Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

પ્રમોટર નોવાર્ટિસ એજીએ તેની ભારતીય પેટાકંપની, નોવાર્ટિસ ઇન્ડિયામાં 70.68 ટકા હિસ્સો વેવરાઇઝ ઇન્વેસ્ટમેન્ટ્સ, ક્રિસકેપિટલ ફંડ એક્સ અને ટુ ઇન્ફિનિટી પાર્ટનર્સને વેચવા માટે કરાર કર્યો છે. આ સોદાના ભાગ રૂપે, આ ​​ખરીદદારો નોવાર્ટિસ એજી પાસેથી નોવાર્ટિસ ઇન્ડિયાના 17.4 મિલિયન શેર ખરીદવા સંમત થયા છે.

અપડેટેડ 10:24:00 AM Feb 20, 2026 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ABB India

ઓક્ટોબર-ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 18.1% ઘટીને ₹433 કરોડ થયો, જે અગાઉ ₹528.4 કરોડ હતો. આવક 5.7% વધીને ₹3,557 કરોડ થઈ, જે અગાઉ ₹3,364.9 કરોડ હતી.


CIE Automotive

ડિસેમ્બર 2025 ક્વાર્ટરમાં નફો વાર્ષિક ધોરણે 10.4% વધીને ₹204.3 કરોડ થયો, જે એક વર્ષ અગાઉ ₹185 કરોડ હતો. આવક 13.4% વધીને ₹2,393 કરોડ થઈ, જે ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં ₹2,110 કરોડ હતી.

Novartis

પ્રમોટર નોવાર્ટિસ એજીએ તેની ભારતીય પેટાકંપની, નોવાર્ટિસ ઇન્ડિયામાં 70.68 ટકા હિસ્સો વેવરાઇઝ ઇન્વેસ્ટમેન્ટ્સ, ક્રિસકેપિટલ ફંડ એક્સ અને ટુ ઇન્ફિનિટી પાર્ટનર્સને વેચવા માટે કરાર કર્યો છે. આ સોદાના ભાગ રૂપે, આ ​​ખરીદદારો નોવાર્ટિસ એજી પાસેથી નોવાર્ટિસ ઇન્ડિયાના 17.4 મિલિયન શેર ખરીદવા સંમત થયા છે.

ZYDUS LIFESCIENCES

US FDA પાસેથી અમદવાદા યુનિટને ક્લિન ચીટ મળી. ઝાયડસનો ઇન્જેક્ટેબલ પ્લાટને ક્લિન ચીટ મળી. 16 થી 19 ફેબ્રુઆરી વચ્ચે તપાસ હાથ ધરી હતી.

Texmaco

કંપનીએ ભારતનું આગામી પેઢીનું રોલિંગ સ્ટોક પાવરહાઉસ બનાવવા અને તેના વૈશ્વિક રેલ EPC પદચિહ્નને વિસ્તૃત કરવા માટે રેલ વિકાસ નિગમ (RVNL) સાથે સંયુક્ત સાહસ શેરધારકોના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

GHV Infra Projects

કંપનીને 14,416 SC અને ST ગ્રાહકો માટે 28.83 MWp ગ્રીડ-કનેક્ટેડ રૂફટોપ સોલાર (RTS) પ્લાન્ટ માટે જરૂરી તમામ સામગ્રીના પુરવઠા માટે Enmas EPC પાવર પ્રોજેક્ટ્સ (JV) તરફથી એવોર્ડ લેટર (LoA) પ્રાપ્ત થયો છે, જેમાં આ દરેક ગ્રાહકો માટે RTS પ્લાન્ટ (EEPC JV સાથે સહયોગમાં) ની સ્થાપના, પરીક્ષણ અને કમિશનિંગનો સમાવેશ થાય છે. વર્ક ઓર્ડરનું મૂલ્ય આશરે ₹123 કરોડ છે.

ONGC + OIl India

US-ઈરાન ટેન્શન વચ્ચે બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળો જોવા મળ્યો. બ્રેન્ટ ક્રૂડ $72ની નજીક છે. બ્રેન્ટ ક્રૂડ ડ મહિનાના ઉચ્ચત્તમ સ્તર પર છે. આ સપ્તાહ બ્રેન્ટ ક્રૂડ 5% ઉછળ્યો.

RailTel

કંપનીને રેલવે સિગ્નલિંગ પ્રોજેક્ટ માટે ₹35.54 કરોડના ઓર્ડર માટે સ્વીકૃતિ પત્ર (LoA) મળ્યો છે. આ કામ LoA મળ્યાની તારીખથી 24 મહિનાની અંદર પૂર્ણ કરવાનું રહેશે.

Pace Digitek

કંપનીને LHB કોચમાં IP-આધારિત વિડિયો સર્વેલન્સ સિસ્ટમના સપ્લાય, ઇન્સ્ટોલેશન અને કમિશનિંગ માટે રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી ₹89 કરોડનો એડવાન્સ લેટર ઓફ એવોર્ડ મળ્યો છે. આ કરારમાં 3 વર્ષની વોરંટી અને ત્યારબાદ રેલટેલ ગ્રાહકો માટે સતત 5 વર્ષનો વ્યાપક વાર્ષિક જાળવણી કરાર શામેલ છે.

SWIGGY

કંપનીએ 15 મિનિટની ફૂડ ડિલિવરી APP 'Snacc' બંધ કરી. સ્કેલેબિલિટીનો અભાવ અને નબળી ઇકોનોમિક્સને ધ્યાનમાં લઈને નિર્ણય લીધો. આ APP માત્ર માત્ર બેંગલુરુ અને ગુરુગ્રામ પૂરતી સીમિત હતી.

Waaree Energies

કંપની આંધ્રપ્રદેશ સરકાર અને કેટલીક અન્ય રાજ્ય સરકારો સાથે પ્રસ્તાવિત ગ્રીનફિલ્ડ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે વાતચીત કરી રહી છે.

Federal Bank

IT વિભાગ પાસેથી ₹686 કરોડનો ટેક્સ રિફંડ ઓર્ડર મળ્યો. એસેસમેન્ટ વર્ષ 2011-12, 2013-14 માટે ઓર્ડર મળ્યો.

ICICI PRUDENTIAL

કંપનીને ₹984 કરોડની ડિમાન્ડ નોટીસ મળી. અપીલેટ ઓર્ડર ટેક્સ ડિમાન્ડ યથાવત્ છે. આ વિવાદ જુલાઈ 2017 થી ચાલી રહેલા ટેક્સ લાયબિલિટીનો છે. આ સમગ્ર મામલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) રિવર્સલ સાથે જોડાયેલો છે. ટેક્સ વિભાગના મતે કંપનીએ ખોટી રીતે અથવા વધુ પડતી ક્રેડિટનો લાભ લીધો હતો.

Karur Vysya Bank

બેંકે 22 ફેબ્રુઆરીથી તેના એક વર્ષ અને છ મહિનાના MCLR (માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ-આધારિત ધિરાણ દર) ને 9.20 ટકાથી સુધારીને 9.10 ટકા કર્યો છે. એક મહિના અને ત્રણ મહિનાના MCLR ને 9.05 ટકાથી સુધારીને 8.95 ટકા કરવામાં આવ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 20, 2026 10:24 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.