બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
L&T
શિપિંગ સેક્ટર માટે 3 યોજનાઓની જાહેરાત કરી છે. કુલ ₹70,000 Crના 3 સ્કીમની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી મોદીએ કરી સ્કીમની જાહેરાત કરી છે. ₹25000 Crની શિપબિલ્ડિંગ ફાઈનાન્શિયલ અસિસ્ટેન્સ સ્કીમની જાહેરાત કરી છે. ₹25000 Crની મેરીટાઇમ ડેવલપમેન્ટ ફંડ છે. ₹20,000 Crની શિપબિલ્ડીંગ ડેવલપમેન્ટ સ્કીમ છે. સૂત્રોના દ્વારા ત્રણે સ્કીમનો પ્રસ્તાવ કેબિનેટને મોકલવામાં આવ્યો છે. ત્રણેય સ્કીમને ટૂંક સમયમાં કેબિનેટ મંજૂરી શક્ય છે. શિપને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો, નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું.
Lupin
પૂણે બાયોટેક યુનિટને US FDA પાસેથી 4 અવલોકનો મળ્યા. પ્રી- મંજૂરી માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. 8–9 સપ્ટેમ્બરે US FDA એ તપાસ હાથ ધરી હતી.
Aurobindo Pharma
ડાપાગ્લિફ્લોઝિનના ANDA માટે US FDA પાસેથી કામચલાઉ મંજૂરી મળી. ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર ઘટાડવા માટે દવાનો ઉપયોગ થશે.
Swan Defence
ગુજરાત મેરીટાઇમ બોર્ડ સાથે MoU કર્યા. કંપનીએ ₹4250 Crના રોકાણ માટે MoU કર્યા. શિપયાર્ડ ક્ષમતા વિસ્તરણ માટે ₹3,500 Crનો ખર્ચ કરશે. મેરીટાઇમ માટે સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) સ્થાપવા માટે ₹200 કરોડ રહેશે. ગુજરાતના પીપાવાવ પોર્ટ ખાતે 200 એકરના મેરીટાઇમ ક્લસ્ટર ડેવલપ માટે ₹550 Crનું રોકાણ કરશે.
Adani Green
કંપનીએ 2 નવી સબ્સિડરી બનાવી. Adani Ecogen One Limited અને Adani Ecogen Two Limited નામથી 2 સબ્સિડરી બનાવી. રિન્યુએબલ એનર્જી બિઝનેસના વિસ્તાર માટે 2 સબ્સિડરી બનાવી. અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ઈલેવન પૂર્ણ સ્વામિત્વ વાળી સબ્સિડરી કંપની છે. 19 સપ્ટેમ્બર 2025એ બન્ને સબ્સિડરીની સ્થાપના કરી.
PNC Infratech
બિહાર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી ₹495.5 Crનો ઓર્ડર મળ્યો. હથોરી-અતરાર-બાવંગામા-ઔરાઈ પટ પર 21.3 km લાંબો પુલ અને એપ્રોચ રોડ બનાવશે કંપની. EPC મોડ હેઠળ 3 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવાનો રહેશે.
Hariom Pipe Industries
મહારાષ્ટ્ર સરકાર સાથે MoU કર્યા. ગઢચિરોલીમાં ₹3,135 કરોડના ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ શરૂ કરવા માટે MoU કર્યા. રાજ્ય સરકાર પ્રોત્સાહનો અને મંજૂરીઓ આપશે.
Netweb Technologies
ટાયરોન AI GPU-એક્સિલરેટેડ સિસ્ટમ્સના સપ્લાય માટે ઓર્ડર મળ્યો. કંપનીને આશરે ₹450 કરોડનો નવો ઓર્ડર મળ્યો. FY26ના અંત સુધીમાં અમલીકરણમાં મુકાશે.
