Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

SEPCOનો લાંબા સમયથી ચાલતો વિવાદ ઉકેલાયો. વેદાંતાના પાવર બિઝનેસ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. SEPCO હવે આર્બિટ્રેશન ક્લેમ પાછો ખેંચી લેશે. હવે MoPNG ઈશ્યુ અને ડિમર્જર પર NCLTની આગામી સુનાવણી પર નજર રહેશે. 17 સપ્ટેમ્બરે આગામી સુનવણી થશે.

અપડેટેડ 09:53:40 AM Sep 15, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Defence Stocks On Focus

રક્ષા મંત્રી પાસેથી 'ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યુઅલ (DPM)' 2025ને મંજૂરી મળી. DPM હેઠળ ₹1 Lk Crના ડિફેન્સ પ્રોડક્ટ ખરીદશે. ડિફેસન્સ પ્રોડક્ટ ખરીદીને સરળ, સુવ્યવસ્થિત અને સુવ્યવસ્થિત કરવાના પગલાં લેશે. સ્થાનિક ડિફેન્સ કંપનીઓને મોટા ઓર્ડર મળવાની અપેક્ષા છે.


IAF

IAFએ રક્ષા મંત્રાલયને 114 રાફેલ જેટનો પ્રસ્તાવ મૂક્યો. મેક ઇન ઇન્ડિયા હેઠળ ડેસોલ્ટ પાર્ટનરશીપ શોધી રહ્યું. 60% થી વધુ રાફેલ ઉપકરણો ભારતનાં હશે.

VEDANTA

SEPCOનો લાંબા સમયથી ચાલતો વિવાદ ઉકેલાયો. વેદાંતાના પાવર બિઝનેસ અંગે વિવાદ ચાલી રહ્યો હતો. SEPCO હવે આર્બિટ્રેશન ક્લેમ પાછો ખેંચી લેશે. હવે MoPNG ઈશ્યુ અને ડિમર્જર પર NCLTની આગામી સુનાવણી પર નજર રહેશે. 17 સપ્ટેમ્બરે આગામી સુનવણી થશે.

Dr Reddy’s Lab

US FDA પાસેથી બચુપલ્લી બાયોલોજિક્સ યુનિટને 5 અવલોકનો મળ્યા. અવલોકનો સાથે ફોર્મ 483 પણ ઈશ્યુ કરાયું. 4 થી 12 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરાઈ હતી. કંપનીએ કહ્યું સમયમર્યાદામાં સમસ્યાઓનું નિરાકરણ લાવશે.

Alembic Pharma

US FDA દ્વારા પેનલાવ API-I અને API-II યુનિટને EIR મળ્યું. EIR એટલે કે Establishment Inspection Report. 26 થી 31 મે વચ્ચે US FDA દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

Apollo Hospitals

અપોલો હેલ્થ એેન્ડ લાઈફસ્ટાઈલમાં IFCનો 31% હિસ્સો ખરીદશે. ડીલની કુલ વેલ્યુ ₹1254 કરોડ છે. ડીલ બાદ કંપનીનો હિસ્સો વધી 99.42% થઈ જશે. CCI મંજૂરી બાદ ડીલની પ્રક્રિયા પૂરી થશે.

Godrej Pro

નોઇડામાં રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સની હાઈટ લિમિટ હટી. UP સરકારે બિલ્ડિંગ્સની હાઈટ લિમિટ દૂર કરી. હવે ડેવલપર્સ skyscrapers બનાવી શકશે.

GMR Airports

ઓગસ્ટ ડેટા અપડેટ જોઈએ તો વર્ષના આધારે પેસેન્જર ટ્રાફિક 3.5% ઘટી 93.49 લાખ છે. સ્થાનિક ટ્રાફિક ફ્લેટ રહ્યો. ઈન્ટરનેશનલ ટ્રાફિક 2.8% વધ્યો. એરક્રાફિટ મોમેન્ટમ્સ 4.2% વધ્યો.

Ceigall India

પંજાબના એરોટ્રોપોલિસ SAS નગરમાં રોડ, પબ્લિક હેલ્થ સર્વિસ અને ઈલેક્ટ્રીકલ ઈન્સ્ટોલેશન માટે ઓર્ડર મળ્યો. GMADA પાસેથી ₹468 કરોડનો ઓર્ડર મળ્યો. GMADA એટલે કે Greater Mohali Area Development Authority.

RailTel Corporation

બિહાર એજ્યુકેશન પ્રોજેક્ટ કાઉન્સિલ પાસેથી ઓર્ડર મળ્યો. કંપનીને કુલ ₹209.79 કરોડનો ઓર્ડર મળ્યો. આ સપ્તાહ કાઉન્સિલ પાસેથી કુલ ઓર્ડરબુક ₹600 કરોડની થઈ.

