Bulk Deals: ઈપ્કા લેબ્સે યુનિકેમમાં 33.38 ટકા હિસ્સો ખરીદ્યો, મધુસૂદન કેલાની પત્નીએ નિયોજીનમાં 5.3 ટકા હિસ્સો ખરીદ્યો | Moneycontrol Gujarati
Get App

Bulk Deals: ઈપ્કા લેબ્સે યુનિકેમમાં 33.38 ટકા હિસ્સો ખરીદ્યો, મધુસૂદન કેલાની પત્નીએ નિયોજીનમાં 5.3 ટકા હિસ્સો ખરીદ્યો

Bulk Deals: વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર કાર્મિગ્નાક પોર્ટફોલિયોએ પણ નિયોજિન ફિનટેકના 5.5 લાખ શેર 68.11 રૂપિયા પ્રતિ શેરની સરેરાશ કિમત પર વેચ્યા છે. જૂન 2023 સુધી કાર્મિંગ્રેકની પાસે કંપનીમાં 45 લાખ શેર અથવા 4.76 ટકા હિસ્સો હતો. જો કે, દેશની દિગ્ગજ રોકાણકારો મધુસૂદન કેલાની પત્ની માધુરી મધુસૂદન કેલાએ નિયોજીનમાં 5.02 લાખ શેર અથવા 5.3 ટકા હિસ્સો ખરીદ્યા છે.

અપડેટેડ 10:50:53 AM Aug 03, 2023 પર
Story continues below Advertisement

Bulk Deals: કમ્પિટીશન કમીશન ઑફ ઈન્ડિયાથી મંજૂરી મળ્યા બાદ, ઈપ્કા લેબોરેટરીઝએ 2 ઑગસ્ટે ખુલ્યા બજાર લેનદેનના દ્વારા યૂનિયન લેબોરેટરીઝમાં 33.38 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ સમાચાર બાદ એનએસઈ પર ઈપ્કાના શેર 1.6 ટકા ઘટીને 888 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે યૂનિકેમ લેબ્સના શેર 0.1 ટકાના વધારાની સાથે 398.7 રૂપિયા પર ક્લોઝ થયો હતો. એક્સચેન્જ પર ઉપલબ્ધ થોક ડીલના આંકડાના અનુસાર ઈપ્કા લેબોરેટરીઝે યૂનિકેમમાં 402.25 રૂપિયા પ્રતિ શેરના સરેરાશ ભાવ પર 2.35 કરોડ ઈક્વિટી શેર ખરીદ્યા છે. તેના પર કુલ 945.34 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

શેર ખરીદી કરારના અનુસાર યૂનિકેમ લેબોરેટરીઝના પ્રેસીડેન્ટ અને મેનેઝિંગ ડાયરેક્ટર પ્રકાશ અમૃત મોદી આ ડીલમાં વિક્રેતા હતા. જણાવી દઈએ કે પ્રકાશ અમૃત મોદી કંપનીના ફાઉન્ડર પ્રોમોટર દિવંગત અમૃત મોદીના પુત્ર છે.

Stocks in News: ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર


જણાવી દઈએ કે ઈપ્કાએ પહેલા યૂનિયનના પબ્લિક શેરધારકો માટે 440 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર યૂનિકેમમાં 26 ટકા હિસ્સો ખરીદવા માટે એક ઓપન ઑફર રાખ્યો છે. આ ઑફરની સાઈઝ 805.44 કરોડ રૂપિયા છે.

ગઈકાલના કારોબારમાં નિયોજિન ફિનટેક (Niyogin Fintech) પણ ફેકસમાં હતો. તે સ્ટૉક કાલે 68.11 રૂપિયા પર 5 ટકા ઉપરી સર્કિટમાં બંધ થયો હતો. જણાવી દઈએ કે વિદેશી કંપની ડબ્લ્યૂએફ એશિયન રિકૉનિસેન્સ ફંડ, નિયોજિત ફિનટેકમાં તેના પૂરા 1.22 કરોડ શેર અથવા 12.89 ટકા હિસ્સો 61.65 રૂપિયા પ્રતિ શેરનાના સરેરાશ કિમત પર વેચીને તેના ફિનટેક કંપનીથી બહાર નિકળી ગઈ છે.

GST Council Meet: ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 1 ઓક્ટોબરથી 28% ટેક્સ લાગશે, FM નિર્મળા સીતારમણે કરી જાહેરાત

તેની સિવાય વિદેશી પોર્ટફોલિયો નિવેશક કાર્મિંગ્નેક પોર્ટફોલિયોએ પણ નિયોજિન ફિનટેકના 5.5 લાખ શેર 68.11 રૂપિયા પ્રતિ શેરની શરેરાશ કિમતો પર વેચ્યા છે. જૂન 2023 સુધી કાર્મિંગ્નેકની પાસે કંપનીમાં 45 લાખ શેર અથવા 4.76 ટકા હિસ્સો હતો.

જો કે, દેશની દિગ્ગજ રોકાણકારો મધુસૂદન કેલાની પત્ની માધુરી મધુસૂદન કેલાએ નિયોજીનમાં 5.02 લાખ શેર અથવા 5.3 ટકા હિસ્સો ખરીદ્યા છે. અમેરિકા સ્થિતિ હેઝ થિંક ઈન્ડિયા અપૉર્ચુનિટીઝ માસ્ટર ફંડ એલપીએ પણ નિયોજિનમાં ખરીદી કરી છે. થિંક ઈન્ડિયા અપૉર્ચુનિટીઝએ 58 લાખ શેર અથવા 6.1 ટકા હિસ્સો ખરીદી છે. તેના શેરના બન્ને ખરીદીના શરેરાશ 61.65 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર ખરીદ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 03, 2023 10:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.