Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

Akzo Nobelમાં ₹742.7 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર Imperial Chem Ind બ્લૉક ડીલ દ્વારા 5% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹3261.8 પ્રતિશેર શક્ય છે. CMPથી 4% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ બાદ 30 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.

અપડેટેડ 10:03:44 AM Sep 24, 2025 પર
Story continues below Advertisement
stock in news: અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Akzo Nobel

Akzo Nobelમાં ₹742.7 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર Imperial Chem Ind બ્લૉક ડીલ દ્વારા 5% હિસ્સો વેચી શકે છે. બ્લૉક ડીલ માટે ફ્લોર પ્રાઈસ ₹3261.8 પ્રતિશેર શક્ય છે. CMPથી 4% ડિસ્કાઉન્ટમાં બ્લૉક ડીલ શક્ય છે. બ્લૉક ડીલ બાદ 30 દિવસનો લોક-ઈન પીરિયડ રહેશે.


Swiggy

કંપની Rapidoમાં 2 ડીલ દ્વારા ₹2399 કરોડમાં હિસ્સો વેચશે. કંપની પોતાનો 12% હિસ્સો ₹2399 કરોડમાં વેચશે. ડચ સ્થિત MIH ઇન્વેસ્ટમેન્ટ્સ (પ્રોસસ એન્ટિટી)ને ₹1968 કરોડ શેર્સ વેચશે. Setu AIF Trustને ₹431 કરોડમાં 35,958 કમ્પલસરી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર વેચશે. જે SEBI-રજિસ્ટર્ડ વૈકલ્પિક ફંડ છે, તેને ટ્રાન્સફર કરવામાં આવશે. ટ્રાન્ઝેક્શન સંબંધિત-પક્ષીય સોદો છે. PROSUS ગ્રુપ Swiggyને ₹1968 Crમાં Rapidoની ઈક્વિટી અને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર વેચશે. Prosus Group અને અસોસિએટ્સ Swiggyનો સૌથી મોટો શેરધારક છે. Prosus Group 23.31% હિસ્સો ધરાવે છે. Swiggyએ 2022માં Rapidoમાં ₹1600 Cr માં હિસ્સો ખરીદ્યો હતો. કંપનીએ કહ્યું સંભવિત બિઝનેલ સંઘર્ષોને ટાળવા માટે એક વ્યૂહાત્મક પગલું છે. તેમનો મુખ્ય બિઝનેસ ફૂડ ડિલિવરી અને grocery બિઝનેસ છે જેના પર તેમનું વધુ ફોકસ છે. બિઝનેસ ટ્રાન્સફર કરશે. ક્વિક કોમર્સ બિઝનેસ Instamart ને ટ્રાન્સફર કરશે. Swiggyની ઈનડાયરેક્ટ Instamart સબ્સિડરી છે. ક્વિક કોમર્સ બિઝનેસ ટ્રાન્સફરથી Swiggyને ₹297 કરોડ મળશે.

Dilip Buildcon

કેરળમાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે L-1 બિડર બન્યો. પ્રોજેક્ટની કુલ વેલ્યુ ₹1115.37 કરોડ છે. પુડુસેરી સેન્ટ્રલ અને કન્નમ્બ્રા (પલક્કડ) ખાતે ઇન્ફ્રા વર્ક્સની ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, પરીક્ષણ, કમિશનિંગ કરે છે કંપની.

HCLTech

ટ્રાન્સફોર્મેશન ઓર્ડર રિન્યૂ કર્યો. સ્વીડન સ્થિત ગ્લોબલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન્સ મેજર સાથે ટ્રાન્સફોર્મેશન ઓર્ડર રિન્યૂ કર્યો. IT ઈન્ફ્રા આધુનિકીકરણ અને ડિજિટલ ફાઉન્ડેશન સર્વિસ માટે ઓર્ડર રિન્યૂ કર્યો.

Torrent Power

Sarawagi family & HUFs પાસેથી NZIPL અને NZPPPLનો હિસ્સો ખરીદ્યો. કંપનીએ કુલ ₹211 કરોડ માટે અધિગ્રહણ કર્યું. NZIPLમાં 49% અને NZPPPLમાં 100% હિસ્સાનું અધિગ્રહણ કર્યું. NZPPPL પાસે NZIPLમાં પહેલાથી જ 51% હિસ્સો છે. ટોરેન્ટ પાવરની બન્ને માલિકીની કંપની બની. NZIPL એટલે કે Newzone India Private Limited. NZPPPL એટલે કે Newzone Power Projects Private Limited.

