Budget 2026: બજાર નિષ્ણાંતોની રાય, કયા સેક્ટર્સમાં આવશે તીવ્ર અસર | Moneycontrol Gujarati
Get App

Budget 2026: બજાર નિષ્ણાંતોની રાય, કયા સેક્ટર્સમાં આવશે તીવ્ર અસર

બજેટમાં ચર્ચા કરવા માટેની કોઈ ખાસ જાહેરાત નથી. મને અપેક્ષા હતી કે ડિફેન્સ, AI અને ડેટા સેન્ટરને લઈ વધુ સ્પષ્ટતા અને કન્સેશન મળવું જોઈતું હતું. AIને લઈને નાની-નાની વાતો કરશે તેવી અપેક્ષા ન હતી. મને અપેક્ષા હતી કે AIને લઈને માળખાકિય ફેરફારની જાહેરાત કરવામાં આવશે. બજેટ થોડું નિરાશાજનક લાગ્યું.

અપડેટેડ 05:39:30 PM Feb 01, 2026 પર
Story continues below Advertisement
ટેક્સને લઈને કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. ફ્યુચર્સ અને ઓપ્શનમાં STT વધારવાનું પગલું યોગ્ય લાગ્યું. કેશ માર્કેટમાં ગ્રોથ લાવવા માટે આ પગલું યોગ્ય છે.

Budget 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું બજેટ રજૂ કર્યું. નાણામંત્રીના 85 મિનિટના ભાષણમાં સામાન્ય માણસ માટે કોઈ મોટી જાહેરાત થઈ નથી. જોકે, ટેક્સ ફાઇલ કરવામાં સરળતા, રેલવે પ્રોજેક્ટ અને આયુર્વેદિક AIIMS જેવી નવી વાતોનો ઉલ્લેખ બજેટમાં કરવામાં આવ્યો છે. બજેટની સૌથી મોટી જાહેરાતો પર નજર કરીએ તો આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા.

આ સિવાય રિવાઇઝર્ડ રિટર્ન ફાઇલ કરવા માટે 3 મહિનાનો વધુ સમય આપવામાં આવ્યો. એટલે કે હવે 31 ડિસેમ્બરને બદલે 31 માર્ચ સુધી રિવાઇઝર્ડ રિટર્ન ફાઇલ કરી શકાશે. સાથે 7 હાઈસ્પીડ રેલ કોરિડોરની જાહેરાત થઇ છે. કેન્સરની 17 દવાઓ પરથી આયાત શુલ્ક હટાવાયું છે.

7 દુર્લભ રોગોની દવાઓ પણ ડ્યુટી ફ્રી એટલે કે સસ્તી થશે. 3 આયુર્વેદિક AIIMS ખોલવાની પણ જાહેરાત થઇ છે. મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે 5 મેડિકલ હબ પણ બનશે. 5 લાખથી વધુ વસ્તીવાળા ટિયર-2 અને ટિયર-3 શહેરોના વિકાસ માટે 12.2 લાખ કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


જાણો બજેટ પર બજારના નિષ્ણાંતોનો મત

અશ્વિન પારેખ એડવાઇઝરી સર્વિસિસના અશ્વિન પારેખએ કહ્યું બજેટમાં ચર્ચા કરવા માટેની કોઈ ખાસ જાહેરાત નથી. મને અપેક્ષા હતી કે ડિફેન્સ, AI અને ડેટા સેન્ટરને લઈ વધુ સ્પષ્ટતા અને કન્સેશન મળવું જોઈતું હતું. AIને લઈને નાની-નાની વાતો કરશે તેવી અપેક્ષા ન હતી. મને અપેક્ષા હતી કે AIને લઈને માળખાકિય ફેરફારની જાહેરાત કરવામાં આવશે. બજેટ થોડું નિરાશાજનક લાગ્યું.

ઓયસ્ટર કેપિટલના અતુલ જોશીએ કહ્યું GDP આંકાડો 6.8%થી 7.2% રહેશે, રાજકોષીય ખાધ 4.4% આવશે. પણ અગત્યના ડેટા અંગે ખાસ જાહેરાત થઈ નથી. 2030-31 સુધીમાં ડેટ ટુ GDP 50% સુધી લઈ જશે તે અંગે પગલાં ભર્યા છે. બજેટમાં આંકડા ની વિશ્વસનીયતા ઓછી જોવા મળી.

D R ચોક્સી ફિનસર્વના દેવેન ચોક્સીએ કહ્યું ટેક્સને લઈને કામ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. ફ્યુચર્સ અને ઓપ્શનમાં STT વધારવાનું પગલું યોગ્ય લાગ્યું. કેશ માર્કેટમાં ગ્રોથ લાવવા માટે આ પગલું યોગ્ય છે. બીજી તરફ બાયબેક પર કેપિટલ ગેઈન ટેક્સમાં રાહત આપી છે. બાયબેકમાં કેપિટલ ગેઈન ટેક્સ રાહત માટે સરકારે ખૂબજ અગત્યનું પગલું લીધું છે.

લિબોર્ડ ગ્રુપના યોગેશ ભટ્ટએ કહ્યું STT વધવાથી મને લાગે છે સ્પેક્યુલેશન વધુ વધી જશે. સરકાર સોના અને ચાંદીના ટ્રેડ પર STT વધારશે તેવી ધારણા હતી. સામાન્ય માણસોની ઈનકમમાં કેટલી બચત થશે તેવી પ્રકારની સ્પષ્ટતા આવી નથી.

ટેક્સ એક્સપર્ટના મુકેશ પટેલે કહ્યું પ્રેક્ટિકલી ઝીરો ટેક્સ રિલિફ માટેનું આ અંદાજ પત્ર છે. TDS, TCSને લઇને થયેલી જાહેરાતમાં ભરમાઇ જવા જેવું નથી. ફક્ત મોટર એક્સિડન્ટ ક્લેમના વળતરની રિલિફ મળી. ડાયરેક્ટર ટેક્સ પેયર્સને કોઇ રાહત આપવામાં નથી આવી.

આશિષ કુમાર ચૌહાણે કહ્યું UK અને ભારત વચ્ચે ડીલ થઈ છે. 'મધર ઓફ ડીલ્સ' ભારત અને EUએ વચ્ચે ડીલ થઈ છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વચ્ચે FTA થયા છે. બજેટમાં AI, મેન્યુફેક્ચરિંગ પર ફોકસ કર્યું છે. ફાર્મા સેક્ટરમાં બાયો ફાર્મા સ્કીમની જાહેરાત કરી છે. વિશ્વ પર ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. આપણે પણ ડેટા સેન્ટરમાં ફાળો આપી વિશ્વની સાથે ચાલીશું.

Health Budget: આરોગ્ય બજેટ 1 લાખ કરોડનો આંકડો પાર, 5 મેડિકલ ટુરિઝમ હબની જાહેરાત

MoneyControl News

MoneyControl News

First Published: Feb 01, 2026 5:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.