Broker's Top Picks: યુપીએલ, એસ્કોર્ટસ કુબોટા, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, દેવ્યાની ઈન્ટનેશનલ, નારાયણ હેલ્થ છે બ્રોકરેજના રડાર પર
સિટીએ દેવ્યાની ઇન્ટરનેશનલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹186 ઘટાડીને ₹174 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે KFC ની SSSG માં સુધારો થયો છે. Pizza Hut ના પ્રદર્શનમાં દબાણ જોવા મળ્યું. Sapphire મર્જર માર્ચ 2027 સુધી પૂરું થવાની અપેક્ષા છે.
આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
સીએનબીસી-બજાર તમારા માટે રોજના મોટા અને દિગ્ગજ બ્રોકરેજ હાઉસિઝના રોકાણ ટિપ્સ પ્રસ્તુત કરે છે જેનાથી તમારા શેરો પર રોકાણ કરવાની સટીક સલાહ પ્રાપ્ત થઈ શકે અને તમને નફો થઈ શકે, તો જાણીએ આજના ક્યા શેરો પર ટકી છે. તેની સાથે જ આ શેરો પર નફો કમાવા માટે બ્રોકરેજ હાઉસિઝે શું રણનીતિ અપનાવી છે. તો જાણીએ આ સ્ટૉક્સ પર શું છે દિગ્ગજ બ્રોકરેજની રણનીતિ –
UPL પર જેફરિઝ
જેફરિઝે UPL પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹610 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે કંપનીની આવક ઈન-લાઈન, EBITDA અને PAT અંદાજ કરતાં સારા છે. ખરાબ Weatherની અસર વોલ્યુમ, કરન્સીના ફાયદાથી રેવન્યુ YoY ધોરણે સ્થિર છે. Advanta અને UPL SAS માં EBITDA ગ્રોથ મજબૂત છે. વર્કિંગ કૅપિટલ અને નેટ ડેટ YoY ધોરણે વધ્યા. FY27 ગાઇડન્સ યથાવત્, H2 માં મિડ-ટીન્સ ગ્રોથની અપેક્ષા છે. FY27 માં EBITDA ગ્રોથ 15% રહેવાનો અંદાજ, રિસ્ટ્રક્ચરિંગની જાહેરાત પછી શેર 35% તૂટ્યો.
એસ્કોર્ટ્સ કુબોટા પર JP મૉર્ગન
JP મૉર્ગને એસ્કોર્ટ્સ કુબોટા પર નેચરલના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹3400 થી ઘટાડીને ₹2770 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે મેનેજમેન્ટે FY27માં ટ્રેક્ટર ઈન્ડસ્ટ્રી ગ્રોથ આઉટલુક ઘટાડ્યુ. મિડ સિંગ ડિજિટથી ઘટાડીને લો સિંગલ ડિજિટ કર્યું. અલનીનોની ચિંતા અને હાઈ બેઝને કારણે ટ્રેક્ટર માંગમાં સુસ્તી શક્ય છે. H2માં ટ્રેક્ટર માંગમાં ડબલ ડિજિટ ઘટવા અનુમાન છે. કમોડિટી મોંઘવારીથી માર્જિન પર દબાણ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચથી કન્સ્ટ્રક્શન ઈક્વિપમેન્ટ માંગને સપોર્ટ મળ્યો.
એસ્કોર્ટ્સ કુબોટા પર HSBC
HSBCએ એસ્કોર્ટ્સ કુબોટા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2700 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે FY27માં ટ્રેક્ટર વોલ્યુમ ગાઈડન્સ ઘટાડ્યુ. Q3 માં વધુ 200 bps અસર આવી શકે છે. ભાવવધારાથી Q4 થી રિકવરી શક્ય છે.
એસ્કોર્ટ્સ કુબોટા પર CLSA
સીએલએસએએ એસ્કોર્ટ્સ કુબોટા પર હોલ્ડના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ઘટાડીને ₹2468 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2 EBITDA માર્જિન 9.1%, કન્સેન્સસથી 160 bps નીચે છે. H1માં કમોડિટી ફુગાવો 8-9% સામે ભાવવધારો માત્ર 3.5-4% છે. FY27માં ડોમેસ્ટિક ટ્રેક્ટર વૉલ્યુમ 3% ઘટી શકે, FY28 માં વધુ 5% ઘટાડો શક્ય છે.
LIC હાઉસિંગ ફાઈનાન્સ પર CLSA
સીએલએસએએ એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ પર આઉટપરફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹620 પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q2FY27માં NII ઈન-લાઈન, રાઇટ-ઑફ ખાતાઓની રિકવરીથી ક્રેડિટ કૉસ્ટ ઘટી, નફો 15% રહ્યો. NIM QoQ ધોરણે સ્થિર, પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 25 bps વધારાથી માર્જિનને ટેકો મળ્યો. નવા લોનની યીલ્ડ કુલ યીલ્ડ કરતાં આશરે 70 bps નીચી છે. મેનેજમેન્ટનું લોન અગેન્સ્ટ પ્રૉપર્ટી જેવા ઊંચી યીલ્ડવાળા સેગમેન્ટ પર વધુ ફોકસ છે.
દેવ્યાની ઇન્ટરનેશનલ પર GS
ગોલ્ડમેન સૅક્સે દેવ્યાની ઈન્ટરનેશનલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમના પર લક્ષ્યાંક ₹140 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે Q3માં KFCની SSSG લગભગ 6% રહેવાના અનુમાન છે. ફેસ્ટિવ કૅલેન્ડરના ફેરફારથી ગ્રોથને ટેકો મળ્યો છે. ભાવ વધારા અને ઓછા પ્રમોશનથી માર્જિનને ટેકો મળ્યો છે.
દેવ્યાની ઇન્ટરનેશનલ પર સિટી
સિટીએ દેવ્યાની ઇન્ટરનેશનલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹186 ઘટાડીને ₹174 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે KFC ની SSSG માં સુધારો થયો છે. Pizza Hut ના પ્રદર્શનમાં દબાણ જોવા મળ્યું. Sapphire મર્જર માર્ચ 2027 સુધી પૂરું થવાની અપેક્ષા છે.
નારાયણ હેલ્થ પર કોટક
કોટકે નારાયણ હેલ્થ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક ₹2155 વધારીને ₹2320 નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ઈન્ડિયા હોસ્પિટલ આવક અને EBITDAમાં 17%ના ગ્રોથની અપેક્ષા છે. 4 વર્ષમાં 1955 નવા બેડ જોડવાની યોજના છે. Caymanના ઈન્શ્યોરન્સના નુકસાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. UK હોસ્પિટલ માર્જિન સુધારવા પર ફોકસ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના ખાનગી વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યૂઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.