Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

વેદાંત રિસોર્સિસની ઝમ્બિયા સ્થિત સબ્સિડરી KCMએ ચાઈના નેરિન એન્જિનિયરિંગ સાથે કરાર કર્યા. KCM એટલે કે કોંકોલા કોપર માઈન્સ. ચીનીની કંપની છે ચાઈના નેરિન એન્જિનિયરિંગ. કોપરનું ઉત્પાદન વર્ષે 70,000 ટન વધારવા માટે કરાર કર્યા. $498 મિલિયનના કરાર કર્યા.

અપડેટેડ 09:43:12 AM Sep 18, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Bharat Forge

કંપનીએ ₹2000 Crનો QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹1947.70 પ્રતિશેરની નક્કી કરી છે. CMPથી 3.5% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.


BEL

26 ઓગસ્ટ 2026થી હાલ સુધીમાં કંપનીને ₹648 કરોડનો ઓર્ડર મળ્યો. ફાયર કંટ્રોલ સિસ્ટમ્સ, કોમ્યુનિકેશન ઈક્વિપમેન્ટ્સ, નાવેલ અને એવિઓનિક્સ સબ-સિસ્ટમ્સ ઓર્ડર સામેલ થયો. સ્પેરપાર્ટ્સ અને સંબંધિત સર્વિસિસ ઓર્ડર સામેલ થયો.

HAL

આજે IAFને LCA તેજસ ટ્રેનર્સ, HTT-40 હેલિકોપ્ટર સોંપશે. પવન હંસને ધ્રુવ NG હેલિકોપ્ટર સોંપશે.

IndiGo

સ્થાનિક ​ઇન્ફન્ટ ફી ₹1000 થી વધારી ₹3000 કર્યા. ​એક્સેસ બેગેજ ચાર્જ ₹700/કિલોથી વધારીને ₹800/કિલો કર્યો. પ્રાયોરિટી ચેક-ઇન અને બોર્ડિંગ ફી વધારીને ₹650 કરી. એલર્ટ: આ ચાર્જિસ ટિકિટ ભાડા સિવાય અલગથી લાગશે.

OnEMI Tech

બોર્ડે ₹832 કરોડના પ્રેફરેન્શિયલ ઈશ્યુને મંજૂરી આપી. 4 નોન-પ્રમોટર્સને ₹314.11ના ભાવે 2.64 કરોડ શેર્સ ઈશ્યુ કરશે.

Wipro

Aramco એન્ડ SAP કરાર કર્યા. વિપ્રો STO360 સોલ્યુશન્સ લોન્ચ કરવા માટે કરાર કર્યા. શટડાઉન, ટર્નઅરાઉન્ડ અને આઉટેજ મેનેજમેન્ટમાં વધુ સુધારા માટે કરાર કર્યા.

Vedanta

વેદાંત રિસોર્સિસની ઝમ્બિયા સ્થિત સબ્સિડરી KCMએ ચાઈના નેરિન એન્જિનિયરિંગ સાથે કરાર કર્યા. KCM એટલે કે કોંકોલા કોપર માઈન્સ. ચીનીની કંપની છે ચાઈના નેરિન એન્જિનિયરિંગ. કોપરનું ઉત્પાદન વર્ષે 70,000 ટન વધારવા માટે કરાર કર્યા. $498 મિલિયનના કરાર કર્યા.

PTC India

PTC ઈન્ડિયાએ NLC ઈન્ડિયા સાથે JV કર્યા. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સને ડેવલપ કરવા માટે પાવર ટ્રેડિંગ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે JV. JVનું નામ NIRL PTC રિન્યુએબલ્સ. JVમાં PTC ઈન્ડિયાનો હિસ્સો 26% અને NLC ઈન્ડિયા રિન્યુએબલનો હિસ્સો 74%. NLC India પાસે વિશાળ કેપિટલ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સ વિકસાવવાની ક્ષમતા છે. 74% હિસ્સા સાથે JV માં મુખ્ય પાવર જનરેટર તરીકેની ભૂમિકા ભજવશે.

NLC India

પ્રસન્ન કુમાર આચાર્યની કંપનીના 5 વર્ષ માટે CMD પદ તરીકે નિયુક્તિ કરી. 17 સપ્ટેમ્બરથી કાર્યભાર સંભાળ્યો.

Petronet LNG Board

ગ્રુનર રિન્યુએબલ એનર્જી સાથેના JVને મંજૂરી મળી. બાયોગેસ પ્લાન્ટ શરૂ કરવા માટે JVને મંજૂરી મળી. પ્લાન્ટ પર ₹1200 Crના રોકાણની યોજના છે. JVમાં બન્ને કંપનીઓનો 50:50 હિસ્સો છે.

GPT Infra

RVNL પાસેથી ₹484 કરોડનો ઓર્ડર મળ્યો. રેલવે બ્રિજ કન્સ્ટ્રક્શન માટે ઓર્ડર મળ્યો.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 18, 2026 9:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.