Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર | Moneycontrol Gujarati
Get App

Stocks in News: તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં MCXનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 130.2% વધીને ₹454.6 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 113.7%ના જંગી ઉછાળા સાથે ₹799.7 કરોડ પર પહોંચી છે.

અપડેટેડ 11:12:04 AM Nov 04, 2026 પર
Story continues below Advertisement
અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

lupin

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં લ્યુપિનનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 22.2% ઘટીને ₹1,155.3 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 11.1% વધીને ₹7,827.3 કરોડ પર પહોંચી છે.


આ ઉપરાંત, અમેરિકાની દવા નિયામક સંસ્થા FDA તરફથી ANDA (એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન) માટે મંજૂરી મળ્યા બાદ લ્યુપિને અમેરિકામાં Raltegravir Tablets USP, 600 mg લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ દવાનો ઉપયોગ પુખ્ત વયના દર્દીઓમાં HIV-1ની સારવાર માટે અન્ય એન્ટિરેટ્રોવાયરલ દવાઓ સાથે કરવામાં આવે છે.

mcx

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં MCXનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 130.2% વધીને ₹454.6 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 113.7%ના જંગી ઉછાળા સાથે ₹799.7 કરોડ પર પહોંચી છે.

nse

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં NSEનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 22.8% વધીને ₹2,577.6 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 10.6% વધીને ₹4,066.8 કરોડ પર પહોંચી છે.

Lloyds metals

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં લોયડ્સ મેટલ એન્ડ એનર્જીનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 88% વધીને ₹1,045.6 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 55.3% વધીને ₹5,672.1 કરોડ પર પહોંચી છે.

આ ઉપરાંત, કંપનીના બોર્ડે મહારાષ્ટ્રના કોન્સારીમાં 360 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી છે. સાથે જ, કેપ્ટિવ રૂટ દ્વારા 160 મેગાવોટ વીજળીની ખરીદી માટે રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં 30% સુધીનો હિસ્સો હસ્તગત કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે.

Aarti Drugs

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં આરતી ડ્રગ્સનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 83.2% વધીને ₹82.9 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 26.6% વધીને ₹826.2 કરોડ પર પહોંચી છે.

Metropolis Health

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં મેટ્રોપોલિસ હેલ્થકેરનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 42.7% વધીને ₹75.5 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 15.8% વધીને ₹496.8 કરોડ પર પહોંચી છે.

Global Health

સપ્ટેમ્બર 2026ના ત્રિમાસિક ગાળામાં ગ્લોબલ હેલ્થનો કન્સોલિડેટેડ નફો વાર્ષિક ધોરણે 39.3% વધીને ₹220.7 કરોડ થયો છે, જ્યારે કંપનીની આવક 33.6% વધીને ₹1,469 કરોડ પર પહોંચી છે.

Highway Infra

સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ પાસેથી ₹198.3 Crનો LoA મળ્યો. મધ્ય પ્રદેશમાં રેસિડેન્શિયલ અને નોન-રેસિડેન્શિયલ ઈન્ફ્રા કન્ટ્રસ્ટિકિંગ માટે LoA મળ્યો.

Hindustan Zinc

ગેલ્વેનાઈઝિંગ બિઝનેસ માટે ઝિંક પ્રોડક્ટ રેન્જનું વિસ્તરણ કર્યું. નેક્સ્ટ-જનરેશન એલોય ‘VedAZ’ અને ‘VedAyush’ સાથે વિસ્તરણ કર્યું. બે નવા વેલ્યુ-એડેડ ઝિંક એલોય VedAZ અને VedAyush લોન્ચ કર્યા. VedAZ ખાસ ગેલ્વેનાઈઝિંગ બિઝનેસ માટેનો ઝિંક-એલ્યુમિનિયમ માસ્ટર એલોય છે. VedAyush ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલના લાંબા ગાળાના કોરોઝન પ્રોટેક્શન માટે છે.

ANGEL ONE

ઓક્ટોબર ક્લાયન્ટ બેઝ 17.4% વધી 40.60 mn છે. ઓક્ટોબર ઓર્ડર્સ 4.2% વધી 139.31 mn છે. ઓક્ટોબરમાં ગ્રોસ ક્લાયન્ટ એક્વીઝેશન 0.66 m વધી 16.4% છે. ઓક્ટોબરમાં એવરેજ ડેલી ઓર્ડર્સ 4.2% વધી 6.97 m છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 04, 2026 11:12 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.