Brigade Enterprises
ઉત્તર-પશ્ચિમ બેંગલુરુમાં ટ્વીન ટાવર્સ પ્રોજેક્ટ માટે ₹126 Crનું રોકાણ કર્યું. શ્રુતિ પાઈએ ₹126 Crનું રોકાણ કર્યું. શ્રુતિ પાઈએ મણિપાલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ગ્રુપ ઇન્ટરનેશનલ ઇન્ડિયાના ડાયરેક્ટર છે. બેંગલુરુના કમર્શિયલ રિયલ એસ્ટેટમાં મજબૂત વિશ્વાસ છે.
Garden Reach Shipbuilders
મેરીટાઇમ સેક્ટરની હાજરીને વિસ્તારવા માટે 5 MoU કર્યા. નવા બાંધકામ અને મલ્ટીપલ મેરીટાઇમ પ્રોજેક્ટ્સ માટે MoU. જર્મન કંપની સાથે $62.4 મિલિયનના હાઇબ્રિડ multipurpose જહાજો માટે કરાર કર્યા છે.
Oil India
RVUNL સાથે JV કર્યા. RVUNL એટલે કે રાજસ્થાન રાજ્ય વિદ્યુત ઉત્પદન નિગમ લિમિટેડ. રાજસ્થાનમાં 1.2 GW રેન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે JV કર્યા.
SCI
BPCL, HPCL અને IOC સાથે MoU કર્યા. સયુક્ત રીતે જહાજો ઓપરેટ અને મેનેજ કરવા અને માલિકી રાખવા માટે MoU કર્યા.
Power Grid
MPમાં આંતર-રાજ્ય ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ માટે TBCB હેઠળ LoI મળ્યો. ટેરિફ-આધારિત competitive બિડિંગ દ્વારા મંદસૌર ખાતે RE ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો.
Dalmia Bharat Sugar
DMC અને GT યુનિટ્સ દાલમિયા ભારત રિફ્રેક્ટરીઝમાં જશે. SEBI અને સ્ટોક એક્સચેન્જના અવલોકનો સંબોધવામાં આવ્યા.
HUDCO
NBCC સાથે નોર્થ ઈન્ડિયામાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે MoU કર્યા. પ્રોજેક્ટ્સ ટર્નકી ધોરણે હાથ ધરવામાં આવશે. જેમાં NBCC અમલીકરણ એજન્સી તરીકે કાર્ય કરશે.
Amber Enterprises
IL JIN ઇલેક્ટ્રોનિક્સ (ઇન્ડિયા)એ ઇઝરાયેલી કંપની ILJIN હોલ્ડિંગ લિમિટેડમાં પૂરો હિસ્સો ખરીદ્યો. અંબર એન્ટરપ્રાઈઝિસની સબ્સિડરી કંપની છે IL JIN ઇલેક્ટ્રોનિક્સ (ઇન્ડિયા).
RailTel
ડ્રેજિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ₹18 કરોડનો ઓર્ડર મળ્યો. DCI જહાજો અને ICCC માટે ઓફશોર ઇન્ટરનેટ પ્રોવિઝન માટે ઓર્ડર મળ્યો.
Redington
ડેટાગેટ બિલ્ગીસાયર સાથે $8 મિલિયનનો definitive કરાર કર્યો.
Godrej Consumer
કંપનીએ તેની સબ્સિડરી ગોદરેજ મોરિશિયસ આફ્રિકા હોલ્ડિંગમાં રોકાણ કર્યુ. કંપનીએ કુલ $85 મિલિયનનું રોકાણ કર્યું.
Crompton Greaves
મધ્ય પ્રદેશ ઉર્જા વિકાસ નિગમ પાસેથી ₹4.28 Crનો ઓર્ડર મળ્યો. PM-KUSUM B હેઠળ 196 ઓફ-ગ્રીડ સોલર PV વોટર પમ્પિંગ સિસ્ટમ્સ માટે ઓર્ડર મળ્યા.
Indegene
ક્લિનિકલ ટ્રાયલ ભરતી વધારવા માટે ઈન્ડિજીન ડેટાવન્ટ સાથે કરાર કર્યા.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.