Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ | Moneycontrol Gujarati
Get App

Stocks in News: સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

Clean Maxમાં ₹1063 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર ઓગમેન્ટ ઇન્ડિયા હોલ્ડિંગ્સ 7.25% હિસ્સો વેચી શકે. બ્લૉક ડીલ માટે ફ્લોર સાઈઝ ₹1250 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 10% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.

અપડેટેડ 10:25:32 AM Sep 28, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

Consumer durables+ AC+ EMS

કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ મોંઘા થશે. 1 ઓક્ટોબરથી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ વધુ મોંઘા થઈ શકે. કંપનીઓ 5-8% પ્રાઈસ વધારો કરી શકે. ACના પ્રાઈસ 8% વધી શકે. LED TV, વોશિંગ મશીન અને રેફ્રિજરેટર પણ વધુ મોંઘા થઈ શકે. અન્ય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના ભાવ પણ વધવાની શક્યતા છે. 2026માં કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટના ત્રીજીવાર પ્રાઈસ વધી શકે છે. કોપર, સ્ટીલ અને એલ્યુમિનિયમના ઊંચા ખર્ચને કારણે ઈનપુટ કોસ્ટ વધવાને કારણે નિર્ણય લઈ શકે છે. મોંઘા ફ્રેટ, કરન્સીમાં અસ્થિરતા અને પશ્ચિમ એશિયા કટોકટીને કારણે ઈનપુટ કોસ્ટ વધ્યો. ભાવમાં વધારો માંગ પર અસર કરી શકે છે.


Clean Max Enviro

Clean Maxમાં ₹1063 Crની મોટી બ્લૉક ડીલ શક્ય છે. પ્રમોટર ઓગમેન્ટ ઇન્ડિયા હોલ્ડિંગ્સ 7.25% હિસ્સો વેચી શકે. બ્લૉક ડીલ માટે ફ્લોર સાઈઝ ₹1250 પ્રતિશેર નક્કી કર્યા છે. CMPથી 10% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે.

NMDC

આયર્ન ઓર પ્રોસેસિંગ, સ્લરી પાઇપલાઇન અને પેલેટ પ્લાન્ટ શરૂ કર્યો. છત્તીસગઢના બસ્તરમાં ₹5,427 Crના ખર્ચ સાથે પ્લાન્ટ શરૂ કર્યો. નાગરનાર ખાતે ૨ MTPAની પેલેટ પ્લાન્ટ શરૂ કર્યો. બૈલાડીલા-બચેલી ખાતે આયર્ન ઓર પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો. 135 કિલોમીટરની સ્લરી પાઇપલાઇનનો સમાવેશ થયો છે. આયર્ન ઓરના ફાઇન્સ અને સ્લાઇમ્સને પેલેટ્સમાં કન્વર્ટ કરી શકાશે. રોડ ટ્રાન્સપોર્ટેશન અને રેલવે પરની નિર્ભરતા ઘટશે.

Fortis Healthcare

સુપ્રીમ કોર્ટે ફોરેન્સિક ઓડિટ આગળ વધવાની મંજૂરી આપી. હાઇકોર્ટે કહ્યું હાઇકોર્ટની ટિપ્પણીઓ ફક્ત ફોરેન્સિક ઓડિટ માટે છે અને કામચલાઉ છે. ફોરેન્સિક ઓડિટ સ્વતંત્ર રીતે હાથ ધરવામાં આવશે અને હાઇકોર્ટથી પ્રભાવિત થશે નહીં. કંપનીનું નિવેદન છે કે દિલ્હી હાઇકોર્ટે કંપની પર કોઈ લાયબિલિટી,પેનલ્ટી કે ફાઇન લગાવ્યો નથી. દાઇચી સાન્ક્યો અને સિંઘ બ્રધર્સ વચ્ચેની આર્બિટ્રેશન મામલે પક્ષકાર નહોતા. જૂના પ્રમોટરો દ્વારા શેરના ટ્રાન્સફરમાં તેની કોઈ ભૂમિકા નહોતી. નવા પ્રમોટર, નોર્ધન TK વેન્ચર દ્વારા 2018 માં કરાયેલું રોકાણ નવા ઇક્વિટી શેર ઈશ્યુ કર્યા હતા.

Unichem Labs

ગોવા યુનિટને US FDA પાસેથી 5 અવલોકનો મળ્યા. 21-26 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

TVS Motor

નેપાળમાં 150ccનું હાઇપર સ્પોર્ટ સ્કૂટર NTORQ 150 લોન્ચ કર્યું. NTORQ 150 ની શરૂઆતી કિંમત ₹3.69 લાખ છે.

Zydus Life

US FDAએ ન્યૂ જર્સી ફેસિલિટી ખાતે ફાર્માકોવિજિલન્સ નિરિક્ષણ પૂર્ણ કર્યું. US FDA પાસેથી ક્લીન ચીટ મળી. 22 થી 25 સપ્ટેમ્બર વચ્ચે તપાસ હાથ ધરવામાં આવી હતી.

