Warren Buffettના 2 નિયમો: રોકાણકારોએ શીખવી જોઈએ આ વાતો, બફેટે હંમેશા રાખ્યા ધ્યાનમાં | Moneycontrol Gujarati
Get App

Warren Buffettના 2 નિયમો: રોકાણકારોએ શીખવી જોઈએ આ વાતો, બફેટે હંમેશા રાખ્યા ધ્યાનમાં

Warren Buffettએ બજારમાં આવેલા અનેક ફેરફારો છતાં પોતાની રોકાણ ફિલોસોફી જાળવી રાખી છે. તેઓ સારી કંપનીઓને યોગ્ય અથવા નીચા ભાવે ખરીદવા, Value Investing પર ભાર આપવા અને લાંબા ગાળે રોકાણ જાળવી રાખવાના સમર્થક રહ્યા છે. તેમના બે જાણીતા નિયમો છે: “ક્યારેય પૈસા ગુમાવશો નહીં” અને “પહેલો નિયમ ક્યારેય ભૂલશો નહીં.” Buffett પોતાની રોકાણની ભૂલો અને જીવનના અનુભવો પણ ખુલ્લેઆમ શેર કરતા આવ્યા છે.

અપડેટેડ 04:41:25 PM Sep 19, 2026 પર
Story continues below Advertisement
Warren Buffettના રોકાણના 2 જાણીતા નિયમો—‘ક્યારેય પૈસા ગુમાવશો નહીં’ અને ‘પહેલો નિયમ ક્યારેય ભૂલશો નહીં’, જાણો તેમની રોકાણ ફિલોસોફી.

Warren Buffett Lessons: દુનિયાના દિગ્ગજ અને જાણીતા રોકાણકાર વોરેન બફેટ 18 સપ્ટેમ્બરે બાર્કસાઈર હાથવેના ચેરમેન પદેથી નિવૃત્ત થયા. ગયા વર્ષે તેમણે CEOનું પદ પણ છોડી દીધું હતું. છેલ્લા કેટલાક દાયકાઓમાં રોકાણની દુનિયામાં મોટા ફેરફારો આવ્યા છે, પરંતુ રોકાણને લઈને બફેટની વિચારસરણીમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. તેમની આ જ બાબત તેમને અન્ય મોટા રોકાણકારોથી અલગ બનાવે છે.

રોકાણનો અનુભવ દુનિયા સાથે શેર કર્યો

વોરેન બફેટની મોટી ખાસિયત એ રહી છે કે તેમણે રોકાણ અંગેની પોતાની વિચારસરણી અને સિદ્ધાંતો ક્યારેય છુપાવ્યા નથી. તેમણે પોતાના અનુભવ, સમજ અને જ્ઞાનને અન્ય લોકો સાથે પણ શેર કર્યું છે. આ કારણે દુનિયાભરના રોકાણકારોમાં તેમને ઘણું સન્માન મળ્યું છે અને તેમના વિચારોને ધ્યાનથી સાંભળવામાં આવે છે.


બજારમાં ઘટાડા દરમિયાન પણ ધીરજ રાખી

બફેટનું માનવું રહ્યું છે કે સારી કંપનીના શેર ત્યારે ખરીદવા જોઈએ જ્યારે તેની કિંમત નીચી હોય, જ્યારે શેરની કિંમત ઘણી વધી જાય ત્યારે તેનાથી દૂર રહેવું જોઈએ. એકવાર યોગ્ય રોકાણ કર્યા બાદ લાંબા સમય સુધી તેને જાળવી રાખવાની તેમની વિચારસરણી રહી છે.

આ અભિગમ સાથે તેમણે અમેરિકાની અનેક કંપનીઓમાં લાંબા ગાળાનું રોકાણ કર્યું. શેરબજારમાં સમયાંતરે આવેલા મોટા ઘટાડા દરમિયાન પણ તેમણે પોતાના મૂળભૂત રોકાણ સિદ્ધાંતોમાં સમાધાન કર્યું નહીં.

