધુ વેચવાલી થઈને ₹2,970 સુધી ઘટાડો આવી શકે છે. NSEના IPO બાદ રોકાણકારો બંને એક્સચેન્જની વેલ્યુએશન અને નફાની સરખામણી પણ કરી રહ્યા છે.

અપડેટેડ 02:53:33 PM Sep 11, 2026 પર
Story continues below Advertisement
એનએસઈના આઈપીઓની જાહેરાત બાદ બીએસઈના શેરમાં 3% સુધીનો કડાકો, ₹3,130-₹3,100નું સપોર્ટ ઝોન હવે મહત્વનું છે.

NSEના IPOના એલાનની સીધી અસર BSEના શેર પર જોવા મળી છે. 11 સપ્ટેમ્બરે BSEના શેરમાં 3% સુધીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ સેશનમાં શેર ઘટ્યો છે અને હવે તે પોતાના મહત્વના સપોર્ટ ઝોનની નજીક પહોંચી ગયો છે.

નિષ્ણાતોના મતે જો આ સપોર્ટ લેવલ તૂટે છે તો BSEના શેરમાં વધુ વેચવાલી જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં રોકાણકારો માટે મોટો સવાલ એ છે કે હાલના ઘટાડામાં BSEના શેર ખરીદવા યોગ્ય છે કે હજુ વધુ ઘટાડાની રાહ જોવી જોઈએ?

17 ઓગસ્ટથી કન્સોલિડેશનમાં BSE શેર


SBI સિક્યોરિટીઝના ટેક્નિકલ એન્ડ ડેરિવેટીવ્સ રિસર્ચના હેડ સુદીપ શાહના જણાવ્યા અનુસાર BSEનો શેર 17 ઓગસ્ટથી ₹3,474થી ₹3,132ની રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યો છે. તેમના જણાવ્યા અનુસાર શેરમાં ઘટતો ADX ટ્રેન્ડની સ્ટ્રેંથ નબળી હોવાનો સંકેત આપી રહ્યો છે. બીજી તરફ MACD લાઈન ઝીરો લાઈનની નીચે છે, જે શેરમાં નબળા મોમેન્ટમ તરફ ઈશારો કરે છે.

₹3,130-₹3,100નો સપોર્ટ ઝોન મહત્વનો

BSEના શેર માટે ₹3,130-₹3,100નો ઝોન મહત્વનો સપોર્ટ લેવલ છે. જો શેર આ રેન્જની નીચે તૂટે છે તો વેચવાલીનું દબાણ વધુ વધી શકે છે. આ સ્થિતિમાં શેર ₹2,970ના આગામી સપોર્ટ લેવલ સુધી પણ જઈ શકે છે. બીજી તરફ તેજી પરત આવે તો ₹3,350-₹3,370નું લેવલ મહત્વનું રહેશે.

CASના કારણે ટ્રેડિંગ વોલ્યૂમ પર અસર

BSEના શેર અંગે એનાલિસ્ટ્સની એક મોટી ચિંતા તેનો ટ્રેડિંગ વોલ્યૂમ છે. અગાઉ વિદેશી બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેનએ BSEના શેરને ‘Underperform’ rating આપી હતી. બીએસઈ મેનેજમેન્ટે જણાવ્યું હતું કે તાજેતરમાં લાગુ કરવામાં આવેલા CASની અસર ઈન્ડેક્સ ઓપ્શનના વોલ્યૂમ પર પડી છે. ઓક્શન સેશન દરમિયાન મર્યાદિત લિક્વિડીટીને કારણે માર્કેટ પાર્ટિશિપેશન પર પણ અસર થઈ છે.

એનએસઈ આઈપીઓ બાદ બીએસઈ vs એનએસઈ વેલ્યૂએશનની ચર્ચા

એનએસઈના આઈપીઓના એલાન બાદ રોકાણકારો બંને સ્ટોક એક્સચેન્જની વેલ્યૂએશન અને પ્રોફિટ-મેકિંગ એબિલિટીની સરખામણી કરી રહ્યા છે. હાલમાં BSEનું માર્કેટ કેપિટલાઈઝેશન ₹1.31 લાખ કરોડથી વધુ છે. બીજી તરફ NSEનું પ્રપોઝડ આઈપીઓ પ્રાઈઝ બેન્ડના અપર લેવલ પર માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ ₹4.46 લાખ કરોડ થઈ શકે છે.

એનએસઈનો પ્રોફિટ બીએસઈ કરતાં 4 ગણાથી વધુ

FY26માં એનએસઈનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) ₹10,302 કરોડ રહ્યો હતો, જ્યારે બીએસઈનો પેટ ₹2,497 કરોડ હતો. એનએસઈનો P/E મલ્ટીપલ લગભગ 42.5x છે, જ્યારે બીએસઈનો P/E મલ્ટીપલ લગભગ 49x છે. એટલે કે એનએસઈનું વેલ્યૂએશન બીએસઈ કરતાં લગભગ 3.2 ગણું છે, જ્યારે તેનો profit ચાર ગણાથી વધુ છે.

આ કારણે એનએસઈના IPO બાદ રોકાણકારો માટે બંને એક્સચેન્જના વેલ્યૂએશન, અર્નિંગ્સ અને ગ્રોથ પોટેન્ટીઅલની સરખામણી વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે.

તો શું બીએસઈ શેર ખરીદવાનો યોગ્ય સમય?

હાલના ટેક્નિકલ સંકેતોને જોતા BSEના શેરમાં સાવચેતી રાખવી જરૂરી બની શકે છે. ₹3,130-₹3,100નો સપોર્ટ ઝોન આગળની દિશા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ રહેશે. આ લેવલ ટકે તો બાઉન્સ-બેકની શક્યતા રહે છે, પરંતુ સપોર્ટ તૂટે તો ₹2,970 તરફ વધુ ઘટાડો જોવા મળી શકે છે.

આથી માત્ર NSE IPOના સમાચારને આધારે નિર્ણય લેવાને બદલે રોકાણકારોએ સપોર્ટ લેવલ, વેલ્યુશન, ટ્રેડિંગ વોલ્યુમ અને કંપનીની અર્નિંગ્સ જેવા પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ.

ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.

આ પણ વાંચો: Vodafone Idea ના શેરમાં તેજી! SBI સહિતના લેન્ડર્સ $3.5 અબજ આપવા રાજી, જાણો આખી ડિલ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 11, 2026 2:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.