NTPC Green

રાજસ્થાનના બીકાનેરમાં સોલર પ્રોજેક્ટમાં 81.34 MW ક્ષમતાનું કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું. 650 MWનો બીકાનેરમાં સોલર પ્રોજેક્ટ છે. 26 સપ્ટેમ્બરથી કમર્શિયલ ઓપરેશન શરૂ કર્યું.

TATA POWER

મુંદ્રા થર્મલ પ્લાન્ટ અંગે ટાટા પાવરને રાહત મળી. ઊર્જા મંત્રાલય પાસેથી વેલિડિટી લંબાવવા અંગેનો પત્ર મળ્યો. ઈલેક્ટ્રિસિટી એક્ટના સેક્શન 11 અંતર્ગત ઊર્જા મંત્રાલયે વેલિડિટી લંબાવી છે. વેલિડિટી 30 સપ્ટેમ્બર 2026થી વધારી 31 ડિસેમ્બર 2026 કરી. ટાટા પાવરે ગુજરાત સરકાર સાથે સપ્લિમેન્ટ્રી PPA કર્યા છે (50% ક્ષમતા માટે). 1-2 મહિનામાં અન્ય રાજ્યો સાથે પણ કરાર થાય એવી આશા છે.

Aequs

બોર્ડે વોરંટ દ્વારા ₹650 કરોડના ઇક્વિટી રોકાણને મંજૂરી આપી. પ્રમોટર ગ્રુપે વોરંટ ઈશ્યુ કરીને ફંડ એકત્ર કરવા મંજૂરી મળી.

Tata Steel

નેધરલેન્ડ્સની સરકારે સસ્ટેનેબિલિટી ડીલની ડેડલાઇન 5 મહિના વધારી. ડેડલાઇન વધુ 5 મહિના લંબાવીને 1 માર્ચ 2027 કરી.

Wheels India

કંપનીએ ₹250 Crનો QIP લોન્ચ કર્યો. QIP માટે ફ્લોર પ્રાઈસ ₹2088 પ્રતિશેરના નક્કી કર્યા છે. CMPથી 4.97% ડિસ્કાઉન્ટ પર ફ્લોર પ્રાઈસ છે. કંપનીએ 11.97 લાખ શેર્સ ફાળવ્યા.

Prestige Estates

સબ્સિડરી PHVLએ ₹2700 Crનો IPO DRHP પાછો ખેંચ્યો. PHVL એટલે કે પ્રેસ્ટિજ હોસ્પિટાલિટી વેન્ચર્સ લિમિટેડ. કંપનીએ IPO ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ SEBI પાસેથી પાછો ખેંચી લીધો. PHVLએ એપ્રિલ 2025માં SEBI સમક્ષ DRHP ફાઈલ કર્યો હતો. કંપની ભવિષ્યમાં યોગ્ય માર્કેટ કન્ડિશન્સ, જરૂરી મંજૂરીઓ અને અન્ય વિચારણાઓને આધીન, ફરીથી DRHP ફાઈલ કરી શકે છે.

OMAXE

SEBIએ કંપની પર 3 મહિના માટે સિક્યોરિટીઝ માર્કેટ પર પ્રતિબંધિત મુક્યો. ₹27 લાખનો દંડ ફટકાર્યો.

SAIL/BCCL

SAIL અને ભારત કોકિંગ કોલએ MoU કર્યા. પશ્ચિમ બંગાળમાં બે કોકિંગ કોલ બ્લોક્સને ડેવલપ અને ઓપરેટ કરશે.

Godrej Ind

સબ્સિડરી ગોદરેજ ઇન્વેસ્ટમેન્ટમાં ₹335 Crનું વધુ રોકાણ કરશે.

Signature Global

ગુરુગ્રામમાં 194.22 એકરના લેન્ડ પાર્સલનો પાઈપલાઈનમાં ઉમેરો કર્યો. અંદાજિત ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ ₹5,500-6,000 કરોડ. કંપની અલ્ટ્રા-લક્ઝરી ફાર્મહાઉસ વિલા પ્રોજેક્ટ ડેવલપ કરશે.

Som Dist

રિજેક્શન રદ્દ કર્યું. મધ્ય પ્રદેશ HC પાસેથી કંપનીને મળી મોટી રાહત છે. જબલપુર બેન્ચ તરફથી એક મહત્વપૂર્ણ રેગ્યુલેટરી રાહત મળી. મધ્ય પ્રદેશ HCએ એક્સાઈઝ લાયસન્સ રિન્યુઅલના રિજેક્શનને રદ કર્યું. તમામ મેન્યુફેક્ચરિંગ લાયસન્સને 15 દિવસમાં રિન્યુઅલનો આદેશ આપ્યો. ભોપાલ પ્લાન્ટ ઓપરેશન્સ ફરી શરૂ થશે.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 28, 2026 10:25 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.