Adani Power

કંપનીએ બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની સાથે 25 વર્ષનો કરાર કર્યો. ભાગલપુરમાં ગ્રીનફિલ્ડ પ્લાન્ટમાંથી 2,400MW વીજળી સપ્લાય કરાશે. કન્સ્ટ્રક્શન દરમિયાન 12,000 નોકરીઓનું સર્જન કરાશે. ઓપરેશન દરમિયાન 3,000 નોકરીઓનું સર્જન કરાશે.

Diamond Power

જામનગરમાં અદાણી એનર્જી પાસેથી ₹236 કરોડનો ઓર્ડર મળ્યો.

JSW Energy

APTELએ 500 MW બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ પર CERCના ચુકાદા સામેની અપલી ફગાવી. APTEL એટલે કે એપેલેટ ટ્રિબ્યુનલ ફોર ઇલેક્ટ્રિસિટી. CERC એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન. કંપની સુપ્રીમ કોર્ટમાં ચુકાદાની વિરૂદ્ધ અપીલ કરશે.

RCF

ટ્રોમ્બે યુનિટ ખાતે નવો 100 MTPD લિક્વિડ CO2 પ્લાન્ટ શરૂ કર્યો.

Shakti Pumps

કંપનીને MSEDCL પાસેથી ₹374 કરોડનો ઓર્ડર મળ્યો. કુલ 34,720 ઓફ-ગ્રીડ સોલર વોટર પંપ માટે ઓર્ડર મળ્યો. PM-KUSUM યોજના હેઠળ કંપનીને ઓર્ડર મળ્યો.

Tata Technologies

જર્મનીની કંપની ES-Tec GmbHમાં 100% હિસ્સો ખરીદ્યો. સબ્સિડરી કંપની સિંગાપોર ટાટા ટેક્નોલોજીએ 75 મિલિયન યૂરોમાં 100% હિસ્સો ખરીદ્યો. અધિગ્રહણમાં સબ્સિડરીઓનો પણ સમાવેશ થાય છે.

Info Edge

વ્હિસલબ્લોઅર ફરિયાદ મળી. રિયલ એસ્ટેટ શાખા 99acres માં વ્હિસલબ્લોઅર ફરિયાદ મળી. 99acres બિઝનેસમાં નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ મળી.

Samvardhana Motherson

તાઇવાનની કંપની મકાઉટો ઇન્ડસ્ટ્રિયલ સાથે JV કર્યા. નવી સબ્સિડરી મધરસન મકાઉટો સોલ્યુશન્સ લિમિટેડ બનાવવા માટે JV કર્યા.

Aditya Birla Capital

કંપનીએ કુલ ₹3400 કરોડ એકત્ર કર્યા. પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ₹3400 કરોડ NCDs ફાળવ્યા. કંપનીએ 2 તબક્કાઓમાં NCDs ફાળવ્યા. 2 તબક્કામાં પ્રતિ ડિબેન્ચર ₹50,000 ના ભાવે 3.4 લાખ ડિબેન્ચર ફાળવ્યા. જે કુલ ₹3400 કરોડના હતા. BSE અને NSEમાં લિસ્ટ થશે.

DCX Systems Ltd

તામિળનાડુ સરકાર સાથે નોન-બાઈડિંગ MoU કર્યા. હોસુર રડાર મેન્યુફેક્ચરિંગ યુનિટ બનાવવા માટે MoU કર્યા. ઇઝરાયલની ELTA સિસ્ટમ્સ અને ગ્રુપ કંપનીઓ સાથે પાર્ટનરશીપમાં યુનિટ બનાવશે.

ASM Technologies

તામિળનાડુ સરકાર સાથે MoU કર્યા. નવા ડિઝાઈન યુનિટ સાથે ASM ટેક્નોલોજીસ ESDM ક્ષમતા વધારવા માટે MoU કર્યા. કંપની નવા યુનિટમાં ₹250 કરોડનું રોકાણ કરશે. યુનિટ 2 એકરમાં ડેવલપ કરશે.

Tega Industries

બોર્ડે ₹4,000 કરોડ સુધી ફંરડ એકત્ર કરવાની મંજૂરી આપી. ઈક્વિટી શેર્સ & અન્ય સિક્યોરિટીઝ ઇશ્યૂ દ્વારા ફંડ એકત્ર કરવાની મંજૂરી મળી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 15, 2025 9:53 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.