વેલ્યૂ ઈન્વેસ્ટિંગ પર હંમેશા ભાર

સારી કંપનીના શેરને યોગ્ય અથવા નીચા ભાવે ખરીદવાનો સિદ્ધાંત સરળ લાગે છે, પરંતુ તેનો અમલ કરવો ઘણા રોકાણકારો માટે પડકારરૂપ હોય છે. રોકાણની આ પદ્ધતિને વેલ્યૂ ઈનવેસ્ટિંગ કહેવામાં આવે છે.

અમેરિકન શેરબજારમાં 1990ના દાયકાના ડૉટ-કોમ બબલ સહિત અનેક મોટા ઉતાર-ચઢાવ આવ્યા, પરંતુ બફેટની રોકાણ કરવાની પદ્ધતિમાં મોટો ફેરફાર થયો નહીં.

પોતાની ભૂલો વિશે પણ વાત કરતા

દર વર્ષે મે મહિનાના પ્રથમ શનિવારે બફેટને સાંભળવા માટે હજારો લોકો ભેગા થતા હતા. આ દરમિયાન તેમના નજીકના મિત્ર અને સહયોગી ચાર્લી મુંગર પણ તેમની સાથે રહેતા હતા. 2023માં મુંગરનું અવસાન થયું.

બફેટ અને મુંગર રોકાણકારોને રોકાણ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું અને મુશ્કેલ સમયમાંથી કેવી રીતે પસાર થવું તે અંગે સમજાવતા હતા. ખાસ વાત એ હતી કે તેઓ પોતાની ભૂલો અને નિષ્ફળ રોકાણોના અનુભવો વિશે પણ ખુલ્લેઆમ વાત કરતા હતા.

બફેટ પાસેથી શીખેલા પાઠનો જીવનમાં ફાયદો

ઓમહાના નિવૃત્ત પ્રોફેસર ટોડ ફિંકલ, જેઓ બફેટને નજીકથી જાણતા હોવાનું જણાવે છે, તેમના જણાવ્યા અનુસાર બફેટ પાસેથી શીખેલી બાબતોની સકારાત્મક અસર તેમના આર્થિક અને વ્યક્તિગત જીવન પર સતત રહી છે.

ફિંકલએ બફેટ પર “વૉરેન બફેટ: ઈનવેસ્ટર એન્ડ એન્ટરપ્રેયર” નામનું પુસ્તક પણ લખ્યું છે.

બફેટ માટે પૈસા કરતાં જીવનના નિર્ણયો મહત્વના

ફિનકલના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ પોતાના વિદ્યાર્થીઓને બફેટ સાથે પ્રશ્નોત્તરી માટે લઈ જતા હતા ત્યારે બફેટ શરૂઆતમાં પૈસા અથવા રોકાણની વાત કરતા નહોતા.

તેમનો ભાર જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો પર રહેતો હતો. બફેટનું માનવું હતું કે વ્યક્તિ માટે જીવનમાં સૌથી મહત્વપૂર્ણ નિર્ણયોમાંથી એક એ છે કે તે કોણ સાથે લગ્ન કરે છે.

બફેટના બે સૌથી જાણીતા રોકાણ નિયમો

વોરેન બફેટના રોકાણ સાથે જોડાયેલા બે નિયમો વિશ્વભરમાં જાણીતા છે:

1. ક્યારેય પૈસા ગુમાવશો નહીં.

2. પહેલો નિયમ ક્યારેય ભૂલશો નહીં.

બફેટના આ નિયમોનો મુખ્ય વિચાર મૂડીનું રક્ષણ અને જોખમને નિયંત્રિત કરવું છે. તેમના મતે સારો સમય હોય ત્યારે ઘણા લોકો નફો કમાઈ શકે છે, પરંતુ મુશ્કેલ સમય આવે ત્યારે ખબર પડે છે કે કોણે કેટલું જોખમ લીધું હતું.

આ કારણે બફેટની રોકાણ ફિલોસોફીમાં માત્ર નફો કમાવા કરતાં મૂડી બચાવવી, યોગ્ય કિંમત પર રોકાણ કરવું અને લાંબા ગાળે ધીરજ રાખવી મહત્વપૂર્ણ રહ્યા છે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 19, 2026 4:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.