Mazagon Dock

તમિળનાડુ સરકાર સાથે MoU કર્યા. પૂર્વ કિનારા પર ગ્રીનફિલ્ડ શિપયાર્ડના ડેવલપમેન્ટ માટે MoU કર્યા.

Bajaj Electricals

આયર્લેન્ડની કંપની ગ્લેન ઇલેક્ટ્રિક પાસેથી ‘Morphy Richards’ અને IP રાઈટ્સ ખરીદશે. બોર્ડે ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકામાં Morphy Richards’ના અધિગ્રહણ માટે મંજૂરી આપી. કંપની ₹146 Crમાં અધિગ્રહણ કરશે. 20 વર્ષથી વધુના અસોસિએશન બાદ કંપનીને બ્રાન્ડનું સંપૂર્ણ નિયંત્રણ મળ્યું. અધિગ્રહણ ચોક્કસ કરારો અને મંજૂરીઓને આધીન છે.

SBI CARD

SBI કાર્ડના ઓગસ્ટ મંથલી અપડેટ મજબૂત છે. મહિના દર મહિનાના આધારે માર્કેટ શેર 50bps વધીને 17.3% છે. મહિના દર મહિનાના આધારે ક્રેડિટ કાર્ડ ઈન્ડસ્ટ્રીમાં સ્પેન્ડ ગ્રોથ 12% થી વધી 14% રહ્યા. વર્ષના આધારે SBI કાર્ડનો સ્પેન્ડ ગ્રોથ 21%થી વધી 25% રહ્યા. ઓગસ્ટમાં ઈન્ડસ્ટ્રીમાં 6 લાખ નવા ક્રેડિટ કાર્ડ જોડ્યા. SBI કાર્ડએ ઓગસ્ટમાં 70,000 નવા ક્રેડિટ કાર્ડ જોડ્યા. મોર્ગન સ્ટેનલીએ કોર્પોરેટ ખર્ચમાં વધારો થવાથી SBI કાર્ડ્સને ફાયદો થવાની શક્યતા છે.

Infosys

સ્વિટ્ઝરલેન્ડની કંપની સનરાઇઝની સાથે લાંબાગાળા માટે કરાર વધાર્યા. IT ટ્રાન્સફોર્મેશન, મોર્ડન એજઇલ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, improved CX અને ઓપરેશનલ એજિલિટી માટે કરાર વધાર્યા.

Lemon Tree Hotels

UP અને MPમાં 2 નવી પ્રોપર્ટીઝ માટે કરાર કર્યા. આંધ્રપ્રદેશમાં 5મી પ્રોપર્ટી લોન્ચ કરી. વિજયવાડામાં લેમન ટ્રી હોટેલ્સ, કૃષ્ણા લોન્ચ કરી.

VIP Industries

નીતુ કાશીરામકાએ MD પદેથી રાજીનામું આપ્યું. અતુલ જૈન નવા MD તરીકે નિયુક્ત કર્યા.

One 97 (Paytm)

JioBlackRock સાથે Paytm Moneyએ કરાર કર્યા. ભારતનું પ્રથમ સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટી ફંડ લોન્ચ કરવા કરાર કર્યા.

Chalet Hotels

કમર્શિયલ પેપર ઈશ્યુ કર્યા. પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા ₹100 કરોડના કમર્શિયલ પેપર ઈશ્યુ કર્યા.

Minda Corp

કંપનીને FY30 સુધી ₹17500 Crની આવકની અપેક્ષા છે. FY25થી 3.5 ગણા આવક વધવાની અપેક્ષા છે. EBITDA માર્જિન 25%થી વધુનો રહેવાનો લક્ષ્ય છે. નેટ ડેટ-ટુ-ઇક્વિટી 0.3x પર લાવીને લગભગ દેવામુક્ત થવાનું લક્ષ્ય છે. નવા પ્લાન્ટમાં ₹2000 કરોડનું રોકાણ કર્યું. એક્સપોર્ટ 3.5x વધવાની અપેક્ષા છે. EV સિસ્ટમ મુખ્ય ગ્રોથ ડ્રાઈવર રહેશે.

Ceinsys Tech

કંપનીને MMRDA પાસેથી ₹15.95 Crનો ઓર્ડર મળ્યો. ESRI ArcGIS સોફ્ટવેર અપગ્રેડ અને પ્રોક્યુરમેન્ટ પ્રોજેક્ટ માટે ઓર્ડર મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 24, 2025 10:03 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.