બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
HCL Tech
IT કંપની HCL ટેક્નોલોજીસે નાણાકીય વર્ષ 2026 ના બીજા ક્વાર્ટરમાં મજબૂત પરિણામો નોંધાવ્યા છે. નફો વધીને ₹4,236 કરોડ થયો છે, જે પાછલા જૂન ક્વાર્ટરમાં ₹3,843 કરોડથી 10.3% વધુ છે. HCL Tech એ પ્રતિ શેર ₹12 ના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
Anand Rathi Wealth
સપ્ટેમ્બર 2025 ક્વાર્ટરમાં કંપનીનો સંયુક્ત નફો ₹76 કરોડથી વધીને ₹99 કરોડ થયો, જે વાર્ષિક ધોરણે 30.3% નો વધારો દર્શાવે છે. કુલ આવક પણ ₹242 કરોડથી વધીને ₹297 કરોડ થઈ, જે 22.7% નો વધારો દર્શાવે છે. કંપનીએ પ્રતિ શેર ₹6 ના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી.
RBL Bank
RBL બેન્કમાં Emirates NBD કન્ટ્રોલિંગ હિસ્સો ખરીદશે. દુબઈ બેઝ્ડ કંપની છે Emirates NBD. આશરે $3 બિલિયનમાં RBL બેન્કનો 60% હિસ્સો ખરીદશે. ટૂંક સમયમાં ટ્રાન્ઝેક્શનની જાહેરાત કરવામાં આવશે. આ વ્યવહારમાં સંપૂર્ણપણે નવી ઈક્વિટી જાહેર કરવામાં આવશે.
KEC INTL
ભારત અને મિડલ ઈસ્ટમાં ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન માટે ₹1174 કરોડનો ઓર્ડર મળ્યો.
Eicher Motors
EV ચીફ ગ્રોથ ઓફિસર મારિયો અલ્વિસી રાજીનામું આપ્યા બાદ મર્જરની યોજના થઈ. EV બ્રાન્ડને મુખ્ય કામગીરી સાથે મર્જ કરવાની યોજના છે.
Landmark cars
વર્ષ દર વર્ષના આધાર પર Q2FY26માં આવક 30.52% વધી ₹1655 કરોડ થયા. વર્ષ દર વર્ષના આધાર પર H1FY26માં આવક 26.27% વધી ₹3071 કરોડ થયા. વર્ષ દર વર્ષના આધાર પર Q2માં વ્હીકલ સેલ્સ 35.03% વધી ₹1,403 કરોડ થયા. નવા આઉટલેટ્સ અને GST દર ઘટાડાને કારણે સૌથી વધુ માંગ થઈ.
Lloyds engineering
Poland's Flyfocus સાથે કરાર કર્યા. ભારતમાં ડિફેન્સ અને સિક્યોરિટીઝ માટે એડવાન્સ્ડ FPV Drones માટે કરાર કર્યા. 'મેક ઇન ઇન્ડિયા' સંરક્ષણ પ્રોજેક્ટને પ્રોત્સાહન માટે કરાર કર્યા.
Kfin Tech
સિંગાપોર કંપની Ascent ફંડ સર્વિસમાં 51% નિયંત્રણાત્મક હિસ્સાનું અધિગ્રહણ કર્યું. સબ્સિડરી કંપની દ્વારા $34.68 મિલિયનમાં અધિગ્રહણ કર્યું.
ONGC
કંપની 4 ગ્લોબલ કંપનીઓ સાથે વાટાઘાટ કરી રહ્યા છે. કો-એક્ઝિક્યુટિવ ઓઇલ અને ફ્યુઅલ ટ્રેડિંગમાં પાર્ટનરશીપ માટે વાટાઘાટ. કંપનીએ કહ્યું છેલ્લા એક વર્ષથી ખર્ચ ઘટાડવા પર કામ કરી રહ્યા છીએ. આગામી 2-3 વર્ષમાં તેલના ભાવ $60/bbl થી નીચે આવવાની અપેક્ષા નથી. Q2 માં ઓઈલ ઉત્પાદન વધ્યું. BP સાથે હબ-એન્ડ-સ્પોક મોડલ પસંદ કરશે, 6 હબ ઓળખવામાં આવ્યા.
Oil India
NEEPCO સાથે 15 વર્ષ માટે કરાર કર્યા. 1.4 MMSCMD ગેસ સપ્લાઈ માટે NEEPCO સાથે કરાર કર્યા. NEEPCO એટલે કે નોર્થ ઈસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ.
LT Foods
ગ્લોબલ ગ્રીન યૂરોપ, ગ્રીનહાઉસ એગ્રાર અને ગ્લોબલ ગ્રીન UKને ખરીદી કરી. કંપનીએ 54 Cr યૂરોમાં અધિગ્રહણ કર્યું. સાથે 1.8 મિલિયન યૂરોનું અર્ન-આઉટ કરાર પણ કર્યો. અધિગ્રહણથી કંપનીએ પ્રોસેસ્ડ ફ્રૂટ અને વેજિટેબલ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો. કંપનીને અધિગ્રહણથી ગ્લોબલ ડાઈવર્સિફિકેશનમાં મદદ મળશે.
LODHA DEVELOPERS
Chaitanya Bilvaમાં 100% હિસ્સાનું અધિગ્રહણ ₹500 Crમાં કર્યું. કંપનીએ બેંગલુરૂમાં 8.37 એકર જમીન માટે અધિગ્રહણ કર્યું.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.